________________
૫૪
લલિતવિસ્તરા ભાગ-૨ વાતાવરણ કરે છે, માટે તેવું ચૈત્યવંદન કરવું જોઈએ નહિ, પરંતુ શાંતમુદ્રાથી પરમાત્માનાં દર્શન કરવાં જોઈએ, જેથી ભગવાનના ગુણોથી ચિત્ત ભાવિત થાય. આ પ્રકારના પરના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વમાં કહ્યું એ પ્રકારે જેઓ સ્થાનાદિમાં યત્નપૂર્વક ચૈત્યવંદન કરે છે અથવા તેના વિષયમાં અજ્ઞ જીવો સ્થાનાદિમાં યત્ન કરનારા મહાત્માઓના ચૈત્યવંદનને સાંભળે છે. તેઓનું અભાવિત અભિધાન નથી, પરંતુ સૂત્રના અર્થમાં દઢ પ્રણિધાનપૂર્વક તેઓ ચૈત્યવંદન કરે છે ત્યારે સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબનમાં યથાયોગ્ય ઉપયોગ પ્રવર્તતો હોવાથી તેઓની ચૈત્યવંદનની ક્રિયા ભગવાનના ગુણોથી ભાવિત અભિધાનવાળી છે, માટે તેવી ક્રિયાને અસાર કહેવી ઉચિત નથી અને જેઓ અજ્ઞ છે અને સ્વમતિથી માત્ર શબ્દાત્મક ચૈત્યવંદન કરે છે તેઓની ચૈત્યવંદનની ક્રિયા આગમબાહ્ય છે અને તેવા પુરુષોની ચૈત્યવંદનની ક્રિયાને ગ્રહણ કરીને સર્વ ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેમ કહી શકાય નહિ, આમ છતાં આગમબાહ્ય જીવોની કોલાહલકલ્પ ચૈત્યવંદનની ક્રિયાને ગ્રહણ કરીને બધા જીવોની ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેમ કહેવામાં આવે તો સર્વત્ર અતિપ્રસંગ પ્રાપ્ત થાય, જેમ વેપારમાં અનિપુણ પુરુષ જેમ તેમ વેપાર કરીને ધનના અર્જનને બદલે ધનને અલ્પ કરે તેને ગ્રહણ કરીને વેપારને અસાર કહેવાનો અતિપ્રસંગ આવે, તેથી વિવેકપૂર્વકની ધનઅર્જનની ક્રિયા જ ધનપ્રાપ્તિનો હેતુ છે, તેમ વિવેકપૂર્વકની ચૈત્યવંદનની ક્રિયા શુભ ચિત્તના લાભનો હેતુ છે, એથી કોલાહલકલ્પ ચૈત્યવંદનને ગ્રહણ કરીને ચૈત્યવંદનની અસારતાને કહેનારું પરનું વચન અર્થ વગરનું જ છે.
અનુસંધાન : લલિતવિસ્તરા ભાગ-૩