________________
૨૪૨
લલિતવિસ્તરા ભાગ-૨ સંબંધના ભેદથી વાસનાને કારણે પિતા-પુત્ર આદિનો વ્યવહાર થાય છે એમ બૌદ્ધ કહે છે તે સંગત નથી તેમ કહ્યું, ત્યારપછી ઉપાદાન ભેદથી પણ બૌદ્ધના મતમાં પિતા-પુત્ર આદિનો વ્યવહાર સંગત નથી તેમ કહ્યું, હવે સ્યાદ્વાદીના મતમાં જે રીતે સંગત છે તે રીતે ઉપાદાનનો ભેદ અને નિમિત્તનો ભેદ ગ્રહણ કરીને તે સંગત કરવા બૌદ્ધ પ્રયત્ન કરે તે રીતે સમયથી પણ બંને પ્રકારે પણ, તે સંગત થાય નહિ, એ પિ શબ્દનો અર્થ છે અર્થાત્ નિમિત્ત ભેદથી પણ સંગત થાય નહિ, ઉપાદાનના ભેદથી પણ સંગત થાય નહિ, ઉપાદાન અને નિમિત્તને ગ્રહણ કરવારૂપ મયથા પણ સંગત થાય નહિ.
અહીં પંજિકામાં અનેક ફલના ઉદયનો અર્થ કરતાં કહ્યું કે આલોક અને પરલોકના કાર્યનો પ્રસવ સર્વથા એક સ્વભાવથી થાય નહિ, જે પ્રમાણે પર એવા બૌદ્ધ વડે પરિકલ્પના કરાય છે અને તેમ કહ્યા પછી તેઓની પરિકલ્પનાની સ્પષ્ટતા કરી કે રૂપ, આલોક, મનસ્કાર અને ચક્ષુથી રૂપનું વિજ્ઞાન થાય છે તે સ્થાનમાં આલોક અને પરલોકના ફલનું કોઈ યોજન બતાવ્યું નથી, તેથી તેને અહીં ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે તે કંઈ સ્પષ્ટ થતું નથી, તેથી એને છોડીને લલિતવિસ્તરાનો અર્થ પ્રસ્તુત બૌદ્ધના એકાંતવાદ સાથે જે રીતે જોડાયેલો છે તે રીતે અમે કરેલ છે
વળી, પંજિકામાં કહ્યું કે રૂપ, આલોક અને ચક્ષુની પણ પોતપોતાની પૂર્વની ક્ષણ સ્વકાર્યના જનનમાં ઉપાદાન હેતુ છે અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે, વસ્તુતઃ પૂર્વનું રૂપ ઉત્તરના રૂપને પ્રગટ કરે છે ત્યારે નિમિત્ત હેતુ કોઈ નથી તે પણ પ્રાપ્ત થાય છે, વળી, પૂર્વનો પ્રકાશ ઉત્તરના પ્રકાશ પ્રત્યે નિમિત્ત હેતુ બને છે ત્યારે અન્ય ત્રણ નિમિત્ત હેતુ કોઈ ન હોય તેમ પણ પ્રાપ્ત થાય છે અને પૂર્વની ચક્ષુ ઉત્તરની ચક્ષુ પ્રત્યે ઉપાદાન હેતુ બને છે ત્યારે અન્ય કોઈ ત્રણ નિમિત્ત હેતુ ન હોય તેમ પણ પ્રાપ્ત થાય છે, છતાં પંજિકામાં રૂપ, આલોક, ચક્ષુની પૂર્વની ક્ષણ ઉપાદાન હેતુ છે અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય શું છે તે સ્પષ્ટ નહિ હોવાથી તેને ગ્રહણ કરીને અમે લલિતવિસ્તરાનો ભાવાર્થ લખ્યો નથી, પરંતુ લલિતવિસ્તરાના મૂળ કથન સાથે જે રીતે પંજિકાના અર્થનું પ્રતિસંધાન થાય છે તે રીતે અહીં અર્થ કરેલ છે. લલિતવિસ્તરા :
अनेककार्यकरणैकस्वभावत्वकल्पना तु शब्दान्तरेणैतदभ्युपगमानुपातिन्येव। निरूपितमेतदन्यत्र'यतः स्वभावतो जातमेकं नान्यत्ततो भवेत् । कृत्स्नं प्रतीत्य तं भूतिभावत्वात् तत्स्वरूपवत् ।।१।। अन्यच्चैवंविधं चेति, यदि स्यात्किं विरुध्यते? । तत्स्वभावस्य कात्स्न्येन, हेतुत्वं प्रथमं प्रति ।।२।।'
इत्यादिना ग्रन्थेनेति नेह प्रतन्यते, तदेवं निरुपचरितयथोदितसंपत्सिद्धौ सर्वसिद्धिरिति व्याख्यातं प्रणिपातदण्डकसूत्रम् ।