________________ શ્રી પ્રભાવક ચરિત્ર. પ્રબન્ધના 35 અને 36 મા શ્લોકનો સંબન્ધ બેસતો નથી. એમ લાગે છે કે આ બે કે વચ્ચે કેટલોક પાઠ ત્રુટિત છે. સોમચન્દ્ર દીક્ષા લીધા પછી વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કરીને વિશેષ બુદ્ધિવિકાસ નિમિત્તે કાશ્મીર જઈ સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવવાનો વિચાર કર્યો અને એ નિમિત્તે તેમણે ખભાતથી પ્રસ્થાન કરીને " રૈવતાવતાર' નામક તીર્થરૂપ નેમિચૈત્યમાં આવીને મુકામ કર્યું. પણ તે જ રાત્રે સરસ્વતીએ આવીને તેમના પ્રત્યે પોતાની પ્રસન્નતા પ્રકટ કરીને કાશ્મીર જવાને પરિશ્રમ બંધ રખાવ્યો. સં. 1166 માં સેમચન્દ્ર મુનિને વૈશાખની તૃતીયાને દિને મધ્યાહ્નમાં આચાર્યપદ અપાણે, આ કાર્ય માટે વિદ્વાનોએ જે લગ્ન પસંદ કર્યું હતું તેની લગ્નકુંડલી નીચે પ્રમાણે બને છે - - 4 ચ, શ, ગ. આ મં. આચાર્યપદ સ્થાપન થતાં સોમચન્દ્રનું હેમચન્દ્રસૂરિ' એ નામ સ્થાપવામાં આવ્યું. પિતાના આચાર્ય પદ પ્રસંગે જ હેમચન્દ્ર પિતાની માતા જે સાધ્વી થયેલ હતી તેણીને પ્રવત્તિની પદ અપાવ્યું અને તેને સિંહાસન ઉપર બેસવાની પણ ગુરૂ પાસે સંધ સમક્ષ માના અપાવી હતી. હેમચન્દ્રસૂરિએ તે પછી ખંભાતથી પાટણ તરફ વિહાર કર્યો, તે સમયે પાટણના રાજ્યસન ઉપર સિદ્ધરાજ હતો, રાજા સિદ્ધરાજની હેમચન્દ્રની સાથે પહેલી મુલાકાત બજારમાં થઈ, હેમચન્દ્ર સેનાના સંમર્દથી એક દુકાન ઉપર ઉભા હતા. ત્યાં રાજાની નજર પડી, રાજાએ હાથીને રોકો અને કંઇક અવસરચિત સુભાષિત બેલવા હેમચન્દ્રને સંકેત કર્યો, આચાર્યે સ્તુતિગર્ભિત એક શ્લોક કહ્યો જે સાંભળી રાજાને ઘણીજ પ્રસન્નતા થઈ અને હંમેશાં બપોરના પિતાની પાસે આવવાની આચાર્યને પ્રાર્થના કરી, સિદ્ધરાજને હેમચન્દ્રનાં એવા શુભ સમયમાં દર્શન થયાં હતાં કે તે પછી તેણે માલવા ઉપર ચઢાઈ કરીને જીત મેળવી હતી. આ લડાઈમાં ધારાનગરીમાંથી જે ચીજો મળી હતી, તેમાં ભોજરાજાનો પુસ્તક ભંડાર પણ સામેલ હતો રાજાને અધિકારીએ માલવાને ભંડાર બતાવ્યો તેમાં ભોજકત વ્યાકરણ, અલંકાર તર્ક, વૈદ્યક, જ્યોતિષ રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શાકુન અધ્યાત્મ, સ્વમ, સામુદ્રિક, નિમિત્ત, આર્ય સદ્દભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેઘમાલા, પ્રશ્નચૂડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust