________________ શ્રી વજીસ્વામી ચરિત્ર. સહિત સાધુઓને બોલાવ્યા. એટલે ત્યાં ન્યાયાધિકારમાં નિયુક્ત અધિકારીઓએ તેમના બંને પક્ષોની હકીકત બરાબર પૂછી લીધી અને તેમનો પરસ્પર કલકરાર સાંભળતાં તેઓ ન્યાયયુત ચુકાદો આપતાં મુંઝવણમાં પડી ગયા. તેમણે વિચાર કર્યો કે–એક તરફ જેના ઉપકારનો બદલે કઈ રીતે વળી ન શકે એવી માતા પિોતે પુત્રની માગણી કરે છે અને બીજી બાજુ તીર્થકરેએ પણ માન્ય કરેલ એવો શ્રી સંઘ બાળકને માગે છે.” પછી છેવટે રાજાએ પોતે વિચાર કર્યો કે–આ બાળક પોતાની ઈચ્છાનુસાર જેની પાસે જાય, તે એને લઈ જાય, બીજે વિવાદ કરવાનું અહીં કાંઈ પ્રયોજન નથી.” એમ ધારીને એ બાબતમાં રાજાએ પ્રથમ તે બાળકની માતાને આજ્ઞા કરી. એટલે સુનંદાએ રમકડાં, તેમજ મધુર મીઠાઈ વિગેરે બતાવીને બાળકને પોતાની પાસે બોલાવવા પ્રયત્ન કર્યો, તથા તેને અનેક પ્રકારે લલચાવ્યો; પરંતુ બાળક તેની પાસે ન જતાં ત્યાંને ત્યાંજ ઉભે રહ્યો, ત્યારે રાજાએ તેના પિતા ધનગિરિ મુનિને આજ્ઞા કરી. એટલે રજોહરણ ઉંચે કરીને તેણે નિર્દોષ વચનથી જણાવ્યું કે–“હે વત્સ ! જે તને તત્ત્વનું જ્ઞાન હોય. અને ચારિત્રની ભાવના હોય, તે કર્મરૂ૫ રજને દૂર કરવા માટે આ રજોહરણ ગ્રહણ કર.” એમ સાંભળતાં મૃગની જેમ કુદકે મારીને તે બાળક તેમના ઉત્સંગમાં આવ્યો અને ચારિત્રરૂપ રાજાના ચામર સમાન તે રજોહરણ તેણે લઈ લીધું. તે વખતે મંગલધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રોના નાદ સાથે તરત જયજયારવ પ્રગટ થયે. આથી રાજાએ શ્રી સંઘની પૂજા કરી. પછી શ્રાવક સમુદાયથી પરવરેલા શ્રીગુરૂ પોતાના સ્થાને આવ્યા. આ બધું જોતાં સુનંદાએ વિચાર કર્યો કે મારા ભ્રાતા, આર્યપુત્ર (પતિ) અને પુત્ર પણ મુનિ થયા, તે હવે મારે પણ સંયમનું શરણ લેવું ઉચિત છે.” હવે વજી ત્રણ વરસનો છતાં વૃતની ઈચ્છાથી તે સ્તનપાન કરતો ન હતે. તેથી ગુરૂ મહારાજે દીક્ષા આપી અને તેની માતા સહિત તેને ત્યાં મૂકો. સાધ્વીઓના ઉપાશ્રયમાં તે આઠ વરસને થયો, ત્યારે સિંહગિરિ ગુરૂ પિતાના પરિવાર સહિત વિહાર કરીને અન્યત્ર ચાલ્યા. અપ્રતિબંધપણે તેઓ ઈર્યાસમિતિપૂર્વક વિચરવા લાગ્યા. એવામાં પર્વતની નજીકની ભૂમિમાં તે બાળમુનિ વજાને જોઈને તેની પરીક્ષા કરવા તેના પૂર્વભવના, મિત્ર જંભક દેવોએ વૈક્રિય મેઘમાળા પ્રગટ કરી, એટલે મયૂરોના કેકારવથી મિશ્ર થયેલ સારસ પક્ષીઓના સ્વરથી મધુર બનેલ નાદ શ્રેત્રે દ્રિયને સુધાસ્વાદ જેવો થઈ પડયો. તે વખતે નિરંતર ઉત્કટરીતે પ્રગટ થઈ ખડખડ કરતા જળપ્રવાહથી ઓતપ્રોત થયેલ પૃથ્વી જાણે જળથીજ બનાવેલ હોય તેવી ભાસવા લાગી. આવા સમયે અપકાય છની વિરાધનાને ન ઈચ્છતા ગુરૂ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust