________________ શ્રી પ્રભાવક ચરિત્ર, ધિયે ”ને અર્થ “પુષ્યનક્ષત્રમાં” આવો કરે છે પણ એ યુક્તિ સંગત નથી, દીક્ષા વૃષલગ્નમાં આપેલ હોવાથી તે સમયમાં બ્રાહ્મ મુહૂર્ત આવતું નથી, વલી દીક્ષામાં પુષ્ય નક્ષત્ર વછત છે અને શનિ પુષ્યનો યોગ પણ સાથે હોતું નથી. જ્યારે શનિહિણું અને ચતુર્દશીને ત્રિક સિદ્ધિયોગ બને છે. રોહિણું અને શનિ દીક્ષામાં વિહિત પણ છે તેથી દીક્ષા પુષ્યમાં નહિ પણ રહિણીમાં થઈ હતી એજ માનવું યોગ્ય છે. અષ્ટમેધિષ્ણુ” નો અર્થ મહારા મત પ્રમાણે “આઠમા મુહૂર્તમાં’ એમ કરવો યોગ્ય છે, કારણ કે દીક્ષા માઘમાસના અન્તમાં હોવાથી તે વખતે સૂર્ય કુંભરાશિના પ્રારંભમાં અથવા મકરના અન્તમાં હશે, દીક્ષા વૃષલગ્નમાં થઈ એટલે કે ત્રણ લગ્ન વ્યતીત થયા પછી ચોથા લગ્નમાં દીક્ષા થઈ, કુંભ, મીન અને મેષને ભુક્તિ કાલ અનુક્રમે 4? +૩છું+૩–$; ઘડી પલનો હોવાથી એકંદર 11 ઘડી અને 46 પલ જેટલો થાય, એ પછી વૃષલગ્નના વૃષનવાંશકમાં દીક્ષા થઈ માની લઈએ કેમકે એ અંશ વર્ગોત્તમ હોવા ઉપરાન્ત લગ્નના મધ્યભાગમાં હોવાથી વધારે બલવાન હતા, અને આમ કરતાં લગભગ અર્ધ વૃષલગ્નને ભુક્ત ગણતાં તેને કાલ 26 ઉપર્યુકત ભુકિતકાલમાં ગણતાં એકંદર 11+2=133 તેર ઘડી અને ચેપન પલ એટલે કે લગભગ 14 ઘડી દિવસ ચઢયા પછી ચંગદેવની દીક્ષા થઈ. એ સમયે દિનનાં 7 મુહૂર્તો વીતીને 8 મું વિજય મુહૂત શરૂ થાય છે જે સર્વે શુભકાર્યોમાં સિદ્ધિદાયક ગણાય છે. આ અર્થ પ્રમાણે “અષ્ટમે ધિયે” ને અર્થ બરાબર બેસે છે. બીજ શ્લોકાર્ધમાં આગે " ધર્મસ્થિતે ચ” આ વાકય છે અને આને સીધે અર્થ “ચન્દ્રમા ધર્મસ્થાનમાં રહે છત” એ થાય પણ આ અર્થ આ સ્થલે બેસતો નથી, કેમકે દીક્ષાને દિવસે ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં હોવાથી વૃષ રાશિને છે, લગ્ન પણ વૃષરાશિનું છે એથી ચન્દ્ર ધર્મસ્થાન (નવમા સ્થાન )માં નહિ પણ તનસ્થાન (લગ્ન)માં છે. ત્યારે હવે “ધર્મસ્થિત’ એ વિશેષણને અન્વયે ચન્દ્રની સાથે નહિ પણ “અષ્ટમેધિયે” એની સાથે કરવો ઉચીત લાગે છે, એનો અર્થ “ધર્મ એવા આઠમા મુહૂર્તમાં” એ થશે. ચન્દ્ર તથા “બૃહસ્પતિ’ આ બંનેનો સંબધ વૃષપગે લગ્ન’ એની સાથે જોડાવો જોઈએ. ત્રીજા શ્લોકાર્ધમાં " શત્રસ્થિતઃ સૂર્યભૌમઃ " આ ઉલ્લેખ વિચારણીય છે, કારણ કે વૃષલગ્ન હોવાથી શત્રુસ્થાનમાં તુલરાશિ આવે છે, આ રીતે સૂર્ય અને મંગલ તુલરાશિના હોય તોજ શત્રુસ્થાનમાં હોઈ શકે, પણ માઘ કે ફાગણ માસમાં સૂર્ય તુલરાશિમાં હેતો નથી પણ મકર અથવા કુંભ રાશિઉપર હેય છે, તેથી વૃષલગ્નમાં મકર કુંભને સૂર્ય નવમા દશમા સ્થાનમાં હોઈ શકે છઠા શત્રુસ્થાનમાં નહિ મહારા વિચાર પ્રમાણે “શત્રુતિયોઃ” ને સ્થાને શુદ્ધપાઠ “શૂન્યસ્થિતઃ” એ હેવો જોઇયે. દશમા સ્થાનનું નામ “આકાશ” છે અને આકાશને માટે શુન્ય શબ્દને પ્રયોગ પ્રચલિત છે એ સુપ્રસિદ્ધ જ છે. - પ્રબન્ધમાં લગ્ન કુંડલીના ઉપર જણાવેલ સૂર્ય, ચંદ્ર, મંગલ અને ગુરૂ આ ચાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust