________________
૨પ૧
નમુસ્કુર્ણ સિવાયના સૂત્રો બોલીને પણ યોગમાર્ગની વૃદ્ધિ લાભાર્થપણું છે.
અને આમ હોતે છતે વંદનાની ક્રિયા યોગવૃદ્ધિનો હેતુ છે એમ હોતે છતે, તે આગળ કહે છે તે, કંઈ નથી=અર્થ વગરનું છે, જે ઉપહાસ બુદ્ધિથી પ્રસ્તુતના=ચૈત્યવંદનની ક્રિયાના, અસારતા આપાદન માટે પર વડે કહેવાયું છે, તે આ પ્રમાણે – કર્મોની ક્ષપણા કરવામાં તત્પર થયેલા પુરુષના વંદનના કોલાહલ જેવા આ અભાવિત અભિધાન વડે સયું અર્થાત્ તેવું ચૈત્યવંદન યોગનિષ્પતિનું કારણ નહિ હોવાથી નિરર્થક છે.
કેમ તે કથન અર્થ વગરનું છે? તેમાં હેતુ કહે છે – પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અભાવિત અભિધાનનો અયોગ છે. કેમ અભાવિત અભિધાનનો અયોગ છે ? એમાં હેતુ કહે છે –
થાનાદિ ગર્ભપણું હોવાને કારણે=વિવેકી સાધુ કે શ્રાવક પૂર્વમાં કહ્યું એ રીતે ચૈત્યવંદન કરે છે ત્યારે તેઓના ચિત્તમાં રથાનાદિ ગર્ભપણું હોવાને કારણે ભાવસારપણું છે.
અહીં પ્રશ્ન થાય કે બહુલતાએ સ્થાનાદિમાં ઉપયુક્ત થઈને ચૈત્યવંદન કરનારા દેખાતા નથી, તેથી તેઓનું ચિત્ત ચૈત્યવંદનકાળમાં અભાવિત થઈને કોલાહલ કલ્પ જ દેખાય છે, તેથી ત્રીજો હેતુ કહે છે –
તેનાથી અપરનું સ્થાનાદિના યત્ન વગરના ચૈત્યવંદન કરનારા સાધુનું અને શ્રાવકનું, આગમબાહ્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે તેવા આગમબાહ્ય કરનારા સાધુના અને શ્રાવકના ચૈત્યવંદનને આશ્રયીને કોલાહલ કલ્પ ચૈત્યવંદન છે તેમ સ્વીકારવું પડશે, તેના નિરાકરણ માટે ચોથો હેતુ કહે છે –
પુરુષની પ્રવૃત્તિથી આગમ નિરપેક્ષ ચૈત્યવંદન કરનારા પુરુષની પ્રવૃત્તિથી, તેની બાધાનો અયોગ છે તે ચૈત્યવંદન કોલાહલ કલ્પ હોવાને કારણે અકર્તવ્ય છે એ પ્રકારની બાધાનો અયોગ છે. કેમ તેવા ચૈત્યવંદનને ગ્રહણ કરીને તે ચૈત્યવંદનને અકર્તવ્ય ન કહી શકાય તેમાં પાંચમો હેતુ કહે છે –
અન્યથા અતિપ્રસંગ છે=વિવેકીની પ્રવૃત્તિને છોડીને અવિવેકીની પ્રવૃત્તિને ગ્રહણ કરીને તે ચૈત્યવંદન અકર્તવ્ય છે તેમ કહેવામાં આવે તો સર્વ કૃત્યોને અકર્તવ્ય સ્વીકારવાનો અતિપ્રસંગ આવે, એથી અર્થ વગરનું જ છે=પર વડે ઉપહાસબુદ્ધિથી ચૈત્યવંદનની અસારતાનું કથન અર્થ વગરનું જ છે. પંજિકા -
द्विविधमित्यादि, द्विविधं-द्विप्रकारम्, उक्तं प्रवचनार्थदेशः, तदेव व्यनक्ति- शब्दोक्तं सूत्रादिष्टमेव, अर्थोक्तं सूत्रार्थयुक्तिसामर्थ्यगतम् ।
इति श्री मुनिचन्द्रसूरिविरचितललितविस्तरापञ्जिकायां प्रणिपातदंडकः समाप्तः ।