Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 275
________________ રીપર લલિતવિસ્તરા ભાગ-૨ પંજિકાર્ય : વિમિત્કારિ ... સામાન્ II વિદ્યમિત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, દ્વિવિધ ઉક્ત છે=બે પ્રકારનો, પ્રવચનાર્થનો દેશ છે, તેને જ=બે પ્રકારના પ્રવચનાર્થના દેશને જ, વ્યક્ત કરે છે સ્પષ્ટ કરે છે – શથી કહેવાયેલું સૂત્રથી આદિષ્ટ જ, અર્થથી કહેવાયેલું=સૂત્રના અર્થતી યુક્તિના સામર્થ્યથી પ્રાપ્ત થયેલું, આ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિ વડે રચાયેલી લલિતવિસ્તરાની પંજિકામાં પ્રણિપાતદંડક સમાપ્ત થયો. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે સાધુ અને શ્રાવક પૂર્વમાં વર્ણન કરાયેલ નમુત્થણે સૂત્રને બોલ્યા પછી પંચાંગ પ્રણિપાત કરે છે, ત્યારપછી ઉચિત વિધિથી બેસીને રાગાદિ વિષના પરમ મંત્રરૂપ મહાસ્તોત્રો ભણે છે જેનાથી પોતાનો આત્મા ભગવાનના ગુણોથી અત્યંત વાસિત થાય તે સ્તોત્રો પ્રાયઃ નમુત્યુર્ણ સૂત્રમાં બતાવાયેલા ભગવાનના ગુણો તુલ્ય જ ગુણોને અભિવ્યક્ત કરનારાં હોય છે અને જો તેવા તુલ્ય સ્તોત્રો ન બોલે અને જે તે પ્રકારનાં સ્તોત્રો બોલે તો નમુત્થણે સૂત્રથી પ્રગટ થયેલો જે યોગનો પરિણામ છે તેનો વ્યાઘાત થાય છે, તેથી વિવેકી સાધુ અને શ્રાવકે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક નમુત્થણં સૂત્ર બોલીને જે યોગનું ચિત્ત પ્રગટ કર્યું છે તેને જ અતિશય કરે તેવાં અન્ય સ્તોત્રો બોલવાં જોઈએ, જેથી તે સ્તવનો દ્વારા યોગના ચિત્તની વૃદ્ધિ થાય અર્થાતુ યોગમાર્ગમાં પ્રવર્તતા ચિત્તની વૃદ્ધિ થાય અને જેઓને તે પ્રકારનો બોધ નથી કે કયાં સ્તવનો બોલીને યોગમાર્ગના ચિત્તની વૃદ્ધિ થાય તેવા સાધુએ અને શ્રાવકે બીજાનાં તેવાં સ્તોત્રોનું શ્રવણ કરવું જોઈએ અર્થાત્ જેઓ ભગવાનની સ્તુતિ કરવામાં નિપુણ પ્રજ્ઞાવાળા છે તેઓ જે નમુત્યુર્ણ સૂત્ર બોલે તે નમુત્થણે સૂત્રથી પ્રગટ થયેલ યોગમાર્ગમાં પ્રસ્થિત ચિત્ત ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે પ્રકારનાં અન્ય સ્તવનો ત્યારપછી બોલે, તેઓનાં બોલાયેલાં તે નમુત્થણે સૂત્રને અને સ્તવનોને અજ્ઞ સાધુએ અને શ્રાવકે સાંભળવાં જોઈએ, એ રીતે જ અજ્ઞ સાધુને કે શ્રાવકને શુભ ચિત્તનો લાભ થાય છે, કેમ કે જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરે છે તેઓની ભાવિત દશાથી બોલાયેલા ચૈત્યવંદનને સાંભળીને તે અજ્ઞ જીવોને પણ કંઈક શુભ ભાવો થાય છે, અન્યથા તેનો વ્યાઘાત થાય અર્થાત્ જો અજ્ઞ જીવો અન્યનું ચૈત્યવંદન ન સાંભળે અને યથાતથા ચૈત્યવંદન કરે તો શુભ ચિત્તનો વ્યાઘાત થાય છે એ પ્રમાણે યોગચાર્યો કહે છે; કેમ કે યોગના રહસ્યને જાણનારાઓ જે ક્રિયાથી યોગના કોઈ અંશો પ્રગટે નહિ તેની ક્રિયાને શુભ ચિત્તના વ્યાઘાત કરનારી કહે છે, તેથી અન્ન જીવોએ કલ્યાણને માટે જે યોગીઓ ભાવને સ્પર્શે તે રીતે ચૈત્યવંદન કરે છે તેઓનું ચૈત્યવંદન સાંભળવું જોઈએ. ચૈત્યવંદન વાસ્તવિક રીતે કર્યું છે કે નથી કર્યું તેની જ્ઞાપક યોગસિદ્ધિ જ છે, નહિ કે યથાતથા બોલાયેલી ચૈત્યવંદનની ક્રિયા. જેમ કોઈએ કોઈ વસ્તુનો વેપાર કર્યો, તે વસ્તુથી તેને ધનની પ્રાપ્તિ થઈ નહિ, તો તેણે વેપાર કર્યો છે તેમ કહેવાય નહિ, પરંતુ ધનની પ્રાપ્તિ થાય તે જ “વેપાર કર્યો છે તેનું જ્ઞાપક છે, તેમ જ

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278