________________ શ્રી હેમચંદ્રસૂરિ. આ મણિ આદિ પુસ્તક સંગ્રહ જોઈને રાજાએ પિતાને ત્યાં પણ ભંડાર કરાવવા અને વ્યાકરણ શાસ્ત્ર આદિના નવા ગ્રંથો બનાવરાવીને ફેલાવવા વિચાર કર્યો, તેણે કહ્યું. " ગુજરાતમાં કોઈ એવો પંડિત નથી કે જે વ્યાકરણ શાસ્ત્ર વિગેરેની રચના કરીને ગુજરાતનું મુખ ઉજવળ બનાવે ?' રાજાના આ પ્રશ્ન ઉપરથી વિદ્વાનનું લક્ષ્ય હેમચન્દ્ર ઉપર ગયું અને તેઓએ તેજ વખતે આ કાર્ય માટે હેમચન્દ્રની યેગ્યતાની ખાતરી આપી, આથી રાજાએ આચાર્ય હેમચન્દ્રને નવીન વ્યાકરણ વિગેરેના નિર્માણ માટે પ્રાર્થના કરી અને ઉપયોગી સર્વ સામગ્રી એકત્ર કરીને આચાર્યને સગવડ કરી આપી, હેમચન્દ્રની પણ ઈચ્છા કોઈ નવીન વ્યાકરણ ગ્રન્થ બનાવવાની હતી, કેમકે તે વખતે જે “કલ્પ નામના વ્યાકરણ ગ્રન્થનો અભ્યાસ કરવામાં આવતો હતો તેથી સંપૂર્ણ વ્યક્તિ નહોતી થતી, અને પાણિનિના વ્યાકરણનું અધ્યયન કરતાં બ્રાહ્મણોને અભિમાને ચઢાવવા પડતા હતા, આ કારણે રાજાની પ્રાર્થના હેમચન્દ્રના કર્તવ્યની સૂચના માત્ર જ હતી, તેમણે મનોયોગપૂર્વક અનેક વ્યાકરણ ગ્રન્થ એકત્ર કર્યા ને તેનું અનુશીલન કરીને “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનું અભિનવ વ્યાકરણશાસ્ત્ર રચ્યું. લઘુવૃત્તિ, બ્રહવૃત્તિ, ધાતુપારાયણ, લિંગાનુશાસન આદિ સર્વ ઉપયોગી બાબતોથી સંપૂર્ણ કરીને આચાર્ય રાજાને અર્પણ કર્યું, રાજાએ દેશદેશાંતરથી 300 લેખકો બોલાવીને 3 વર્ષ સુધી તેની નકલો કરાવીને સર્વત્ર તેનો પ્રચાર કર્યો, આની 20 પ્રતે કાશ્મીરના સરસ્વતી ભંડારમાં મોકલવામાં આવી. એ સિવાય, અંગ વંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કેકન, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર કચ્છ, માલવત્સ, સિધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુફંડક, ગંગાપાર હરિદ્વાર, કાશિ, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુ જ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાબોધ, બેડ અને માલવ, કૌશિક વિગેરે દેશોમાં આની લિખિત પ્રત મોકલવામાં આવી, એટલું જ નહિ પણ એને સક્રિય પ્રચાર કરવાને પણ રાજાએ બંદેબસ્ત કર્યો. કાકલ નામના કાયસ્થ વિદ્વાનને આચાર્યો આ નવા વ્યાકરણના અધ્યાપક તરીકે મુકરર કરીને વિદ્યાથિયોને ભણાવવા માંડયાં, દર મહિને શુદિ 5 ને દહાડે વિદ્યાર્થિની પરીક્ષા લેવાતી અને પાસ થનારને સુવર્ણના ભૂષણ વિગેરેના રાજાના તરફથી ઇનામ અપાતાં અને આ ગ્રન્થને પૂરો અભ્યાસ કરીને પાઠશાળામાંથી નિકલનારાઓને રાજા તરફથી કીમતી ભૂષણ વસ્ત્રો ઉપરાંત પાલખી છત્ર આદિનાં લવાજમો અપાતાં હતાં. આ બધા કારણોથી આચાર્ય હેમચન્દ્રના નૂતન વ્યાકરણની પઠન પાઠન પદ્ધતિ સારી રીતે પ્રચલિત થઈ ગઈ. આચાર્ય હેમચન્દ્ર પ્રતિ સિદ્ધરાજનું આવું સન્માન જેઈ બ્રાહ્મણોના મનમાં ઈષો થતી. આથી તેઓ રાજાને બહેકાવવાના સાધનોની તપાસમાં રહેતા. એક વખત હેમચન્દ્રસૂરિ ચતુર્મુખ જિનાલયમાં નેમિચરિતનું વ્યાખ્યાન કરતા હતા. જેનું શ્રવણ કરવા અનેક અન્ય દર્શનિઓ પણ આવતા હતા, ત્યાં " પાડવો શત્રુંજય ઉપર જઈને સિદ્ધ થયા’ આવા મતલબને અધિકાર સાંભલીને બ્રાહ્મણોએ રાજાને કહ્યું -કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે મહાભારતમાં યુધિષ્ઠિર આદિનું વૃત્તાંત આપ્યું છે. તેમાં લખ્યું છે કે “પાણ્ડવોએ હિમાલય ઉપર જઇને પરલોકવાસ કર્યો.” પણ હેમચન્દ્ર એ મહાભારતના આખ્યાનથી વિપરીત ભાષણ કરે છે, એ માટે મહારાજે એ સંબંધમાં ઘટિત બંદોબત કરવો જોઈએ. એ પછી રાજાએ હેમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust