________________
ર૫
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ
દષ્ટાંતને કહે છે – પિતા-પુત્ર-ભાઈ-ભાણેજ આદિ વડે વિશિષ્ટ=ઉપલબ્ધ સંબંધવાળો જે દ્રવ્યપણાથી એક પુરુષ=તેવા પ્રકારનો પુરુષ=અનેક સાથે સંબંધવાળો પુરુષ, તેની જેમ વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે, આદિ શબ્દથી=માજિનેતિમાં રહેલા ગાદિ શબ્દથી, કાકા, મામા, દાદા, નાના, પૌત્ર, દૌહિત્ર આદિ જનપ્રતીત સંબંધોથી વિશિષ્ટ એક પુરુષ દગંત છે, આના જ=વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે એના જ, દઢત્વના સંપાદન માટે ફરી બીજા દાંતને કહે છે – પૂર્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તે તે અપેક્ષાથી પૂર્વ-અપર આદિ પંદરરૂપવાળા ઘટની જેમ વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે એમ અવય છે, આદિ શબદથીદતાલિમાં રહેલા આદિ શબ્દથી, નાનો-મોટો, ઊંચો-નીચો આદિ અનેકરૂપવાળો જે ઘટ તેની જેમ એક-અનેક સ્વભાવપણું છે, હેતુની સિદ્ધિ માટે કહે છે – અને અહીં જગતમાં, સકલ લોકસિદ્ધ પિતા આદિનો વ્યવહાર છે તેવા પ્રકારના નામ દ્વારા પ્રત્યયની પ્રવૃત્તિરૂપ વ્યવહાર છે; કેમ કે અવિનાનથી=સર્વ સંમતપણાથી, પ્રવૃત્તિ છે અને પરસ્પર ભિન્ન=પૃથ>, વ્યવહાર છે, દિ=જે કારણથી, પિતાનો વ્યવહાર અવ્ય છે અને પુત્રાદિનો વ્યવહાર અન્ય છે, કયા કારણથી ?=કયા કારણથી પરસ્પર પૃથર્ વ્યવહાર છે? એથી કહે છે – તે પ્રકારથી પરસ્પર ભિન્નપણાથી, પ્રતીતિ હોવાને કારણે=સર્વત્ર સર્વદા સર્વ જીવો વડે બોધ કરાતો હોવાથી પરસ્પર ભિન્ન વ્યવહાર છે એમ અવય છે, અને તેના તત્વનું કારણ છે=પિતા આદિપણાથી વ્યવહરણીય એવા તેના તત્વનું અર્થાત્ પિતા આદિ રૂપપણાનું કારણ છે જેને તે તેવો છે=તત્ તત્વ નિબંધનવાળો છે, “રકાર ઉક્તના સમુચ્ચયમાં છે, આ પણ=તત્ તત્વ તિબંધન વ્યવહાર પણ, શેનાથી ? એથી કહે છે – આ જ હેતુથી તેવા પ્રકારની પ્રતીતિરૂપ જ હેતુથી, આ વ્યવહાર છે એમ અવય છે અને સમ્યફ પ્રતીતિ=સેવા પ્રકારના વ્યવહારની સમ્યફ પ્રતીતિ, અપ્રમાણ નથી; કેમ કે સર્વત્ર અનાભાસનો પ્રસંગ છે=પિતા આદિના વ્યવહારને અપ્રમાણ સ્વીકારીએ તો પોતે વિદ્યમાન છે, ઘટ-પટાદિ વિદ્યમાન છે તે સર્વ પ્રકારની પ્રતીતિઓમાં પણ અવિશ્વાસનો પ્રસંગ આવે અર્થાત્ જેમ પિતાદિ વ્યવહારો કાલ્પનિક છે વાસ્તવિક નથી તેમ પોતાના અસ્તિત્વનો પણ કે ઘટાદિના અસ્તિત્વનો પણ વ્યવહાર કાલ્પનિક છે તેમ માનવાનો પ્રસંગ આવે. ભાવાર્થ :
પૂર્વમાં ભગવાનની ૯ સંપદા બતાવી, તેનાથી સિદ્ધ થાય છે કે ભગવાન દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક સ્વભાવવાળા છે, તેથી એક-અનેક સ્વભાવવાળા ભગવાનરૂપ વસ્તુ સાથે સંબંધવાળો ૯ સંપદાનો વિસ્તાર છે, એ પ્રકારે સમ્યગુ આલોચન કરવું જોઈએ અને જો બૌદ્ધ દર્શનની એકાંત માન્યતા સ્થિર હોય તો એ જ દેખાય કે ભગવાનરૂપ વસ્તુ એક છે, આ અનેક સ્વભાવો કલ્પનામાત્ર છે; કેમ કે બૌદ્ધમત પ્રમાણે સ્વભાવના ભેદથી વસ્તુનો ભેદ થાય છે, જેમ ઘટ કરતાં પટ પોતાના સ્વભાવના ભેદથી ભિન્ન છે, તેથી એક વસ્તુમાં અનેક સ્વભાવો સ્વીકારવામાં આવે તો તે અનેક સ્વભાવને કારણે તે વસ્તુને એક સ્વીકારી શકાય નહિ, અને તેમ સ્વીકારીએ તો ભગવાનનું એક-અનેક સ્વભાવપણું નથી તેમ માનવું પડે અને બૌદ્ધ દર્શન સ્વીકારે છે તેમ સ્વીકારીએ તો ભગવાન ભગવાનરૂપે એક જ છે અને આ સંપદાઓ કલ્પનામાત્ર છે તેમ