________________ ( 16 ) શ્રી પ્રભાવક્યરિત્ર. ત્યારે તે બોલ્યા–“માતાના આદેશથી હું જઈને પાછો સત્વર આવીશ. તમે હમણું મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.' એમ કહીને તે આદરપૂર્વક ઈભુવાડા તરફ ચાલ્યા. જતાં જતાં આર્ય રક્ષિત વિચારવા લાગ્યું કે–“અહો ! આ શ્રેષ્ઠ દઢ નિમિત્તથી એ ગ્રંથોના હું સાડાનવ અધ્યાય અથવા પરિચ્છેદ અવશ્ય પામી શકીશ. પણ તે કરતાં અધિક તો નિશ્ચય ન જ પામું.” પછી પ્રભાતના સંધ્યા સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાય-ધ્વનિથી અદ્વૈત શબ્દ સાંભળતાં તે ઉપશ્રયના દ્વાર પાસે બેસી ગયો. ત્યાં જેનામતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી હવે શું કરવું? તેને ખ્યાલ ન આવવાથી તે જડ જેવો બની ગયો. એવામાં આચાર્ય મહારાજને વંદન કરવા આવનાર એક હર નામે શ્રાવક તેના જેવામાં આવ્યું. તેની પાછળ પાછળ રહીને તેની માફક તે મહામતિએ પણ વંદનાદિક કર્યું. કારણ કે તેવા સુણોને શું દુષ્કર હોય? સર્વ સાધુઓને વંદન કર્યા પછી અશિક્ષિતપણાને લીધે તેણે શ્રાવકવંદન ન કર્યું. કારણકે ન જણાવેલ કેટલું જાણી શકાય? તે વખતે એ લક્ષણથી આચાર્ય મહારાજે તેને નવીન જાણીને આદરથી પૂછયું કે–“હે ભદ્ર ! તને ધર્મની પ્રાપ્તિ કયાંથી થઈ?” ત્યારે તે દ્રશ્નર શ્રાવકને બતાવતાં બે કે - “આ ઉત્તમ શ્રાવથી જ.” એમ તે કહે છે, તેવામાં એક મુનિએ તેને ઓળખી લીધે, અને જણાવ્યું કે –“ગઈ કાલે રાજાએ મહત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યું તે આ પુરોહિતને અને રૂદ્રમાં શ્રાવિકાને પુત્ર છે. એ ચતુર્વેદી (ચાર વેદને જાણનાર) અને સમસ્ત મિથ્યાવીઓમાં મુખ્ય છે. એનું અહીં આગમન સંભવતું નથી, છતાં શા કારણે એ અહીં આવેલ છે તે સમજાતું નથી. એવામાં આકુળતા લાવ્યા વિના આર્યરક્ષિતે માતાનું કથન સંભળાવ્યું. જે સાંભળતાં તેના ચરિત્રથી ચમત્કાર પામેલ ગુરૂમહારાજ ચિંતવવા લાગ્યા કે - “આ વિપ્ર કુલીન અને આસ્તિક છે, પણ એને માર્દવગુણ કુળને અનુચિત છે, વળી એમાં સુકૃતાચાર સંભવિત હોવાથી એ જૈન ધર્મને ઉચિત છે.” પછી શ્રુત માં ઉપયોગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વજસૂરિ પછી તેને ભાવી પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે–“હે ભદ્ર! જેન દીક્ષા વિના દ્રષ્ટિવાદ અપાય નહિ, કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે.” ત્યારે આર્યરક્ષિત કહેવા લાગ્યું કે–“હે ભગવન ! પૂર્વે મારા નવ સંસ્કાર થઈ ગયા છે, હવે જેને સંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કરો, પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે, તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળે, મિથ્યા મેહથી લેકે બધા મારા અનુરાગી છે, તેમજ એ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મૂકાવે; કારણકે અજ્ઞ સ્વજનોની મમતા દત્યજ છે. માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust