________________ શ્રી આરક્ષિત સુરિચરિત્ર. ( 23) ભાવથી તે વખતે જણાવ્યું કે “હે વત્સ! કચ્છ સહિત મારે વસ્ત્રપરિધાન રહે. કારણ કે પોતાના પુત્ર પુત્રી સમક્ષ નગ્ન કેમ રહી શકાય?” એમ સાંભળતાં ગુરૂ વિચારવા લાગ્યા કે–આ એનો વિચાર પિતાની મંદતાને સ્પષ્ટ કહી બતાવે છે. અથવા તો ભલે એમ થાય. હળવે હળવે હું એને સમાચારીમાં લાવીશ.” એમ ધારીતે તે બોલ્યા–“તમારી એ ઈચ્છા પૂર્ણ થાઓ. ત્યારે પુરોહિતે કહ્યું--તમારે વડિલ છું, તેથી મારો અભિપ્રાય તમને નિવેદન કરૂં છું કે--મારે ઉપનિહ, કમંડળ, છત્ર અને ઉપવીત (જનોઈ) એ બધાં સાધને રાખીને હું તમારું વ્રત લેવા માગું છું. તેમ કરતાં પગે અને માથે તાપ ન લાગે અને પવિત્ર રહી શકું. વળી એ સ્વીકારતાં જન્મ પર્યત તેને ત્યાગ કરી શકાશે નહિ.” ત્યારે અનિષિદ્ધ અનુમતિથી આચાર્યો તેને એ આગ્રહ કબલ રાખે. કારણ કે પિતાના પિતાને સ્વાધ્યાય-પાઠથી પોતાની મેળે જ શિખામણ મળતી રહેશે. હવે એકદા શ્રાવકના બાળકે, ગુરૂની શિક્ષાથી જિનમંદિરે જતાં સાધુઓને પ્રણામ કરવા પાસે આવ્યા, અને તેમણે છત્રધારી એક મુનિને મૂકીને બધા સાધુઓને વંદન કર્યું. પછી ઉપાશ્રયમાં આવતાં તેમણે ગુરૂને પૂછ્યું કે-– હું અવંઘ શા માટે ?' એટલે આચાર્ય બેલ્યા- હે તાત! એમ કાંઈ વંદનીય થવાય? તમે છત્રને ત્યાગ કરે. જ્યારે ઉષ્ણ તાપ લાગે, ત્યારે શિરપર વસ્ત્રને ધારણ કરજે.” ત્યારે પુત્રના નેહથી તેણે તેમ કરવા કબૂલ કર્યું અને છત્રને ત્યાગ કર્યો. એ રીતે સમજાવતાં આચાર્ય મહારાજે તેની પાદુકા પણ તજવી. પછી એક વખતે ગુરૂએ શિખામણ આપતાં પુરોહિત મુનિને કહ્યું કેતાત! તમે તાપ ન હોય તેવા સમયે બાહ્ય ભૂમિકાએ જાઓ છો અને પરિગ્રહરહિત છે, તે અજ્ઞ લોકોને દેખાડવાની ખાતર તમારે આ ઉપવીત શા માટે જોઈએ? કારણ કે આપણે ઉત્તમ બ્રાહ્મણ છીએ.” એમ કોણ નથી જાણતું ?" એમ હળવે હળવે આર્યરક્ષિતસૂરિએ તેને ગૃહસ્થ સંબંધી વેષ તજાવી દીધો. એવામાં એક વખતે પૂર્વની રીત પ્રમાણે બાળકોએ પુરોહિત મુનિને વસ્ત્ર માટે કહ્યું એટલે બ્રહ્મતેજથી દસ એવા તેણે બાળકોને જણાવ્યું કે –“હું નગ્ન થવાનો નથી, પૂર્વજો સહિત તમે મને ભલે વંદન નહિ કરજે. તે સ્વર્ગ પણ મને જોઈ નથી, કે જે તમારા પૂજનથી પ્રાપ્ત થાય.” એવામાં એક સાધુ સ્વર્ગવાસી થયા એટલે ગુરૂ મહારાજે તેને દેહ ઉપાડવા માટે સાધુઓને સંજ્ઞા કરી, ત્યારે ગીતાર્થ મુનિઓ તે મૃત દેહ ઉપાડવા માટે ગુરૂના વચને અહંપૂર્વિકાથી ઉતાવળ કરવા લાગ્યા. આ વખતે બાહ્ય કેપ બતાવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust