________________ ( 18 ) શ્રી પ્રભાવચરિત્ર. પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાલધર્મને પામ્યા. એટલે આર્ય રક્ષિત શ્રીવાસૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા; એવામાં અહીં વાસ્વામીએ સ્વમ જોયું અને પોતાના શિષ્યને તેમણે જણાવ્યું કે–“આજે પાયસથી સંપૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પમાત્ર શેષ રહ્યું, તો એ સ્વમને વિચાર કરતાં મને લાગે છે કે–આજે કઈ પ્રાસ અતિથિ મારી પાસે આવીને સમગ્ર શ્રુત ગ્રહણ કરશે જેથી અલ્પમાત્ર બાકી રહેશે.” એ પ્રમાણે વાસ્વામી બોલતા હતા, તેવામાં આર્યરક્ષિત ત્યાં આવ્યા; કારણકે મહાપુરૂષે જોયેલ સ્વપ અવશ્ય સત્વર ફળદાયક થાય છે. ત્યાં અપૂર્વ અતિથિને જોઈ સ્વાગત કરવાની ઈચ્છાથી ઉભા થઈને વજસૂરિએ નમસ્કાર કરતા આર્ય રક્ષિતને કહ્યું કે “હે ભદ્ર ! તમે કયાંથી આવે છે ?" ત્યારે આર્ય રક્ષિત બેલ્યા–“હે પ્રભે! હું શ્રીમાન તસલિપુત્ર આચાર્ય પાસેથી આવું છું.” એમ સાંભળતાં વજસૂરિ બોલ્યા “શું તમે આર્ય રક્ષિત છે? શેષ પૂર્વ અભ્યાસ કરવા અહીં અમારી પાસે આવ્યા છો ? પણ પાત્ર સંથારો વિગેરે તમારા ઉપકરણે કયાં ? તે લઈ આવે, આજે તમને અમારા અતિથિ થયા છે, તેથી ગોચરી વહોરવા ન જશે, અહીંજ આહારપાણ કરીને તમે અધ્યયન શરૂ કરો.” એટલે આર્યરક્ષિત કહેવા લાગ્યા–મેં અલગ ઉપાશ્રય માગી લીધેલ છે. તે આહારપાણ અને શયન ત્યાંજ કરીશ અને આપની પાસે અભ્યાસ ચલાવીશ.” ત્યારે વજસ્વામી બોલ્યા-- અલગ રહેનારથી અભ્યાસ કેમ થઈ શકે?” એટલે આર્યરક્ષિત મુનિએ શ્રીભદ્રગુપ્ત ગુરૂએ કહેલ વચન કહી સંભળાવ્યું, ત્યારે અહો ! એમ છે?” એમ બેલતાં વજાસ્વામીએ શ્રુતમાં ઉપયોગ આપ્યો. પછી તેમણે જણાવ્યું કે--મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરૂના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બોલ્યા છે. માટે હવે એમજ થાઓ.” પછી વસૂરિ તેમને પૂર્વનો અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દશમાં પૂર્વનો અર્ધભાગ તેમણે શરૂ કર્યો, એ ગ્રંથમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દના જવિક હતા. તેમાં ચોવીશ જવિકને તેમણે અભ્યાસ કરી લીધો, પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગ્યો. હવે અહીં આર્યરક્ષિત મુનિની માતા રૂદ્રોમાં વિચારવા લાગી કે-- 8 અહો ! વિચાર કર્યા વિના કામ કરવા જતાં મને પોતાને જ તેના પરિણામે પરિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust