________________ શ્રી આરક્ષિત સુરિ ચરિત્ર. ત્યારે આચાર્ય બાલ્યા- અમારા ધર્મમાં જેવું ધ્યાન છે, તેવું અન્ય ધર્મોમાં નથી. આ તમારો પુષ્પમિત્ર ધ્યાનથી જ દુર્બળ દેખાય છે. એટલે તેમણે જણાવ્યું–મધુર આહારના અભાવે એનામાં કૃશતા આવી હશે.” ગુરૂએલ્યા–“વૃદ્ધ પુરૂષોના પ્રસાદથી એ મુનિ પુષ્કળ ધૃતનું ઈચ્છાનુસાર ભોજન કરે છે, પણ શાસ્ત્ર–ગુણનાને લીધે એ કૃશ રહે છે.' ત્યારે બેઢો કહેવા લાગ્યા–“તમને એટલું બધું વૃત કયાંથી મળે?” ગુરૂએ કહ્યું–“પુષ્પમિત્ર પુષ્કળ ધૃત લાવે છે. જે એ બાબતમાં તમને વિશ્વાસ ન આવતો હોય, તો એને તમારા ઘરે લઈ જાઓ, અને કેટલાક દિવસ એને સ્નિગ્ધ આહારનું ભોજન કરાવે એટલે સત્ય હકીકત તમે પોતે સમજી શકશે. વળી એની દુર્બળતાનું કારણ પણ તમારા જાણવામાં આવી જશે.” એટલે બદ્ધ સંબંધીઓએ પુષ્પમિત્ર મુનિને આમંત્રણ કરતાં પણ ગુરૂની આજ્ઞાથી તે તેમના ઘરે ગયા. ત્યાં તેમણે સ્નિગ્ધ આહારથી તેનું પિષણ કર્યું, છતાં તેની કૃશતા કાયમ જ રહી. નિરંતર અભ્યાસમાં તન્મય હોવાથી રસના આસ્વાદને પણ તે જાણતા ન હતા. આથી સ્વજને વિચારવા લાગ્યા કે એને સ્નિગ્ધ આહારથી પોષવું, તે તે ભસ્મમાં હોમ કરવા બરાબર છે.” એટલે તે વધારે આહાર આપવા લાગ્યા, છતાં મુનિ તે તેવા કુશળ રહ્યા. ત્યારે ઉત્કૃષ્ટ આહાર આપતાં તેમણે મુનિને અધ્યયન કરતા અટકાવ્યા, જેથી તે પૂર્વે હતા તેવા શરીરે પુષ્ટ દેખાવા લાગ્યા. આથી તેમને પ્રતીતિ થઈ, પછી મુનિએ પોતાના સ્વજનેને પ્રતિબોધ પમાડ્યા, અને પોતે ગુરૂ પાસે આવ્યા. ત્યાં શાંત ચિત્તથી તે રહેવા લાગ્યા. વળી તે ગચ્છમાં ચાર પ્રાજ્ઞ મુનિવરે હતા. તે દુર્બળ પુપમિત્ર, વિંધ્યમુનિ, ફગુરક્ષિત અને શુક્રાચાર્યના ધર્મશાસ્ત્રને જીતનાર ગેઝમાહિલ એવા નામથી વિખ્યાત હતા. તેમનામાં બુદ્ધિશાળી વિંધ્યમુનિએ ગુરૂને વિજ્ઞપ્તિ કરી કે હે ભગવાન! અનુયોગની મોટી મંડળીમાં પાઠના ઘોષથી મારો શ્રત પાઠ ખ્ખલિત થાય છે, માટે મને અલગ પાઠ આપે. ત્યારે ગુરૂ બોલ્યા હું પિતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મોટી વ્યાખ્યાન-મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરૂં? માટે મહામતિ ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે, તેમની પાસે શીધ્ર અભ્યાસ કરે. એ પ્રમાણે કેટલાક દિવસ ચલાવ્યા પછી તે વિધ્ય અધ્યાપક અંજલિ જેડીને ગુરૂને એકાંતમાં કહેવા લાગ્યા કે હે પ્રભે ! મારું એક વચન સાંભળે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust