________________ 104 શ્રી પ્રભાવક ચરિત્ર. પ્રબન્ધના અન્તમાં કુમારપાલે સંધ કાઢીને હેમચન્દ્રની સાથે શત્રુંજયની યાત્રા કરી તેનું સંક્ષિપ્ત વિવરણ છે. તેમાં વલભીની પાસેના સ્થા૫ અને ઈર્ષાલુ (ઈસાવલ) ની ટેકરીએની નીચે જ્યાં હેમચન્દ્ર પ્રભાતની આવશ્યક ક્રિયા કરી હતી અને કુમારપાલે તેમને વન્દન કર્યું હતું ત્યાં તેણે બે દહેરાં કરાવીને તેમાં હેમચન્દ્રના હાથે ઋષભદેવ અને પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. આ યાત્રા વિવરણની સાથે પ્રબન્ધ સમાપ્ત થાય છે. આથી જણાય છે કે રાજા અને આચાર્યની આ છેલ્લી તીર્થયાત્રા હશે. સં. 1228 માં આચાર્ય હેમચન્ટે 84 વર્ષની અવસ્થામાં પાટણમાં સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો હતો. | હેમચન્દ્રને પ્રબન્ધ પ્રભાવક ચરિત્રને છે અને સર્વથી મોટો પ્રબન્ધ છે, આમાં હેમચન, સિદ્ધરાજ, કુમારપાલ, મંત્રી ઉદયન અને એના પુત્રે વાલ્મટ અને આંબડનું સંક્ષિપ્ત વર્ણન તો છેજ; પણ એ સિવાય બીજા પણ શ્રીપાલ, દેવધ પ્રમુખ અનેક વિદ્વાન અને અર્ણોરાજ, વિક્રમસિંહ, મલ્લિકાર્જુન, નવઘણ, ખેંગાર વિગેરે રાજાઓ સંબંધી થોડા ઘણું ઉલ્લેખ થયા છે જે ઇતિહાસમાં ઘણું ઉપયોગી થઈ પડે તેવા છે. અન્ય અર્વાચીન કુમારપાલ પ્રબમાં કુમારપાળના સમયમાં દેવધિ નામના વિદ્વાનનું આવવું અને કુમારપાલને જૈન ધર્મથી ઠગાવવા માટે બતાવેલ ચમત્કારોનું વર્ણન અને તેની સામે હેમચન્દ્ર બતાવેલ ચમત્કારોને આમાં ઉલ્લેખ નથી. પણ દેવબોધ વિદ્વાન સિદ્ધરાજના સમયમાં ત્યાં આવ્યા અને રહ્યાને ઉલ્લેખ છે. કુમારપાલની કુલદેવીએ બલિ ન આપવા બદલ તેને કરેલી પીડા અને હેમચન્દ્ર દેવીને આપેલી સજો વિષે પણ આમાં કંઈ ઉલ્લેખ નથી. ઉલટું એ સંબધમાં એમ જણાવ્યું છે કે ચૈત્ર આસોજ ને માઘ મહીનાના ઉત્સવમાં હિંસા રેકી રૂધીરના કર્દમે થતા અટકાવવાથી દેવગણ હર્ષ પામ્યો. પ્રબન્ધમાં છોટી છોટી દરેક બનેલી વાતોના ઉલ્લેખ કર્યો છે જ્યારે ઉપયુકત વાતનો ઇસારે પણ કર્યો નથી એથી જણાય છે કે જે જે વાતો બનેલી છે તેનું જ આ પ્રબન્ધમાં વર્ણન છે અને જે વાતો પાછલથી પ્રસિદ્ધ થઈ છે તે આમાં નથી. પ્રબધમાં હેમચન્દ્ર એમના ગુરૂ દેવચન્દ્ર અને દેવચન્દ્રના ગુરૂ પ્રદ્યુમ્નસૂરિને નામલેખ છે, અને એમનો ગ૭ “ચન્દ્રગ૭’ હોવાનું લખ્યું છે અને હેમચન્દ્રના પટ્ટધર તરીકે રામચન્દ્રસૂરિને જણાવ્યા છે. ખરું જોતાં “ચન્દ્ર' એ ગચ્છ નહિ પણ “કુલ' હતું. જે ગણુ અથવા ગચ્છનું એ કુલ હતું તે ગણનું નામ “કોટિકગણ’ હતું અને એજ કારશુથી અમેએ હેમચન્દ્રના ગુરૂ દેવચન્દ્રસૂરિને કોટિકગણના આચાર્ય કહ્યા છે. પણ હેમચન્દ્ર પોતે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રની પ્રશસ્તિમાં પિતાના ગચ્છને “પૂર્ણતલ ગચ્છ " એ નામથી એલખાવે છે. આ ઉપરથી હેમચન્દ્રસૂરિને ગ૭ કટિક કે પૂર્ણતાં? આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એનું સમાધાન એ છે કે “કટિકગણું” એ એ પ્રાચીન અને મૂલ ગચ્છે છે, આ મૂલ ગચ્છમાંથી કાલાન્તરે અનેક અવાન્તર ગચ્છો ઉત્પન્ન થઇને જુદા જુદા નામથી પ્રસિદ્ધ થયા છે. તેમાંને જ હેમચન્દ્રસૂરિને પૂર્ણતલ ગ૭ પણ એક અવાક્તર ગછ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust