________________ શ્રી આરક્ષિતરિ ચરિત્ર. (25) મારૂં વચન સાંભળો–જે તમે ઘણું દિવસ બહાર રહ્યા હતા, તે અકાળે પણ મેં અવશ્ય પ્રાણેને તજી દીધા હતા. તમે આજ્ઞા કરેલ હોવા છતાં આ મુનિઓ મારી વાત સાંભળતા નથી; હે પ્રભો ! તેઓ આમ શા માટે કરે છે, તે હું સમજી શકતા નથી એ પ્રમાણે સાંભળતાં ગુરૂ કૃત્રિમ ક્રોધ બતાવીને શિષ્યને કહેવા લાગ્યા કે–“તમે આટલે વખત પિતાને ભેજનનું નિમંત્રણ કેમ ન કર્યું ?' ત્યારે શિષ્ય બોલ્યા- હે સ્વામિન ! આપના વિના અમારૂં મન શૂન્ય બની ગયું હતું, તેથી એ વૃદ્ધ મુનિને અમે ભૂલી ગયા. એ અમારી બાળચેષ્ટાને આપ ક્ષમા કરો.” આ તેમનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ સોમદેવને કહેવા લાગ્યા –“હે તાત ! મારૂં વચન સાંભળે–પરની આશા ન કરવી. કારણ કે તે પરાભવના મૂલ કારણરૂપ છે. તમારા માટે આહાર લેવા અમે પોતે જઈશું. એમની આગળ એવી બાબત શું કહેવી ? તેમ કહેવાથી તે પ્રગટરીતે લજજા ઉન્ન થાય છે, એમ કહેતાં પિતે ઉઠી, પોતાના પાત્ર લઈને ગુરૂ મહારાજ ભિક્ષા લેવા ચાલ્યા. એવામાં વૃદ્ધ મુનિ સાહસથી બોલી ઉઠયા કે –“હું પિતેજ ભિક્ષા લેવા જઈશ. હે વત્સ ! હું હાજર હોવા છતાં ગચ્છપતિ તમે શું ભિક્ષા માટે ભ્રમણ કરશે ?" ત્યારે ગુરૂએ તેને અટકાવ્યા છતાં પુરોહિત મુનિ તરત. ઉત્સાહપૂર્વક પાત્ર લઈને ભિક્ષા લેવા ચાલ્યા અને એક શ્રેણીના ઘરે ગયા. ત્યાં ભિક્ષાની શિક્ષા પામેલ ન હોવાથી તે ઘરના પાછલા દ્વારથી પેઠા એટલે ગૃહપતિએ કહ્યું કે - તમે ઘરના મૂળ દ્વારથી કેમ ન આવ્યા?” એટલે તેણે જણાવ્યું કે–“હે ધાર્મિકા લક્ષ્મી તે અહીં પાછળના દ્વારથી પણ આવે?” - એમ સાંભળતાં તે ગૃહસ્થ વિચાર કર્યો કે-આ મુનિ તાત્કાલિક બુદ્ધિવાળા છે; એમ ધારી સંતુષ્ટ થયેલ તેણે મુનિને બત્રીશ મેદક હરાવ્યા. પછી ઉપાશ્રયમાં આવીને મુનિએ સૂરિ પાસે આલોચના કરી. ત્યાં ગુરૂએ આ પ્રથમ લાભમાં શકુનને વિચાર કર્યો કે– મારા બત્રીશ શિષ્ય થશે, પછી તેમણે સોમદેવને પૂછયું કે –“હે તાત! રાજભવનમાં જે તમને ધન પ્રાપ્ત થાય, તે તેને ઉપભોગ લેતાં બાકી રહેલ ભાવથી તમે કોને આપો?” ત્યારે પુરોહિત મુનિ બોલ્યા–“હે વત્સ!તે ઉત્કૃષ્ટ ગુણધારી વેદજ્ઞ બ્રાહ્મણોને આપું. કારણ કે સત્પાત્રને આપવામાં આવેલ લક્ષમી સુકૃતના સ્થાનરૂપ થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust