________________
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ
૨૪૧ પડે તો ગોબરમાં અગ્નિ પ્રગટે છે તેમ પટાદિ વસ્તુમાં રૂપ હોય તેના ઉપર પ્રકાશનાં કિરણો પડતાં હોય અને કોઈની ચક્ષુનો સંયોગ થાય તો તેના મનમાં રૂપનું જ્ઞાન પ્રગટ થાય છે અને જે વ્યક્તિને રૂપનું જ્ઞાન થાય છે તે વ્યક્તિ પૂર્વ ક્ષણમાં રૂપના જ્ઞાનને અભિમુખ મનવાળી હોય છે, જેનાથી ઉત્તરમાં રૂપના જ્ઞાનવાળું મન થાય છે, તેથી રૂપના જ્ઞાન વખતે પૂર્વનું મન ઉપાદાન કારણ છે; કેમ કે પૂર્વનું મન જ ઉત્તરમાં રૂપના જ્ઞાનરૂપે થાય છે અને વસ્તુમાં રહેલું રૂપ, પ્રકાશ અને ચક્ષુ એ ત્રણ રૂપના જ્ઞાન પ્રત્યે નિમિત્ત હેતુ બને છે. એ રીતે એક દેવદત્તરૂપ વસ્તુથી કોઈક પુરુષને આ મારા પિતા છે તેવું જ્ઞાન થાય છે ત્યારે તે વ્યક્તિનું મન દેવદત્તરૂપ વ્યક્તિને જોઈને પિતારૂપ જ્ઞાનવાળું થાય છે, તેથી તે વ્યક્તિનું પૂર્વનું મન પિતા એ પ્રકારના જ્ઞાન પ્રત્યે ઉપાદાન કારણ છે તે જોનાર પુરુષની ચક્ષુ, પ્રકાશ અને દેવદત્ત નિમિત્ત કારણ છે, તેથી એક દેવદત્તરૂપ વ્યક્તિને આશ્રયીને ઉપાદાન કારણ એવો કોઈકનો મનસ્કાર અને શેષ ત્રણ નિમિત્ત કારણ બને છે, એથી દેવદત્તને આશ્રયીને પિતાનું જ્ઞાન થાય છે, તે રીતે તે દેવદત્તરૂપ વ્યક્તિને આશ્રયીને અન્ય કોઈ વ્યક્તિને આ મારો પુત્ર છે, એ પ્રકારનું જ્ઞાન થાય છે, ત્યાં પણ તે જ્ઞાન કરનાર વ્યક્તિના મનની પૂર્વ ક્ષણ ઉપાદાન કારણ છે અને તે વ્યક્તિની ચક્ષુ, પ્રકાશ અને દેવદત્ત નિમિત્ત કારણ છે, આ રીતે પરના રૂપના જ્ઞાનમાં જેમ મનસ્કાર ઉપાદાન કારણ છે અને રૂપાદિ ત્રણ નિમિત્ત કારણ છે તેમ પિતાના જ્ઞાનમાં, પુત્રના જ્ઞાનમાં તે તે વ્યક્તિના મનસ્કારની પૂર્વેક્ષણ ઉપાદાન હેતુ છે અને પ્રકાશ, ચક્ષુ અને દેવદત્ત નિમિત્ત હેતુ છે. આ રીતે એક એવા દેવદત્તરૂપ એક સ્વભાવવાળી વસ્તુથી અન્ય અન્ય ઉપાદાન હેતુથી તે તે પ્રકારનો બોધ કરનારના મનની પૂર્વેક્ષણરૂપ ઉપાદાન હેતુથી, અને અન્ય અન્ય નિમિત્તના હેતુની સહાયથી તે તે વ્યક્તિના ચક્ષુ, પ્રકાશ અને દેવદત્તરૂપ વ્યક્તિની સહાયથી, અનેક કાર્યનો ઉદયઆ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ કાર્યનો ઉદય, થાય છે તેમ સર્વ સામગ્રીઓમાં થઈ શકે છે એમ બૌદ્ધ માને છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
જે રીતે સ્યાદ્વાદના મતે એક દેવદત્તથી આ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ બોધરૂપ કાર્ય થાય છે તેમ સર્વથા એક સ્વભાવવાળી દેવદત્તરૂ૫ વસ્તુથી ભિન્ન ભિન્ન વ્યક્તિમાં આ પિતા છે, આ પુત્ર છે એવા બોધરૂપ અનેક ફલનો ઉદય થઈ શકે નહિ; કેમ કે કેટલાંક ફલોના અહેતુકત્વની પ્રાપ્તિ છે. કેમ કેટલાંક ફલોના અહેતુકત્વની પ્રાપ્તિ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – દેવદત્તરૂપ વ્યક્તિ કોઈકને દેવદત્તરૂપે બોધ કરવામાં ઉપયોગી બને છે તે જ દેવદત્ત અન્યને પિતારૂપે બોધ કરાવવામાં ઉપયોગી બની શકે નહિ; કેમ કે દેવદત્તનો એક ઠેકાણે દેવદત્તરૂપે બોધ કરાવવામાં ઉપયોગ થયેલો હોવાથી પિતારૂપે બોધ કરાવવામાં દેવદત્તનો ઉપયોગ થઈ શકે નહિ, પરંતુ દેવદત્તમાં દેવદત્તત્વથી અતિરિક્ત પિતૃત્વ આદિ ધર્મ હોય તો તે ધર્મ જ આ પિતા છે ઇત્યાદિ બોધ કરાવવામાં ઉપયોગી બની શકે, માટે સર્વથા એક સ્વભાવવાળી દેવદત્તરૂપ વ્યક્તિથી અનેક ફલનો ઉદય બૌદ્ધ દર્શનવાદી ઉપાદાનના અને નિમિત્તના ભેદથી કરે, તોપણ થઈ શકે નહિ, પરંતુ જે રીતે સ્યાદ્વાદી વસ્તુને એક-અનેકરૂપે સ્વીકારે છે તેમ સ્વીકારવામાં આવે તો જ દેવદત્તમાં પિતા-પુત્રાદિનો વ્યવહાર સંગત થાય.
લલિતવિસ્તરામાં ૩મયથાપિ એમ કહ્યું ત્યાં પિથી એ કહેવું છે કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ એક દેવદત્તમાં