________________ ૧૦ર શ્રી પ્રભાવકચરિત્ર. સિદ્ધરાજે છેષ ધારણ કર્યો. એટલું જ નહિ પણ તેને વધ કરાવવા સુધીની હદે તે ૫હે. કુમારપાલને આ વાતની ખબર પડતાં જ તે ઘરથી ભાગી ગયો અને વેષ બદલીને છાને રહેવા લાગ્યો. એક-બે વાર તો કુમારપાલ સિદ્ધરાજનો શિકાર થતો થતો એના હિતૈષીયોની સહાયતાથી બચી ગયો હતો. આ સંકટમાં આચાર્ય હેમચન્દ્ર એક વાર પાટણમાં કુમારપાલને પોતાના ઉપાશ્રયમાં સંતાડી રાખ્યો હતો અને એક વાર ખંભાતમાં શ્રાવક પાસેથી 32 બત્રીશ દ્રમ્મ અપાવીને એની મદદ કરી હતી. કુમારપાલે પણ પિતાને સંકટમાં મદદ કરનાર દરેક વ્યક્તિની રાજ્ય પ્રાપ્તિ પછી યોગ્ય કદર કરી હતી. સં. 1199 માં સિદ્ધરાજ જયસિંહ પરલોકવાસી થયો અને કુમારપાલ રાજગાદી ઉપર બેઠો. કુમારપાલે ગાદીએ બેસીને સપાદલક્ષ (અજમેરની આસપાસને દેશ)ના રાજા અર્ણોરાજ (અજમેરના આના) ઉપર 11 વાર ચઢાઈ કરી, પણ તેને સફલતા મલી નહિ. આથી તેણે પિતાના મંત્રી વાલ્મટને પૂછ્યું કે “એવો કે દેવ છે કે જેની માનતા કરીને જવાથી આપણું જીત થાય ?' ઉત્તરમાં વાલ્મટે પિતાના પિતા મંત્રી ઉદયને કરેલ શત્રુ જય તીર્થના જીર્ણોદ્ધારના સંકલ્પ અને લડાઇમાં દેહાન્ત થતાં પહેલાં તે માટે કીતિપાલ દ્વારા પોતાને કહેવરાવેલ સંદેશનું વર્ણન કરીને કહ્યું કે પિતાનું ઋણ તો હું શત્રુંજયને ઉદ્ધાર કરાવીશ ત્યારે ઉતરશે, પણ હવણાં હે નગરમાં એક દેહરી કરાવી છે અને મહારા મિત્ર શ્રી છડડૂક શેઠે તેમાં જ એક ખત્તક (ગોખલ ) કરાવીને તેમાં શ્રી અજિતનાથની પ્રતિમા આચાર્ય હેમચન્દ્રના હાથે પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપના કરી છે. તે પ્રતિમા ઘણી ચમત્કારિક છે, જે સ્વામી એ પ્રતિમાની માનતા કરીને પ્રયાણ કરે તો અવશ્ય સફલતા મલી શકે જે તે પછી કુમારપાલ તે મંદિરમાં ગયો અને મૂલનાયક પાર્શ્વનાથને નમસ્કાર કરી અજિતનાથના દર્શનાર્થે ગયો અને લડાઇની સફલતા માટે માનતા પ્રાર્થના કરી અને તે પછી રાજાએ 12 મી વાર અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી. વચમાં ચન્દ્રાવતીના રાજા વિક્રમસિંહ રાજાને મારી નાખવા કાવતરું રચ્યું હતું પણ તેમાંથી તે બચી ગયો, આ વખતે તેણે લડાઈમાં અર્ણોરાજને જીત્યો ને તેનું નગર લુંટયું, છેવટે તેની આજીજીથી કુમારપાળે અર્ણોરાજને યોગ્ય શિક્ષા કરીને પાટણ તરફ પ્રયાણ કર્યું. વળતાં વિક્રમસિંહને કેદ કરીને ગાદી ઉપર તેના ભાઈ રામદેવના પુત્ર યશોધવલને સ્થાપન કર્યો અને તે પછી કુમારપાલે ઉત્સવ પૂર્વક પાટણમાં નગર પ્રવેશ કર્યો. આ પ્રસંગ વિક્રમ સંવત 1207 ની આસપાસ બનવા પામ્યો હતો. આ બનાવ પછી રાજાકુમારપાલે જૈનધમેના ઉપદેશક ગુરૂના સંબન્ધમાં વાગભટને પ્રશ્ન કર્યો અને તેના ઉત્તરમાં મંત્રી બાહડે આચાર્ય હેમચન્દ્રનું નામ જણાવ્યું, રાજાએ વાક્ષટદ્વારા આચાર્યને બોલાવીને જૈનધર્મનું શ્રવણ કર્યું અને પિતે માંસ નિવૃત્તિ આદિ નિયમ ગ્રહણ કર્યા. એ પછી રાજા જૈન સિદ્ધાન્તોનું અધ્યયન કરીને ધીરે ધીરે ખર જૈન બનતો ગયો. 32 દાંતોની શુદ્ધિ માટે 32 જૈન મંદિર પિતાના પિતાના પુણ્યાર્થે ત્રિભુવનપાલ વિહાર ચૈત્ય અને બીજા અનેક જિન ચૈત્યો કરાવ્યાં. સં. 1213 માં વાગભટે કુમારપાલની આજ્ઞાથી શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust