________________
નમુસ્કુર્ણ સિવાયના સૂત્રો બોલીને પણ યોગમાર્ગની વૃદ્ધિ
૨૫૩ ચૈત્યવંદનની ક્રિયાથી આત્મામાં યોગમાર્ગની કંઈક ભૂમિકા પ્રગટ થાય તે જ ચૈત્યવંદનની ક્રિયાનો જ્ઞાપક છે અને જો લેશ પણ યોગસિદ્ધિ ન થાય તો ચૈત્યવંદન કર્યું છે તેમ કહી શકાય નહિ, માટે ચૈત્યવંદન દ્વારા શુભ ચિત્તના લાભરૂપ યોગસિદ્ધિના અર્થીએ પોતાનામાં તે પ્રકારે ચૈત્યવંદન કરવાની શક્તિ ન હોય તો શાસ્ત્રમર્યાદાના જાણનારા યોગીઓ દ્વારા કરાતા ચૈત્યવંદનને જ શ્રવણ કરવું જોઈએ તેથી શુભ ચિત્તની પ્રાપ્તિ થવાને કારણે પોતે ચૈત્યવંદન કર્યું છે' તેમ નક્કી થાય.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં જે ચૈત્યવંદનની વિધિ બતાવી છે તે વિધિ અનુસાર અજ્ઞ જીવો પણ ચૈત્યવંદન કરે અને તેઓને તેનાથી યોગની સિદ્ધિ ન થાય, તોપણ તેઓએ ચૈત્યવંદન કર્યું નથી તેમ કેમ ન કહી શકાય ? તે શંકાના નિવારણ માટે કહે છે –
પ્રવચન અર્થનો દેશ બે પ્રકારનો છે – ૧. શબ્દથી કહેવાયેલો અને ૨. અર્થથી કહેવાયેલો, તેથી ચૈત્યવંદનમાં કયા ક્રમથી ક્યાં સૂત્રો બોલવાં જોઈએ તે કહેનારાં વચનો શબ્દોક્ત છે=શબ્દોથી ચૈત્યવંદન આ રીતે થાય તેમ કહેવાયેલું છે, અને સૂત્રના અર્થોની જે યુક્તિ છે તેના સામર્થ્યથી પ્રાપ્ત જે અર્થ છે તે અર્થોક્ત છે અને પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયા અર્થોક્ત વર્તે છે; કેમ કે ચૈત્યવંદનની ક્રિયા માત્ર શબ્દ અનુસાર કરવાથી શુભ ચિત્તની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્રના રહસ્યને જાણનારા વિવેકી સાધુ કે શ્રાવક શુભ ચિત્તનો લાભ થાય તે રીતે ચૈત્યવંદન કરે તે પારમાર્થિક ચૈત્યવંદન છે તે કથન અર્થથી પ્રાપ્ત છે; કેમ કે માત્ર જિનપ્રતિમા આગળ તે ક્રમથી સૂત્રો બોલવાથી શુભ ચિત્તનો લાભ થતો નથી, પરંતુ સ્તોત્રના રહસ્યને જાણનારાને કે સ્તોત્રના રહસ્યને જાણનારાથી બોલાતાં સૂત્રોનું શ્રવણ કરનારાને જે શુભ ચિત્તનો લાભ થાય છે તેનાથી જ તેઓએ ચૈત્યવંદન કર્યું છે તેમ કહેવાય છે. શબ્દોક્ત મર્યાદાથી અજ્ઞ જીવોએ ચૈત્યવંદન કરેલું હોવા છતાં શુભ ચિત્તની પ્રાપ્તિ નહિ હોવાથી તેઓએ ચૈત્યવંદન કર્યું નથી એમ કહેવાય છે, માટે શુભ ચિત્તનો લાભ થાય તે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક અજ્ઞ જીવોએ પણ બીજાનાં સ્તોત્રોનું શ્રવણ કરવું જોઈએ, જેથી તેના શ્રવણના પ્રણિધાનના બળથી પણ કંઈક યોગસિદ્ધિ થાય અને કરાયેલું ચૈત્યવંદન ફળવાળું બને અને આમ હોતે છતે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે શુભ ચિત્તનો લાભ થાય તેવું ચૈત્યવંદન કરવું જોઈએ, અન્યથા તેણે શબ્દથી ચૈત્યવંદન કર્યું છે, અર્થથી કર્યું નથી એમ હોતે છતે, અમે તે જ ચૈત્યવંદનને ચૈત્યવંદન સ્વીકારીએ છીએ જેનાથી ચૈત્યવંદન કરનારને શુભ ચિત્તનો લાભ થાય, માટે પર વડે ઉપહાસબુદ્ધિથી પ્રસ્તુત એવા ચૈત્યવંદનની અસારતાના આપાદન માટે જે કહેવાયું છે તે અર્થ વગરનું છે, ચૈત્યવંદનની ક્રિયાને નિરર્થક કહેનારા શું કહે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
કેટલાક કહે છે કે યોગમાર્ગની નિષ્પત્તિના અર્થી એવા ક્ષપણક સાધુ કે શ્રાવક કોલાહલકલ્પ ચૈત્યવંદન કરે છે તેનાથી યોગમાર્ગને અનુકૂળ ચિત્ત ભાવિત થતું નથી એવું અભાવિત ચૈત્યવંદન કરવું નિરર્થક છે. આ પ્રકારે કહેનારા તેઓ સ્કૂલ દૃષ્ટિથી મુગ્ધ જીવો જે ચૈત્યવંદન કરે છે તેને સન્મુખ રાખીને કહે છે અને કહે છે કે ખરેખર યોગ આત્માની તત્ત્વથી ભાવિત અવસ્થા છે, તેથી પરમાત્માના ગુણોથી આત્માને ભાવિત કરવો જોઈએ, તેના બદલે જિનાલયમાં કોલાહલ જેવું ચૈત્યવંદન કરીને યોગમાર્ગને વ્યાઘાત થાય તેવું