________________
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવતની સિદ્ધિ
૪૫ અવય છે, આવા જ કાર્યના દગંતને કહે છે–તંતુના રૂપથી બે કાર્યો થયાં, એક પટનું રૂપ અને બીજું તંતુના રૂપનું પ્રત્યક્ષ જ્ઞાન, તેમાં તંતુના રૂપથી પટનું રૂપ સમસ્ત વસ્તુસ્વભાવને આશ્રયીને થાય છે તેમાં દષ્ટાંતને કહે છે – તેના સ્વરૂપની જેમ=જે પ્રકારે હેતુભૂત સ્વભાવનું સ્વરૂપ સ્વ ભાવના સમસ્તપણાને આશ્રયીને થાય છે અથવા અધિકૃત એક કાર્યગત સ્વભાવનું સ્વરૂપ સ્વ ભાવના સમસ્તપણાને આશ્રયીને જ થાય છે તે પ્રકારે પ્રથમ પણ કાર્ય સમસ્તપણાને આશ્રયીને થાય છે એમ અવય છે અર્થાત્ તંતુના રૂપનું સ્વરૂપ અથવા તંતુથી થયેલા પટના રૂપનું સ્વરૂપ પોતાના ભાવના સમસ્તપણાને આશ્રયીને જ થાય છે તેમ પ્રથમ કાર્ય પણ સમસ્તપણાને આશ્રયીને થાય છે, માટે બીજા કાર્ય પ્રત્યે તંતુનું રૂપ હેતુ થઈ શકે નહિ એમ અવય છે.
પરના અભિપ્રાયની આશંકા કરીને કહે છે= પ્રથમ શ્લોકમાં કહ્યું કે જે સ્વભાવથી એક કાર્ય થયું તે સ્વભાવથી અન્ય કાર્ય થઈ શકે નહિ ત્યાં બીજાના અભિપ્રાયની આશંકા કરીને કહે છે – અચ= બીજું કાર્ય, અને આવા પ્રકારનું=પ્રથમ કાર્યના હેતુથી જ થાય એવા પ્રકારનું છે, એ જો થાય=જો સ્વીકારાય તો શું વિરોધ થાય? અર્થાત્ કોઈ વિરોધ નથી, તે પણ થાવ=પ્રથમ કાર્યના હેતુથી બીજું કાર્ય પણ થાવ, એ પ્રકારનો પરના અભિપ્રાયનો ભાવ છે.
અહીં=પરની શંકામાં, ઉત્તર આપે છે – તેના સ્વભાવનું વસ્તુગત રૂપ-રસાદિરૂપ સ્વભાવનું તેના આદિ કાર્યગત રૂપરસાદિ રૂપ સ્વભાવનું, સંપૂર્ણપણાથી પ્રથમ પ્રત્યે=પ્રથમ કાર્યને આશ્રયીનેત્રપટના રૂપાદિ રૂપ કાર્યને આશ્રયીને, હેતુપણું=નિમિત્તપણું, ન વિરોધ પામે ?=વિરોધ પામે, આ કહેવાયેલું થાય છે=બે શ્લોકોથી આ કહેવાયેલું થાય છે – આવકાર્યમાં જ સર્વાત્મપણાથી ઉપયુક્તપણું હોવાને કારણે તેનાથી=આઈ કાર્યના કારણથી, કાર્યાતરનો સંભવ=અન્ય કાર્યનો સંભવ, કેવી રીતે હોય ? અર્થાત હોઈ શકે નહિ અને તેના સંભવમાં-આવ કાર્યના કારણથી બીજા કાર્યના સંભવમાં, તેનો આધ કાર્યના કારણનો, પ્રથમ કાર્યમાં સંપૂર્ણપણાથી ઉપયોગ નથી, એથી બળાત્કાર અનેકરૂપ વસ્તુની સિદ્ધિ છે=વસ્તુ અનેક કાર્ય કરવાના સ્વભાવવાળી હોવાથી અનેક સ્વરૂપવાળી છે તેની સિદ્ધિ છે, ગાદિ શબદથી=લલિતવિસ્તરામાં ઈત્યાદિ ગ્રંથથી એમ કહ્યું ત્યાં રહેલા ગાદિ શબ્દથી, અન્ય કારિકાનો ગ્રંથ=પ્રસ્તુત બે કારિકા બતાવી તેનાથી અન્ય કારિકાનો ગ્રંથ, ગ્રહણ કરવો. ભાવાર્થ
પૂર્વમાં એકાંત એક સ્વરૂપવાળા દેવદત્તથી આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ અનેક બોધરૂપ કાર્ય સંગત થાય નહિ, એથી દેવદત્તમાં અનેક સ્વભાવ માનવા જોઈએ તેમ યુક્તિથી સ્થાપન કર્યું, ત્યાં નિરંશ એક દેવદત્તને સ્વીકારનાર બૌદ્ધ દર્શનવાદી કહે કે દેવદત્તરૂપ વ્યક્તિમાં અનેક કાર્યો કરે એવો એક સ્વભાવ છે અર્થાત્ દેવદત્ત અનેક સ્વભાવવાળો નથી, પરંતુ એક સ્વભાવવાળો છે અને તે એક સ્વભાવ કોઈકને આ પિતા છે, કોઈકને આ પુત્ર છે, ઇત્યાદિ અનેક કાર્યો કરવા સમર્થ છે એ પ્રકારની બૌદ્ધની કલ્પના શબ્દાંતરથી સ્યાદ્વાદને જ અનુસરનારી છે; કેમ કે શબ્દાંતરથી તેણે એક જ સ્વભાવવાળો દેવદત્ત અનેક કાર્ય