________________ (42) શ્રી પ્રભાવક ચરિત્ર. પૂજનીય છે, એમની પવિત્ર પાદુકા લોકોએ પોતાના મસ્તક પર ધારણ કરવી જોઈએ તે લેક અને રાજાઓને હિતકારી વચન હું કંઈક નિવેદન કરવા માગું છું. તેથી જો તમારે મનુષ્ય-ગુરૂ ઉપર ભક્તિ હય, તે એક ચિત્તે સાંભળો–નગરમાં પ્રવેશ કરતાં ગુરૂના ચરણે જે માર્ગમાં પ્રતિબિંબિત થયા, તેને અન્ય સામાન્ય લેક ઓળંગે છે, એ મોટું પાપ છે, અને તેમાં ધર્મ તો અત્ય૯૫ છે, માટે છે મહામતિ ! એને કાંઈ વિચાર કરો.” આથી સરલ સ્વભાવને લીધે રાજાને પ્રતીતિ થતાં તે કહેવા લાગ્યા “અહો ! આ તો મોટું સંકટ આવી પડયું. એ ગુરૂ મહારાજ તો વિદ્વાન, તીર્થ રૂપ, સર્વને પૂજનીય અને મારા માતુલ રહ્યા, એટલે તેમને ચાતુર્માસ રાખીને હવે અન્ય સ્થાને મોકલી કેમ શકાય?” ત્યારે પુરોહિત બોલ્યા–“હે મહીનાથ ! હું તને એવો માર્ગ બતાવીશ કે જેમાં તારૂં હિત અને સુખ સમાયેલું હોય. વળી તેમ કરવાથી તેને ધર્મ અને યશ પ્રાપ્ત થશે તથા એ ગુરૂ પોતે સુખે ચાલ્યા જશે. નગરમાં સર્વત્ર એવી ઘોષણું કરાવો કે –“રાજાની આજ્ઞાથી રાજપૂજિત ગુરૂ મહારાજને શ્રેષ્ઠ આહાર વહોરાવવો. એટલે અનેષણયુક્ત આધાકમી આહાર જોઈને તે પોતે ચાલ્યા જશે. અને તેથી તેને કોઈ પ્રકારનો અપવાદ લાગવાને નથી.' પુરોહિતનું એ દંભયુક્ત વચન સાંભળતાં રાજાએ કહ્યું કે ભલે એમ થાઓ.” એટલે પુરોહિતે સંકેત પ્રમાણે સમસ્ત નગરમાં ઘાષણ કરાવીને રાજાની આજ્ઞા ફરમાવી. આથી આધાકમી આહાર મળતાં મુનિઓએ ગુરૂ મહા રાજને કહ્યું કે –“હે ભગવન સર્વત્ર મિષ્ટાન્ન આહારનીજ પ્રાપ્તિ થાય છે.” ત્યારે ગુરૂ બેલ્યા–આ ઉપસર્ગ વિરોધી તરફથી ઉપસ્થિત થયેલ લાગે છે. માટે સંયમનિર્વાહની ખાતર આપણે પ્રતિષ્ઠાન નગરમાં જઈએ. ત્યાં દઢ વ્રતધારી સાતવાહન રાજા જૈન છે.” પછી આચાર્ય મહારાજે ત્યાંના શ્રી સંઘ પાસે બે મુનિઓ મેકલ્યા; અને કહેવરાવ્યું કે અમે ત્યાં આવતાં શ્રી પર્યુષણ પર્વ કરવું.” હવે મુનિઓ ત્યાં ગયા અને શ્રી સંઘે તેમને માન આપ્યું. એટલે તેમણે શ્રી ગુરૂનો સંદેશ સંઘને કહી સંભળાવ્યો, ત્યાં શ્રી સંઘે પરમ હર્ષપૂર્વક ગુરૂનું વચન માન્ય કર્યું. પછી શ્રી કાલકાચાર્ય હળવે હળવે તે નગરમાં આવ્યા, ત્યારે સાતવાહન રાજાએ તેમને પ્રવેશ–મહોત્સવ કર્યો. , પછી શ્રી પર્યુષણ પર્વ નજીક આવતાં રાજાએ આચાર્યને વિનંતિ કરી કે - હે ભગવન ! ભાદરવા માસની શુકલ પંચમીના દિવસે આદેશમાં ઇદ્રધ્વજનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust