________________ મંગળાચરણ. w મંગળાચરણ આ ગ્રંથમાં શ્રી વજસ્વામી, શ્રી આર્ય રક્ષિત, શ્રી આનંદિલ, શ્રીમાન કાલિકાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી રૂદ્રદેવસૂરિ, શ્રી શ્રમણસિંહસૂરિ, શ્રી આયખપૂટાચાર્ય, પ્રભાવક શ્રી મહેંદ્રસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ, શ્રીજીવદેવસૂરિ, શ્રી વૃદ્ધવાદી સૂરિ, શ્રી સિદ્ધસેનદિવાકર, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીમદ્ભવાદીસૂરિ, કવીંદ્ર શ્રી બપભટિસૂરિ, શ્રીમાનતુંગસૂરિ, શ્રીમાનદેવસૂરિ, શ્રી સિદ્ધર્ષિ. સૂરિ, શ્રી વીરગણિ, વાદિવેતાલના બિરૂદને ધારણ કરનાર શ્રી શાંતિસૂરિ, શ્રી ધનપાલ સહિત શ્રીમાન મહેંદ્રસૂરિ, ભેજસભામાં જય મેળવનાર શ્રી સૂરાચાર્ય, શ્રીમાન્ અભયદેવસૂરિ, કવીશ્વર શ્રી વીરાચાર્ય, શ્રી દેવસૂરિ તથા શ્રી હેમચંદ્રસૂરિ એ મુનીશ્વરોના ચરિત્ર કહેવામાં આવશે. એમના ગુણકીર્તનમાં મારા જેવાની અલ્પ મતિ શું ચાલી શકે? અથવા તે સાકરને સ્વાદ લેતાં મુંગો માણસ પણ કલધ્વનિથી પિતાને હર્ષ જાહેર કરે છે. એમના ચરિત્રરૂપ વૃક્ષોથકી પુષ્પ-સમૂહ એકત્ર કરીને ગુરૂવાણીના પ્રભાવથી હું તેની ઉત્કટ માળા ગુંથવાને પ્રારંભ કરું છું. તેમાં આદિ મંગલરૂપ, સૌભાગ્ય-ભાગના નિધાન એવા શ્રી વજીસ્વામીનું ચરિત્ર છે, હું તેનું યથામતિ વર્ણન કરૂં છું– Fi= = = = = = = = B 1 શ્રી વજ્ઞસ્વામી પ્રધ. 8. =HT=0CESS= =cd=SOESS= == liI ] == E == = સ્વીરૂપ તલાવડીના કમળ સમાન અવંતી નામે દેશ છે કે જેના ગુણગ્રામના રંગથી લક્ષ્મી અને સરસ્વતી બંને મિત્રતા કરીને ત્યાં રહેતી હતી. તે દેશમાં તુંબવન નામે એક સુખી નગર હતું છે કે જ્યાં નિવાસ કરવાને દેવતાઓ પણ ઉત્સુક થઈ રહ્યા હતા. તે નગરમાં ધન નામે એક શેઠ હતો કે જેના અપરિમિત દાનથી જીતાયેલા કલ્પવૃક્ષો અને કામધેનુએ સ્વર્ગને આશ્રય લીધો. એ શેઠનો ધનગિરિ નામે એક પુત્ર હતો કે જે અથી જનોની દુઃસ્થિતિરૂપ નાગરમોથને ઉછેદ કરવામાં મહાવરાહ સમાન અને રૂપમાં કામદેવ જેવો હતો. બાલ્યાવસ્થાથી જ તેનું મન, પંડિતોની જેમ વિવેકથી કુશળ બન્યું હતું. વળી મહાત્માઓના સંસર્ગથી તે પાણિગ્રહણ કરવાને ઈચ્છતો ન હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust