________________ ( 12 ) શ્રી પ્રભાવક ચરિત્ર. કાનના પડિલેહણમાં તે નીચે પડે. તે જોતાં તેમણે વિચાર કર્યો કે–અહા ! મને વિસ્મૃતિનો ઉદય થયો, તેથી હવે આયુષ્ય ક્ષીણ થઈ ગયેલ લાગે છે. તે પૂર્વના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ પ્રાપ્ત થશે.” પછી વજાસ્વામીએ ગચ્છની સંભાળ માટે વાસેન મુનિને આદેશ કરીને મોકલ્યા. એટલે પિતાના મન સમાન મનહર એવા કંકણ દેશ તરફ તે હળવે હળવે ચાલ્યા. ત્યાં દુષ્કાળને લીધે ભિક્ષા ન પામતા સાધુઓને તેમણે વિદ્યાપિંડથી ભજન કરાવીને કહ્યું કે –“બાર વરસ સુધી નિરંતર એ વિદ્યાર્ષિડનું ભજન કરવું પડશે. માટે અનશન કરવા લાયક છે.’ એમ સાંભળતાં મુનિએ તેમનો મનોભાવ જાણીને ત્યાં રહેવા લાગ્યા. - હવે શ્રી વજાસ્વામી સાધુઓ સહિત કે પર્વતપર ચાલ્યા. ત્યાં માગે જતાં એક ગામમાં તેમને એક શિષ્ય મળે. તેમને વૃત્તાંત જાણવામાં આવતાં તે પરમ વૈરાગ્ય પામ્યો. અને ચિંતવવા લાગ્યું કે આ શિષ્ય ચિરંજીવી રહે,” એમ ધારી ગુરૂ મન મુકીને ચાલ્યા લાગે છે. તેમણે મને નિ:સત્વ જે, તે પ્રભુની પાછળ શા માટે નહિ જાઉં?”એમ ધારીને તેણે તપ્ત પાષાણપર પાદપેપગમન અનશન કર્યું. એટલે મધના બિંદુની જેમ તરત તેને દેહ ઓગળી ગયે. તેના મરણ પામતાં દેવોએ મહોત્સવ કર્યો. ત્યારે વજીસ્વામીએ યતિઓની આગળ તે શિષ્યનું એ મહાસત્વ કહી સંભળાવ્યું. જે સાંભળતાં બધા મુનિએ પરમ વૈરાગ્ય પામ્યા, અને ત્યાં શરીરને શાંત-સ્થિર કરીને નિર્જીવ ભૂમિપર અલગ અલગ બેસી ગયા. એવામાં કોઈ પ્રત્યેનીક દેવી ત્યાં ઉપસર્ગ કરવાને આવી. અને મધ્યરાત્રે દિવસ બતાવીને તે તેમને દહીં આપવા લાગી. એટલે ત્યાં અપ્રીતિ થાય તેવું સમજીને તે મુનિઓ બીજા કઈ શિખર પર ગયા. જેમને જીવન અને મરણમાં આકાંક્ષા ન હોય, તેમને દેવતાઓ શું કરવાના હતા? પછી તેઓ યથાયોગ પ્રાણ ત્યાગ કરીને દેવલોકમાં ગયા. તેમજ અર્ચિતનીય વૈભવવાળા એવા શ્રી વાસ્વામી પણ સ્વર્ગે ગયા. તેમનું મરણ જાણવામાં આવતાં પૂર્વભવના સ્નેહને લીધે ઈંદ્ર ત્યાં આવ્યું અને તેણે પોતાને રથ ચોતરફ ફેરવ્યો. ત્યાં ગહન વૃક્ષોને ઉખેડી, પૃથ્વીને સમાન કરીને તે દેવતાઓ સહિત ક્ષણવાર ઉભો રહ્યો. ત્યારથી તે પર્વત રથાવત એવા નામથી પ્રસિદ્ધ થયે. કારણકે મહાપુરૂષથી જે ખ્યાતિ પામે, તે અચલતાને પામે છે. હવે વજસેન મુનિ એપાર નામના નગરમાં ગયા. ત્યાં જિનદત્ત શેઠની ઇશ્વરી નામે પ્રિયા પોતાના ચાર પુત્ર સહિત રહેતી હતી. સમર્થ ગુરૂ મહારાજની શિક્ષાને માથે ચઢાવનાર તે મુનિ એ શ્રાવિકાના ઘરે ગયા. એટલે ચિંતામણિ સમાન તેમને આવતા જોઈને તે પરમ હર્ષ પામી અને કહેવા લાગી કે –“હે પ્રભુ આજે અમે એ વિચાર કર્યો છે કે—“કણની કલ્પનાથી લક્ષમૂલ્યનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust