________________ :: શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે તે મૃષાવચન બોલ્યા કે—“અહો ! ગુરૂ આપણું આગળ હતા, તે પાછળ ૨હી ગયા અને આપણે પાછળ હતા. તે આગળ થઈ ગયાં.” તેથી રસ્તે ચાલતાં તેમને લોકોએ સિદરથી પૂજા કરી કારણ કે સ્વામી વિના સ્ત્રી સેવક અને શિષ્યોની અવજ્ઞા થાય છે. હવે અહીં વસ્ત્રથી વીંટાયેલા રત્નની જેમ ગુપ્ત સ્વરૂપે કાલસૂરિ યતિઓના ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં સાગરસુરિ નામે તેના પ્રશિષ્ય આગમનો ઉપદેશ આપતા હતા. તેણે અભ્યસ્થાદિકથી આચાર્યને વિનય ન સાચવ્યો, એટલે ઈરિયાવહી પ્રતિક્રમીને ઉપાશ્રયના કે શૂન્ય ખુણામાં પરમેષિમંત્રનો જાપ કરતા તે નિ:સંગપણે બેસી રહ્યા. એવામાં દેશના પછી તે સાગરસુરિ ફરતા ફરતા ગુરૂ પાસે આવીને કહેવા લાગ્યા–“હે તપોનિધિ ! આદરપૂર્વક કંઈક જીણું સંદેહ પૂછો.’ ત્યારે ગુરૂ બોલ્યા–વૃદ્ધપણને લીધે હું અજ્ઞપ્રાય થઇ ગયો છું. તેથી તારૂ વચન સમજી શકતો નથી; તથાપિ કંઈક પૂછું છું. પણ સંશય કરવાને હું અસમર્થ છું.” એમ બોલતાં જાણે સુગમ હોય, તેમ દુર્ગમ અષ્ટપુષ્પી પૂછી એટલે તેણે અનાદર પૂર્વક ગર્વથકી યત્કિંચિત્ વ્યાખ્યા કરી. પછી કેટલાક દિવસ જતાં તે મુનિઓ ઊપાશ્રયમાં આવ્યા. એટલે સાગરસૂરિએ અભ્યસ્થાનાદિકથી તેમનો વિનય કર્યો. ત્યારે તેમણે કહ્યું કે- અહીં ગુરૂ મહારાજ અમારી અગાઉ આવેલા છે.” . તેમણે કહ્યું - એક વિના અહીં કેઈ આવેલ નથી.” એવામાં ગુરૂના આવતા મુનિઓએ અયુત્થાનાદિકથી તેમનો વિનય કર્યો. તે જોતાં સાગરસૂરિ લજિજત થઈ ગયા અને ગુરૂને ચરણે લાગીને તેમણે ખમાવ્યા તથા મુનિઓએ પણ ગુરૂને ખમાવ્યા. એટલે મુનિઓને શિક્ષા આપીને ગુરૂ સાગરસૂરિને આ પ્રમાણે બોધ આપવા લાગ્યા કે –“હે વત્સ ! રેતીથી ભરેલ કે ઠાર સ્થાને સ્થાને ખાલી કરતાં જેમ તે ન્યુન થતું આવે, એ દષ્ટાંત અહીં સમજી લે, શ્રી સુધર્માસ્વામી, જબુસ્વામી તેમજ અન્ય શ્રુતકેવળીઓ છ - સ્થાને પતિત થતાં તે શ્રુતમાં હીનપણાને પામ્યા તેમની પાછળ થનાર આર્યોમાં પણ શ્રુત અનુક્રમે અધિક અધિક હીન થતું ગયું. જેવું અમારા ગુરૂમાં શ્રત હતું પ્રભારહિત એવું મારામાં તેવું નથી, જેવું મારામાં છે, તેવું તારા ગુરૂમાં નહિ અને તારા ગુરૂ જેટલું શ્રુત તારામાં નથી. માટે હે વત્સ! સર્વ રીતે અનર્થકારી એવા ગર્વને તું સર્વથા ત્યાગ કર.” ( એવામાં સાગરસૂરિએ અષ્ટપુષ્પીને વિચાર પૂછ્યું. એટલે ગુરૂ કહેવા લાગ્યા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્યચર્ય, અપરિગ્રહ, રાગદ્વેષને ત્યાગ, ધર્મધ્યાન, અને શુકલધ્યાન–એ અષ્ટ પુષ્પોથી આત્માનું અર્ચન કરતાં મેક્ષની પ્રાપ્તિ થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust