________________ (38) શ્રી પ્રભાવક ચરિત્ર. રની બહાર રમવાડીએ નીકળે. એવામાં કર્મસંગે દધિપાત્રને કાકની જેમ ત્યાં કાલક સૂરિની હેનને જતી તેણે પોતે જેઇ. એટલે મોહિત થઈને તેણે પ્રચંડ પુરૂષના હાથે તેનું અપહરણ કર્યું. આ વખતે તે સાધ્વી કરૂણ સ્વરે હા ! બ્રાત ! મારું રક્ષણ કરે” એમ આકંદ કરવા લાગી. એ હકીકત સાધ્વીઓ પાસેથી જાણવામાં આવતાં કાલકસૂરિ પિતે રાજસભામાં જઈને રાજાને કહેવા લાગ્યા કે –ફલ સંપત્તિની રક્ષા માટે ક્ષેત્રને વાડ કરવામાં આવે છે, તે વાડ પોતેજ જે ધાન્યનું ભક્ષણ કરે તો એ ફર્યાદ કોને કરવી? હે રાજન ! સર્વ વર્ણો અને દેશનોને તુંજ એક રક્ષક છે, તે સાધ્વીના વ્રતનું ખંડન કરવું તને યુક્ત નથી.” એ પ્રમાણે આચાર્યો સમજાવ્યા છતાં ભૂતાવેશના ભ્રમથી ઉન્મત્ત થયેલાની જેમ ઉમાદયુક્ત તે મ્લેચ્છ જેવા નૃપાધમે સૂરિનું વચન ન માન્યું. ત્યારે શ્રી સંઘ, મંત્રીઓ અને નાગરિકોએ પણ તેને બહુ સમજાવ્યો, છતાં મિથ્યા મેહથી ઘેરાયેલ અને મતિહીન એવા તે નીચ નરાધિપે બધાની અવગણના કરી. એટલે પૂર્વના ક્ષાત્રતેજને પ્રગટ બતાવતા એવા કાલકાચાયે કાયર જનને કંપાવનારી એવી ઘેર પ્રતિજ્ઞા કરી કે અન્યાય રૂપ કાદવના ભુંડ સમાન એ દુષ્ટ નૃપને તેના પુત્ર, પશુ અને બાંધવ સહિત જે હું ઉચ્છેદ ન કરૂં તે જિનધર્મની હેલના કરનારા, બ્રાહ્મણ, બાળપ્રમુખને ઘાત કરનારા અને જિનબિંબને ઉત્થાપનારા એવા પુરૂષોના પાપથી હું લેપાઉં.' એ પ્રમાણે સામાન્ય જનને દુષ્કર તથા અસંભાવ્ય એ વચન ત્યાં બેલતાં કાલકસૂરિ બહાર નીકળ્યા અને તેમણે દંભથી ઉન્મત્તનો વેષ ધારણ કરી લીધો. પછી ચોરા, ચહુટા અને ત્રિમાણે તે એકાકી ભમવા લાગ્યા. તે વખતે ચેતનાશૂન્ય મદોન્મત્તની જેમ વારંવાર આ પ્રમાણે અસંબદ્ધ વાકય બોલવા લાગ્યા–“ગર્દ ભિલ રાજા છે, તો તેથી શું થયું ? અને કદાચ દેશ સમૃદ્ધ છે, તો તેથી પણ શું થયું ? એમ તેના બોલ સાંભળતાં લોકો દયા બતાવીને કહેવા લાગ્યા કે–પિતાની હેનથી વિરહ પામેલ આ આચાર્ય ગાંડા થઈ ગયા છે.' કેટલાક દિવસ પછી તે એકલા ત્યાંથી ચાલી નીકળ્યા અને પશ્ચિમ દિશા તરફ ચાલતાં અનુક્રમે તે સિંધુ નદીના તીરે આવ્યા. ત્યાં શાખિ નામે દેશ અને શાખિ નામના રાજાઓ હતા, તે બીજા શક એવા નામથી ઓળખાતા છ— રાજાઓ હતા. તેમાં એક રાજાધિરાજ કે જેને સાત લાખ અશ્વો હતા. વળી બીજા રાજાઓને પણ દશ દશ હજાર અશ્વો હતા. તેમાં એક માંડલિક કાલકસૂરિના જેવામાં આવ્યે કે જેને અનેક કૌતુક બતાવીને તેમણે તેનું મન વશ કરી લીધું. પછી સૂરિપરના વિશ્વાસથી તે રાજાએ તેમની સાથે મિત્રતા બાંધી, તેથી તેમના વિના તેને ચેન પડતું નહિ, એટલે વિનોદની વાતોથી તે સમય ગાળવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust