________________ શ્રી પ્રભાવચરિત્ર. હવે તે નગરમાં મહા ધનવાન ધનપાલ નામે એક વ્યવહારી વસતો હતો કે જેની લક્ષમી જતાં લક્ષમીપતિ-કૃણે સમુદ્રનો આશ્રય લીધો. તેને આર્યસામત નામે પુત્ર હતો અને સુનંદા નામે પુત્રી હતી. એ બંનેને સમાગમ ત્યાં લક્ષમી અને કૌસ્તુભ જે શોભારૂપ હતો. ત્યાં સુનંદાને દૈવન પામેલ જોઈને તેના પિતા ધનપાલે તેને માટે મહાગુણવાન ધનગિરિ વર ધારી લીધો. તેને પુત્ર આર્યસમિત ગ્રહવાસમાં વસતાં પણ વિનશ્વર ભેગોમાં વિરકત થઈને રહેવા લાગ્યો અને તેણે મૃતરૂપ ચંદનના મલયાચલરૂપ તથા નિવૃતિ–સ્થાનની નજીક પહોંચેલા એવા શ્રી સિંહગિરિ પ્રભુ પાસે દીક્ષા લીધી. * પછી એક દિવસે સુજ્ઞ ધનપાલે ધનગિરિને કહ્યું કે–સાગર ને રેવા નદીની જેમ મારી સુનંદા પુત્રીને તું સ્વીકાર કર.” ત્યારે ધનગિરિ બોલ્યો“તમારા જેવા સહદય મિત્ર, તત્ત્વને જાણનાર એવા મને સંસારરૂપ કેદખાનાના બંધનમાં નાખે, એ શું ઉચિત કહેવાય ?" ધનપાલે કહ્યું—“હે ભદ્ર! પૂર્વે કાષભદેવ સ્વામી આ તૃણ સમાન ભેગકર્મને ભોગવીને ભવસાગરથી મુક્ત થયા. તો આ કાંઈ અનુચિત નથી, માટે હે - માનિન્ ! મારૂં વચન તું માન્ય કર.” આ પ્રમાણે તેના આગ્રહથી પિતાનું મન વિરકત હોવા છતાં ધનગિરિએ તેનું વચન કબુલ રાખ્યું. પછી શુભ લગ્ન મોટા ઓચ્છવપૂર્વક તેણે સુનંદાનું પાણિગ્રહણ કર્યું અને ઈતર સામાન્ય મનુષ્યને દુર્લભ એવા વિષયસુખને તે આસકિત રાખ્યા વિના ભેગવવા લાગ્યું. એવામાં એકદા શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર પર જે વેશ્રમણ જાતિના એક દેવતાને પ્રતિબંધ આપે હતો, તે દેવ પિતાનું આયુષ્ય ક્ષીણ થતાં સુનંદાની કુક્ષિરૂપ સરોવરમાં અવતર્યો, એટલે પોતાના મિત્રદેથી વિગ પામતાં તેમણે પૂર્વના દઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વપ્ન બતાવ્યાં. આ વખતે અવસર મળવાથી પોતાને ધન્ય માનનાર ધનગિરિએ, પુત્રના અવલંબનથી સંતુષ્ટ થયેલ પત્ની પાસે વ્રત લેવાની અનુમતિ માગી, અને જીર્ણ દેરડીની જેમ પ્રેમબંધનને છેદીને, જાણે તેના પુણ્યયોગે ત્યાં પધાર્યા હોય એવા શ્રીસિંહ ગરિની પાસે તે ગયો. ત્યાં લેચપૂર્વક સામાયિક ઉચ્ચરીને તેણે દીક્ષા ધારણ કરી અને નિરંતર દુસ્તપ તપ તપતાં પ્રસન્નતાથી તે ધનગિરિમુનિ કાળ નિર્ગમન કરવા લાગ્યા. હવે અહીં સમય પૂર્ણ થતાં એકદા સુનંદાએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપે. તેણે પોતાના તેજથી રન્નાદીવાઓને પણ ઝાંખા પાડી દીધા. તે વખતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust