________________ (28) શ્રી પ્રભાવક ચરિત્ર. હું વાચનામાં વ્યગ્ર થવાથી મારે પોતાનો અભ્યાસ ભૂલી જાઉં છું તેનું ગુણ ન કરતાં વિઘ આવે છે, તેથી મને ભારે ખેદ થાય છે, તે હવે હું શું કરું? વળી તમે જ્યારે મને પિતાના ઘરે મોકલ્યો, ત્યારે મારા સ્વજનોએ ગુણ ન કરતાં મને અટકાવ્યો, તેથી તે વખતે પણ કંઈક અધ્યયન ખલિત થવા પામ્યું છે. હવે જે આપ એને વાચના અપાવશે, તે મારું નવમું પર્વ અવશ્ય વિસ્મૃત થઈ જશે. એમ સાંભળતાં આચાર્ય ચિંતવવા લાગ્યા કે - આવા બુદ્ધિશાળી મુનિ પણ જે આગમને ભૂલી જશે, તો બીજાથી તે કેમ ધારણ કરી શકાશે? માટે હવે મારે અનુગના ચાર વિભાગ કરી નાખવા; એમ ધારી અંગ, ઉપાંગરૂપ મૂળ ગ્રંથને છેદ કરીને તેમણે ચરણકરણનુયોગ કર્યો. ઉત્તરાધ્યયનાદિ ધર્મકથાનુગ, સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમુખ ગણિતાનુયોગ અને દષ્ટિવાદ તે દ્રવ્યાનુયોગ-એમ ચાર અનુગ બનાવીને આચાર્ય મહારાજે વિધ્યસૂરિને માટે સૂત્રની વ્યવસ્થા કરી. એ ચારે અનુગ પૂર્વે એક સૂત્રમાં હતા. . . . . - એક વખતે શ્રી આર્ય રક્ષિતસૂરિ મથુરા નગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યં. તરના મંદિરમાં ઉતર્યા. એવામાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને વંદન કરવા શકેંદ્ર ગયે અને તેણે એક મનથી ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રસંગોપાત પ્રભુએ ત્યાં તત્વથી નિગદની વાત કહી સંભળાવી. એટલે ઈદ્ર પ્રશ્ન કર્યો કે હે ભગવન ! ભરતક્ષેત્રમાં નિદનું સ્વરૂપ જાણનાર કેણું છે?” ' ત્યારે પ્રભુ બોલ્યામથુરા નગરીમાં આયરક્ષિતસૂરિ મારી જેમ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે, એમ સાંભળતાં ઈદ્ર વિસ્મય પામે. ભગવંતના વચનપર જોકે ઈંદ્રને શ્રદ્ધા હતી, તથાપિ આશ્ચર્યને માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને તે તુરત ગુરૂ પાસે આવ્યા. તે વખતે તેના બંને હાથ પૂજતા હતા. કાશપુષ્પ સમાન તેના વેત કેશ હતા, લાકડીના આધારે તેણે શરીર ટેકવી રાખ્યું હતું, શ્વાસન પ્રસાર તેને સ્પષ્ટ જણાતો હતો અને તેની આંખમાંથી ચેતરફ પાણી ગળી રહ્યું હતું. એવા રૂપધારી ઈદ્દે તેમને નિગોદનાજીને વિચાર પૂછે એટલે સૂરિ મહારાજે તેને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળતાં ઈદ્ર ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેમના જ્ઞાનનું માહાસ્ય જાણવાની ઈચ્છાથી તેણે પોતાનું આયુષ્ય પૂછ્યું. ત્યારે શ્રતના ઉપયોગથી ગુરૂ ચિંતવવા લાગ્યા કે– આનું આયુષ્ય પક્ષ, માસ, વરસ,. સેંકડો વરસો, હજારે વરસે, સેંકડે પલ્યોપમ કે સાગરોપમથી પણ સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરોપમથી તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરૂ બોલ્યા કે– તમે સેધમે મારી પરીક્ષા કરવા ઈચ્છે છે?” એટલે મનુષ્ય જોઈ શકે તેવું. પોતાનું રૂપ પ્રકાશમાં ઈદ્ર યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યો અને પછી તે પોતાના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust