________________ ( 10 ) શ્રી પ્રભાવચરિત્ર. હવે ગુરૂ મહારાજે સ્વર્ગ–ગમન કરતાં શ્રી વજસ્વામી પ્રભુ પાટલીપુત્ર નામના નગરના ઉદ્યાનમાં આવીને સમોસર્યા. ત્યાં એકદા તેમણે પોતાનું કુરૂપ બનાવીને ધર્મનું વ્યાખ્યાન આપ્યું. ત્યારે લોકો કહેવા લાગ્યા કે –“અહે! આ ગુણને અનુરૂપરૂપ નથી.” પછી બીજે દિવસે સુંદર રૂપથી તેમણે ધર્મોપદેશ કર્યો. એટલે કે કહેવા લાગ્યા કે–“અહો ! નગરને ક્ષોભ ન થાય, એવા ભયથી આચાર્ય મહારાજે પોતાનું કુરૂપ બનાવ્યું હતું. હવે અહીં સાધ્વીઓ પાસે વાસ્વામીના ગુણગ્રામના ગાનથી ધનશ્રેણીની રૂકમણી નામે કન્યા પ્રથમથી જ તેમના ભારે આદરયુક્ત અનુરકત થઈ બેઠી હતી. તેણે પોતાના પિતાને જણાવ્યું કે “હે તાત! મારું એક સત્ય વચન સાંભળે. મને શ્રીવાસ્વામી સાથે પરણાવ, નહિ તો મારે અગ્નિનું શરણ લેવું પડશે.” એટલે પિતાની પુત્રીના આવા આગ્રહથી શતકોટિ ધન સહિત પોતાની પુત્રીને લઈને ધન શેઠ વજી સ્વામી પાસે આવ્યો ત્યાં અંજલિ જોડીને તેણે સૂરિને વિનંતિ કરી કે– તમને મારી પુત્રી પતિ કરવાને ઈચ્છે છે. એ રૂપ અને યવનયુક્ત છે, માટે એને સ્વીકાર કરે, તેમજ જીવન પર્યત દાન અને ભેગથી પણ ક્ષીણ ન થાય, તેટલું આ ધન ગ્રહણ કરે. હું તમારા ચરણે ધઉં છું.” એમ સાંભળતાં શ્રીવાસૂરિ કહેવા લાગ્યા કે—“હે શ્રેષ્ટિન ! તમે તો સરલ લાગો છે. પોતે સાંસારિક બંધનમાં બંધાઇને દૂર રહેલા બીજાઓને પણ બંધનમાં નાખવા ઈચ્છે છે. વળી હે ભદ્ર! રેગુંથી રત્નરાશિ, તૃણથી કલપવૃક્ષ, ગોંડુક્ક. રથી ગજેંદ્ર, કાકથી રાજહંસ, માતંગગૃહથી રાજ મહેલ અને ક્ષાર જળથી અમૃતની જેમ કુદ્રવ્ય અને વિષયાસ્વાદથી તમે મારા તપનું હરણ કરવા ઈચ્છો છો. વિષયો તે તરત અનાયાસે ઈદ્રિયોને વિકસિત કરે છે અને મહા ભેગોયુકત ધન તે કેવળ આત્માને બંધનમાં જ નાંખે છે. તે એ તમારી પુત્રી જે મારામાં અનુરકત હોય અને છાયાની જેમ મને અનુસરવા માગતી હોય, તો મેં સ્વીકારેલ જ્ઞાન-દર્શન યુકત વ્રતને ધારણ કરે.” એ પ્રમાણે સાંભળતાં અભિલાષારૂપ વિષ દૂર થવાથી રૂકિમણું પ્રતિબોધ પામી અને સંયમ લઈને તે સાધ્વીઓની પાસે રહી. તે વખતે આચારાંગસૂત્રમાં રહેલ મહાપરિજ્ઞા નામના અધ્યયનમાંથી શ્રી વાસ્વામીએ આકાશગામિની વિદ્યા ઉધૂત કરી. એવામાં એકદા વૃષ્ટિના અભાવે ત્યાં ભયંકર દુષ્કાળ આવી પડયો, જેથી પૃથ્વી પર સચરાચર પ્રાણીઓનો અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સીદાતા શ્રી સંઘે આવીને શ્રી વાસ્વામીને નિવેદન કર્યું કે–“હે સ્વામિન્ ! અમારૂં રક્ષણ કરે.” એટલે શ્રીવાજસૂરિએ તેમની એ વાત ધ્યાનમાં લીધી. પછી તરતજ હર્ષપૂર્વક એક પટ વિસ્તારી તેનાપર શ્રી સંઘને બેસારીને તે ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશ માર્ગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust