________________ ૪૪છે (3) શ્રી પ્રાર્થનંતિત્તરિ-ગવંધ. આર્યરક્ષિતસૂરિના વંશના અને સંસાર-અરણ્યથી પાર ઉતારવામાં સાર્થવાહ સમાન એવા શ્રી આર્યનંદિલસૂરિ તમને પાવન કરે. અષ્ટ નાગકુળ જેમની આજ્ઞાને શિરસાવંઘ કરી એવા શ્રી આર્ય નદિલ સ્વામીના ગુણેનું વર્ણન કરવાને કણ સમર્થ છે? ક્ષમાના ઉપદેશથી જેમના પ્રસાદે વૈધા નાગૅદ્ર-દેવી થઈ કે જે નામ મંત્રથી વિષને દૂર કરે છે. ભારે આદરપૂર્વક હું તેમનું કંઈક ચારિત્ર કહું છું. ચંદ્રમાના પ્રસાદથી મૃગ શું આકાશને પામી શકતો નથી ? કલ્યાણના નિધાનરૂપ એવું શ્રી પદ્મિનીખંડ નામે નગર કે જે પશ્વિનીસમૂહથી શોભતા એવા સરોવરથી વિરાજિત હતું. ત્યાં સમસ્ત શત્રુ પક્ષને ત્રાસ પમાડનાર અને પદ્મ સમાન મુખવાળો એ પદ્મપ્રભ નામે રાજા હતો. સેંકડે કાંતાઓમાં શિરોમણિ અને પિતાની દેહશોભાથી ઈંદ્રાણીને પણ જીતનાર એવી પદ્માવતી નામે તેની રાણી હતી. અગણિત લક્ષમીના પાત્રરૂપ, શ્રેષ્ઠ કળાઓના નિધાનરૂપ અને યાચકેરૂ૫ ચાતકોને સંતુષ્ટ કરવામાં મેઘ સમાન એવો પદ્યદત્ત નામે ત્યાં એક પ્રખ્યાત શ્રેષ્ઠી હતા. તેને રતિ સમાન રૂપવતી પદ્મયશા નામે પત્ની હતી. તેમને ઇંદ્રકુમાર સમાન પદ્ય નામે પુત્ર હતા. પદ્મને સમસ્ત કળામાં નિપુણ માનીને વરદત્ત સાથે વાહે તેને પોતાની વૈધા નામે પુત્રી પરણાવી. એકદા વનના દાવાનળથી દુસ્સહ તથા જગતના પામર પ્રાણીઓને અકલ્યાગુરૂપ એ દુષ્કાળ આવી પડતાં પિતાના પુણ્યની પ્રબળતાનો ક્ષય થવાથી સાથે આવનાર પ્રત્યે નિર્દોષ ભાવથી વર્તનાર એ વરદત્ત પોતાના પરિવાર સાથે અન્ય નગરમાં ચાલ્યો ગયો. ત્યારથી પિતાની તુચ્છ પ્રકૃતિને લીધે વૈધાની સાસુ, અત્યંત શુશ્રુષા પામતાં પણ વેરોદ્યાને પિતૃગૃહ રહિત સમજીને તે વારંવાર તેની અવજ્ઞા કરવા લાગી. કારણ કે રૂપ, શોભા, ધન, તેજ, સૌભાગ્ય અને મોટાઈ–એ બધું સ્ત્રીઓને પિતાના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust