________________
લલિતવિસ્તરા ભાગ-૨ વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળદૃષ્ટિ જીવમાં પ્રગટે છે ત્યારે તે જીવને ભવ પ્રત્યે નિર્વેદ થાય છે તેના કારણે ભવના કારણભૂત સંગનો પરિણામ તેને કંઈક અસાર જણાય છે, તેથી વિશિષ્ટ પ્રકારની આત્માની સ્વસ્થતાપૂર્વક સંસારના સ્વરૂપનું અવલોકન કરે તેવી પ્રથમ ભૂમિકાની અભય દૃષ્ટિ તે જીવમાં પ્રગટે છેઃ સંસારના ભયની ઉપેક્ષા કરીને આત્માના હિતની સ્વસ્થતાથી વિચારણા કરે તેવી ધૃતિ પ્રગટે છે, જે ધૃતિ મોક્ષના કારણભૂત જે સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે તેનું કારણ બને તેવી ચિત્તની સ્વસ્થતા છે, તે ભગવાન પ્રત્યેના બહુમાનથી પ્રગટ થયેલો જીવનો આદ્ય ભૂમિકાના પરિણામ છે, તેથી ભગવાન અભયને દેનારા છે તેમ કહેવાય છે.
વસ્તુતઃ સંસારી જીવો સંસારમાં જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ સાત ભયોને અવલંબીને તેના રક્ષણના ઉપાયરૂપે કરે છે અને જ્યારે સાક્ષાત્ કોઈ ભય ઉપસ્થિત ન હોય ત્યારે ભોગવિલાસમાં પ્રયત્ન કરે છે, વળી, ક્યારેક દુઃખી આદિ જીવોને જોઈને દયાદિના પરિણામવાળા થાય છે, તોપણ દેહની સાથે એકતાને પામેલો પોતાનો આત્મા કઈ રીતે સંસારની સર્વ કદર્થના પામે છે અને શું કરવાથી સંસારના પરિભ્રમણની આ વિડંબના દૂર થાય તેનો ક્યારેય સ્વસ્થતાથી વિચાર કરતા નથી, તેથી કંઈક શુભભાવો કરીને મનુષ્યભવ કે દેવભવ પ્રાપ્ત કરે છે તોપણ મોક્ષને અનુકૂળ આત્માના હિતની ચિંતા થાય તેવો અભય તેઓને પ્રગટ થતો નથી, પરંતુ જ્યારે ભવથી કંઈક વિરક્ત ચિત્ત થાય છે ત્યારે ભવથી અતીત અવસ્થાનો વિચાર કરે તેવી ધૃતિ પ્રગટે છે તે અભય છે અને તેવો અભય ભગવાનથી પ્રાપ્ત થાય છે; કેમ કે ભવનિર્વેદ થયા વગર તેવી ધૃતિ પ્રાપ્ત થતી નથી, જેથી આત્માની ચિંતા પ્રગટે અને જેઓને ભવનો નિર્વેદ થયો છે તેઓ આત્માના હિતની ચિંતાનો વિચાર કરે છે અને ભવનો નિર્વેદ અર્થથી ભગવાનના બહુમાનરૂપ હોવાથી અભયની ભૂમિકા દેનારા ભગવાન છે તેમ કહેવાય છે.
વળી, અભવ્ય કે દુર્ભવ્ય જીવ પરલોકની ચિંતા કરે છે તે પણ ભોગસામગ્રીયુક્ત પરલોકની ચિંતા કરે છે, તેથી તેને લેશ પણ ભવનિર્વેદ થતો નથી, પરંતુ સમૃદ્ધિયુક્ત જ ભવની ઇચ્છાથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, માટે ભગવાન તેઓના અભયને દેનારા નથી. લલિતવિસ્તરા :
नह्यस्मिन्नसति यथोदितधर्मासिद्धिः, सन्निहितभयोपद्रवैः प्रकामं चेतसोऽभिभवात् चेतःस्वास्थ्यसाध्यश्चाधिकृतो धर्मः तत्स्वभावत्वात्, विरुद्धश्च भयपरिणामेन, तस्य तथाऽस्वास्थ्यकारित्वात्। લલિતવિસ્તરાર્થ -
જે કારણથી આ નહિ હોતે છતે=ભયરૂપ સ્વાથ્ય નહિ હોતે છતે, યથોદિત ધર્મની સિદ્ધિ નથી; કેમ કે સંનિહિતભયના ઉપદ્રવોથી ચિત્તનો અત્યંત અભિભવ છે અને ચિત્તના સ્વાધ્યથી સાધ્ય અધિકૃત ધર્મ છે; કેમ કે તસ્વભાવપણું છે=ધર્મનું ચિત્તના સ્વાધ્યરૂપ સ્વભાવપણું છે, અને ભય પરિણામથી વિરુદ્ધ છેકચિત્તનું સ્વાધ્ય નિરાકૃત છે; કેમ કે તેનું=ભય પરિણામનું, તે પ્રકારે અસ્વાધ્યકારિપણું છે.