________________
લલિતવિસ્તરા ભાગ-૨
૨૨૪
यस्य स तथा, चकार उक्तसमुच्चये, एतदपि कुत इत्याह- अत एव = तथाप्रतीतेरेव हेतोः न च सम्यक्प्रतीतिरप्रमाणं, सर्वत्रानाश्वासप्रसङ्गात् ।
પંજિકાર્ય :
इयं च चित्रा
સર્વત્રાનાશ્વાસપ્રતાત્ ।। અને આ ચિત્રસંપદા સ્યાદ્વાદ વગર સંગતિને પ્રાપ્ત કરતી નથી, એથી તેની સિદ્ધિ માટે=પ્રસ્તુત સૂત્રથી સ્યાદ્વાદની સિદ્ધિ માટે, કહે છે
વળી, એક–અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ એવો=દ્રવ્ય-પર્યાય સ્વભાવવાળી અરિહંતરૂપ વસ્તુની સાથે નાંતરીથક અર્થાત્ અવિનાભાવી એવો, આ=અનંતરમાં કહેવાયેલો, પ્રપંચ છે—ચિત્રસંપદાના ઉપન્યાસરૂપ વિસ્તાર છે, એ સમ્યગ્ આલોચન કરવું જોઈએ=અન્વય-વ્યતિરેક દ્વારા જે પ્રમાણે આ પ્રકારે વિમર્શ વસ્તુ સિદ્ધ થાય અર્થાત્ અરિહંતરૂપ વસ્તુ એક-અનેક સ્વભાવવાળી સિદ્ધ થાય
કરવો જોઈએ.
-
વિપક્ષમાં=અરિહંતરૂપ વસ્તુને એક-અનેક નહિ સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધાને કહે છે અન્યથા=અરિહંતના એક-અનેક સ્વભાવના અભાવમાં, આ=ચિત્રસંપદાઓ, કલ્પનામાત્ર થાય= નિર્વિષય બુદ્ધિ પ્રતિભાસરૂપ કેવલ કલ્પના જ થાય, તેનાથી શું ?=ભગવાનની ચિત્રસંપદાઓ કલ્પનામાત્ર થાય તેનાથી શું ? આથી કહે છે - આ કલ્પનામાત્રપણું હોવાથી ફલાભાવ છે=મિથ્યા સ્તવપણું હોવાથી સમ્યક્ સ્તવ સાધ્ય અર્થનો અભાવ છે=ચૈત્યવંદન કરનારને તેવા ગુણોની પ્રાપ્તિરૂપ ફલનો અભાવ છે, અને એ પ્રમાણે નથી=ચૈત્યવંદન મિથ્યા સ્તવરૂપ એ પ્રમાણે નથી; કેમ કે આમનું=૯ સંપદાઓનું, સફલ આરંભિમહાપુરુષથી પ્રણીતપણું છે=૯ સંપદારૂપે ચૈત્યવંદન સૂત્રની રચના ગુણપ્રાપ્તિનું કારણ બને તેવા સફલ આરંભિ ગણધરરૂપ મહાપુરુષથી પ્રણીતપણું છે, એથી આનો ઉપન્યાસ=૯ સંપદાનો ઉપન્યાસ, અન્યથા અનુપપત્તિ હોવાથી જ=ચિત્રરૂપ વસ્તુના સ્વીકાર વગર ગણધરોના વચનની અનુપપત્તિ હોવાથી જ, ચિત્રરૂપ વસ્તુની સિદ્ધિ છે.
-
વળી, સામાન્યથી ચિત્રરૂપ વસ્તુનો વિશ્વાસ કરાવવા માટે પ્રયોગને કહે છે · વળી, વસ્તુનું એકઅનેક સ્વભાવપણું છે એ સાધ્યનો નિર્દેશ છે=લલિતવિસ્તરામાં કરાયેલા અનુમાનમાં વસ્તુરૂપ પક્ષને ઉદ્દેશીને એક-અનેક સ્વભાવત્વ સાધ્ય છે તેમ બતાવેલ છે, એમાં=એક-અનેક સ્વભાવત્વરૂપ સાધ્યમાં, હેતુને કહે છે – વત્ત્તત્તરમ્ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે.
હેતુને સ્પષ્ટ કરે છે –
વસ્તુ અંતર વડે=સાધ્યધર્મીથી વ્યતિરિક્ત એવી વસ્તુ અંતર વડે, જે સંબંધ=તત્ સ્વભાવની અપેક્ષારૂપ સંબંધ, તેના વડે આવિર્ભાવ પામેલા અનેક સંબંધીઓ અર્થાત્ જુદા જુદા રૂપવાળા સંબંધવાળાં રૂપો સ્વભાવથી છે જેને તે તેવા છે=અનેક સંબંધી રૂપવાળા છે, તેનો ભાવ તત્ત્વ=અનેક સંબંધિરૂપત્વ તેનાથી અર્થાત્ વસ્તુ અંતરના સંબંધથી આવિર્ભૂત અનેક સંબંધિરૂપત્વ હોવાથી વસ્તુનું એક-અનેક સ્વભાવપણું છે એમ અન્વય છે.