________________ શ્રી આનંદિતરિ ચરિત્ર. (33) એવામાં પાદશાચ કરીને પાછી આવેલ વેરદ્યાએ ઘટમાં જોયું તો પાયસ ન મળે. તેમ છતાં તેણે શોક કે કેપ ન કર્યો, પણ તે સતી આ પ્રમાણે કહેવા લાગી—“જેણે આ પાયસનું ભક્ષણ કર્યું, મારી જેમ તેને મનોરથ પૂર્ણ થાઓ.” એમ શાંત અંત:કરણથી તેણે આશિષ આપી. હવે અહીં નાગેની કાંતાએ પોતાના પતિ આગળ પાયસ–ભક્ષણની વાત નિવેદન કરતાં તેણે અવધિજ્ઞાનથી બધું જાણુને પોતાની પ્રિયાની અવગણના કરી, જેથી પોતે પશ્ચાત્તાપ પામતી અને વૈદ્યાની ક્ષમાથી રંજિત થયેલ તે નાગકાંતાએ ગૃહની સત્તા ધરાવનાર પદ્મયશાને એવું સ્વન આપયું કે હું અલિંજર નાગૅદ્રની પ્રિયા છું. અને વૈદ્યા મારી પુત્રી તુલ્ય છે. તે એનો દેહલો પૂર્ણ કરવાને તું એને પાયસ આપજે, અને વળી મારૂં વચન તેને સંભળાવજે કે હું તારા પીયર તુલ્ય છું. તેથી તારી સાસુને પરાભવ અવશ્ય નિવારણ કરીશ.' પછી પાયશાએ તે પવિત્ર પ્રમદાને પાયસનું ભેજન કરાવ્યું. એટલે પોતાને દહદ પૂર્ણ થવાથી વેરોઘા મનમાં ભારે સંતુષ્ટ થઈ. હવે સમય આવતાં તેણે એક અદ્દભુત પુત્રને જન્મ આપે, તે વખતે નાગકાંતાએ પણ એક સે નાગપુત્રને જન્મ આપે, એટલે તેમાં સૂર્ય સમાન તે બધા વૃદ્ધિ પામવા લાગ્યા. - એવામાં પુત્રનું નામ રાખવાનો દિવસ આવતાં વૈદ્યાએ નાગકાંતાને યાદ કરી, એટલે માતાના આદેશથી તે બધા નાગકુમારે બોલ્યા-આપણે તેણીના પિતૃપક્ષના છીએ” એમ પ્રતિજ્ઞા લેતા તે નાગકુમારો હર્ષથી મનુષ્ય લેકમાં તેણીના ઘરે આવ્યા. તેમાં કેટલાક ગજારૂઢ હતા, કેટલાક અન્ધારૂઢ હતા, કેટલાક સુખાસન-પાલખીમાં બેઠા હતા. વૈક્રિયના અતિશયથી વિવિધ રૂપ કરીને આવેલા તે નાગકુમારોએ તેના ઘરને, પળને અને નગરને પણ સંકીર્ણ કરી મૂકયું. આ વખતે કેટલાક બાળનાગ એક ઘટમાં નાખી, તેનું મુખ ઢાંકીને નાગરમણીએ વૈદ્યાની રક્ષા માટે મોકલ્યા હતા. હવે શોભાથી અદ્દભુત વહુનું પિતૃકુળ ત્યાં આવતાં તેની સાસુ સ્નાનાદિકથી તેને સત્કાર કરવા લાગી. અહો ! લેકમાં લક્ષમીવંતનો પક્ષજ વિજયી અને શ્રેષ્ઠ ગણાય છે. આથી જે પૂર્વે વૈરેવા તેણીના અપમાનનું પાત્ર થઈ હતી, તે હવે ગૈરવનું સ્થાન થઈ પડી. એવામાં મહોત્સવના કામથી વ્યગ્ર બનેલ કેઈ દાસીએ ચુલા પર રહેલા થાળી પર પેલે નાગઘટ મૂકી દીધું. તે જેઈ વ્યાકુળ થયેલ વૈદ્યાએ તે ઉતારી નાખ્યું અને જનનીના વાક્યથી સ્નાન કરીને કેશના જળથી તેને અભિષિક્ત કર્યો એટલે તેના પ્રભાવથી તે સ્વસ્થ થઈ ગયા, પણ તેમાં એક બાળનાગ, જળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust