________________ શ્રી વજસ્વામી ચરિત્ર ( 11 ) ગયો હતે. એટલે પાછળથી તેણે આવીને કહ્યું કે હે પ્રભે ! મારો પણ ઉદ્ધાર કરે.” ત્યારે વજસૂરિએ તેને પણ સાથે લઈ લીધો. પછી તરતજ એક સુખી દેશમાં આવેલ મહાપુરી કે જ્યાં બાધ ધર્માનુયાયી રાજા અને લોકો વસતા હતા, ત્યાં બધા આવી પહોંચ્યા, એટલે સુકાળ અને રાજ્યના સુખથી શ્રી સંઘ ત્યાં સુખ પૂર્વક રહેવા લાગ્યો. એવામાં સર્વ પર્વોમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ પર્વના દિવસો આવ્યા. ત્યારે રાજાએ પ્રતિકૂલ થઈને પુષ્પને નિષેધ કર્યો એટલે જિનપૂજની ચિંતામાં આકુળ વ્યાકુળ થઈને શ્રી સંઘે વજસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી સુરૂશિરેમણિ અને ઉજવળ કીર્તિધારી એવા શ્રી વજસ્વામી આકાશમાગે ઉડીને માહેશ્વરી નગરી પર આવ્યા. ત્યાં તેમના પિતાને મિત્ર એક ગુણજ્ઞ માળી બગીચામાં હતે. તે કુલસિંહ નામના આરામિક શ્રી વજસ્વામીને જઈ વંદન કરીને કહેવા લાગ્યો–“હે નાથ! મને કંઈક કાર્ય ફરમાવે.” ત્યારે ગુરૂ બોલ્યા- હે આર્ય! સુંદર પુષ્પોનું મારું કામ છે, તે કરી આપે.” " એટલે માલિકે કહ્યું - તમે પાછા ફરે, ત્યારે લેતા જજે.” એમ સાંભળી વજસૂરિ ત્યાંથી શુદ્ર હિમવંત પર્વત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભરૂ૫ આશિષથી તેને આનંદ પમાડીને તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. એટલે લક્ષમીદેવીએ પોતાના હાથમાં રહેલ સહસ્ત્રપત્ર કમળ જિનપૂજાને માટે તેમને અર્પણ કર્યું. તે લઈને વજસ્વામી પિતાના મિત્ર પાસે આવ્યા. તેણે વિશ લાખ પુષ્પો તેમને અર્પણ કર્યા. તે બધાં વૈકિય વિમાનમાં લઈને સૂરિ પિતાના નગરમાં આવ્યા. ત્યાં જંભક દેવતાઓએ આકાશમાં રહીને સંગીત–મહોત્સવ કર્યો, એટલે દિવ્ય વાજિંત્રો વાગતાં આકાશ એક શબ્દમય થઈ ગયું. એવામાં ઓચ્છવ કરતાં દેવને પિતાની ઉપર આવતા જોઈને લેકે ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે –“અહો ! આપણા ધર્મનો મહિમા તે જુઓ, કે દેવતાઓ આવે છે.” ત્યાં તો દેવો તેમના દેખતાં જિનમંદિરમાં ચાલ્યા ગયા. પછી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને શ્રાવકે બધા પરમ પ્રમોદ પામ્યા અને પર્યુષણ પર્વના દિવસે શ્રીગુરૂ મહારાજ પાસે તેમણે ધર્મોપદેશ સાંભળે. આ ચમત્કાર જોઈ રાજા સંતુષ્ટ થઈને ગુરૂ મહારાજ પાસે આવ્યો. એટલે વજસૂરિએ તેને પ્રતિબોધ પમાડ, જેથી બૈદ્ધ લેકે બધા અધોમુખ થઈ ગયા. ' હવે એકદા સ્વામી વિચરતા વિચરતા દક્ષિણ દિશામાં ગયા. ત્યાં કોઈ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યો. તે વખતે લેગ્મરોગને દૂર કરવા માટે તેઓ સુંઠનો કટકો લાવ્યા અને વાપરતાં બાકી રહેલ તે સુંઠનો કટકો તેમણે પોતાના કાનપર મૂકી દીધું. પછી સંધ્યાકાળે પડિલેહણ કરતાં મુહપત્તીથી III P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust