________________ શ્રી આર્ય રક્ષિતરિ–ચરિત્ર. ( 21 ) ત્યારે માતા કહેવા લાગી “હે ભદ્ર! હું તારા ઓવારણા લઉં અને એ વચનને માટે બળિદાનરૂપ થઈ જાઉં. કયાં છે તે મારે આર્યરક્ષિત પુત્ર? આ સમયે હું એવી પુણ્યવતી કે તે પુત્રનું મુખ જવા પામીશ.” એમ તે બેલતી હતી, તેવામાં આર્યરક્ષિત સૂરિ તેની આગળ આવીને ઉભા રહ્યા. એટલે મુનિ વેશધારી તેમને આદરપૂર્વક જોઈને રૂદ્રમાનું શરીર હર્ષથી અત્યંત રોમાંચિત થઈ ગયું. એવામાં પુત્રના સ્નેહથી મેહિત થયેલ અને તેને મળવાને આતુર એવો સોમદેવ પુરહિત પણ ત્યાં આવ્યો અને તેણે આર્ય રક્ષિતને દઢ આલિંગન દઈને જણાવ્યું કે - હે વત્સ ! પ્રવેશ મહોત્સવ વિના શીઘ્ર તું કેમ ચાલ્યા આવ્યો ? હું ઠીક જાણ્યું. વિરહાત એવી પોતાની માતાને મળવાની તને ભારે ઉત્કંઠા થઈ હશે. હે પુત્ર! હજી પણ તું બહારના ઉદ્યાનમાં જા, કે જેથી હું રાજાને નિવેદન કરીને નગરના ઉત્સાહ અને ઉત્સવપૂર્વક તારો પ્રવેશ કરાવું. પછી ઘરે આવતાં સાધુવેશને તજી અવ્યગ્ર બની ઘર માંડીને ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવજે. એક યાજ્ઞિકના કુળમાં ઉત્પન્ન થયેલ રૂપ–વન સંપન્ન અને તારામાં અનુરાગ ધરનારી એવી તને ઉચિત કન્યાની મેં આગાઉથી જ શોધ કરી રાખી છે. શાસ્ત્રીય વિધિ પ્રમાણે મહોત્સવપૂર્વક તું તેને પરણુજે, કે જેથી તારી માતા સાંસારિક જૈતુકને સ્વાદ ચાખે. વળી દ્રવ્યોપાર્જન કરવાની તો તારે કઈ જાતની ચિંતાજ ન કરવી, કારણ કે સાત કુળ (પેઢી) ચાલે, તેટલું ધન મને રાજાએ આપેલ છે. તું ઘરનો કારભાર માથે લઈ લે, એટલે સંસારના સ્વરૂપને જાણનારા એવા અમે વાનપ્રસ્થ આશ્રમને આશ્રય લઈએ. ' એ પ્રમાણે સાંભળતાં આર્યરક્ષિત મુનિ બોલ્યા–“હે તાત ! તમને મોહનો વાત (વાયુ) ચડે છે. શાસ્ત્રોના દુધર ભારને તમે એક મજુરની જેમ વહન કરે છે. પિતા, માતા, બ્રાતા, ભગિની, સ્ત્રી અને પુત્ર પુત્રીઓ તે સંસારમાં ભવભવ તિર્યંચને પણ ઉત્પન્ન થાય છે, તે તેવા સ્વરૂપને જાણનાર પુરૂષને તેમાં હર્ષ કે? વળી રાજાના પ્રસાદથી પણ ગર્વ શો કરવાનો હતો? કારણ કે તેને નોકરી બજાવતાં વખતસર પ્રાપ્ત થાય છે, તેમજ બહુ ઉપદ્રવથી ઓતપ્રોત એવા દ્રવ્યમાં પણ આસ્થા લાવવી શા કામની ? પરંતુ રનની જેમ આ મનુષ્યજન્મ જ દુર્લભ છે. તે વિનશ્વર અને અવકર-નિર્માલ્ય તુલ્ય એવા ગૃહસ્થાશ્રમના મોહમાં તેને કો સુજ્ઞ નિષ્ફળ બનાવે ? એટલે તેની પરીક્ષા કરીને તેનો ત્યાગ કરતાં મેં આહતી દીક્ષા ધારણ કરી છે. તે સપના શરીરની જેમ તજી દીધેલા ભેગનો હું પુનઃ આદર કરવાનો નથી. વળી હે તાત! દષ્ટિવાદ પણ હું હજી પૂર્ણ ભણી શકો નથી. તે હું શી રીતે ગ્રહવાસમાં પડું? ખરેખર ! પુરૂષોને પોતાની પ્રતિજ્ઞાને ત્યાગ કર દુષ્કર છે. તેમ છતાં જો તમારે મારા પર મોહ હોય, તો તમે બધા દીક્ષાને ધારણ કરે, કારણકે બ્રમથી સાકર ખાવામાં આવે, તો પણ તે પિત્તના ઉપદ્રવને શાંત કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust