________________
૨૩૧
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ અર્થાત્ સજાતીય પણ પીત આદિ વાસનાના અજનન સ્વભાવપણાથી નીલાદિ વાસનાનું જ જનત સ્વભાવપણું હોવાથી આ અર્થાત તીલથી પીત આદિ વાસનાના જન્મનો પ્રસંગ નથી જ એમ આગળમાં સંબંધ છે. નીલ રૂપનો નીલ વાસનાજનન સ્વભાવ જ કેમ છે ? એમાં બૌદ્ધ દર્શનવાદી યુક્તિ બતાવે છે –
અને સ્વભાવ પ્રશ્ન કરવા યોગ્ય નથી, અગ્નિ બાળે છે, આકાશ બાળતું નથી, એમાં કોણ પ્રશ્ન કરી શકે? આ પણ પરિહારદંતર=બોદ્ધનું સમાધાન, અસત્ છે=અસુંદર છે, કયા કારણથી અસુંદર છે? એમાં હેતુ કહે છે – વાણીમાત્રપણું હોવાથી યુક્તિની અનુપપત્તિ છે–વાણીમાત્ર જ આ અર્થાત્ બૌદ્ધનું સમાધાન છે એથી યુક્તિની અનુપપતિ છે, તેને જ=નીલરૂપથી તીલની વાસના થાય છે અન્ય થતી નથી એ પ્રકારનું બૌદ્ધનું કથન વાણીમાત્ર હોવાને કારણે યુક્તિ વગરનું છે એમ પૂર્વમાં કહ્યું તે યુક્તિની અનુપપતિને જ, ભાવન કરે છે – નીલ વાસનાથી પીત આદિની જેમ=પીત-રક્ત આદિ વાસનાની જેમ, પિતા આદિની વાસનાથી–પિતા આદિની વાસનાની અપેક્ષાએ, પુત્ર આદિની વાસના ભિન્ન નથી એમ નહિ પૃથર્ નથી એમ નહિ, પરંતુ ભિન્ન જ છે, એ સૂક્ષ્મ ઉપયોગથી નિરૂપણ કરવું જોઈએ=વિચારવું જોઈએ, તે સૂક્ષ્મ ઉપયોગથી વિચારણાને “યથા'થી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે નીલાદિ જોવાયેલું છતું નીલાદિ સ્વવાસનાને જ કરે છે, ભિન્ન એવી રીત આદિ વાસનાને પણ કરતી નથી તે પ્રમાણે એક સ્વભાવવાળી વસ્તુ એક જ પિતા આદિ વાસનાને કરે, તેનાથી ભિન્ન અન્ય પુત્ર આદિ વાસનાને પણ કરે નહિ. ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે એક જ દેવદત્તમાં આ પિતા છે, પુત્ર છે, ઇત્યાદિ અનેક વ્યવહારો થાય છે, તેમાં વ્યવહાર કરનારને આ પિતા છે, આ પુત્ર છે, એ પ્રકારની વાસના દેવદત્તમાં રહેલ પિતૃત્વ, પુત્રવધર્મને આશ્રયીને છે અને તેમ ન સ્વીકારવામાં આવે અને બૌદ્ધ કહે છે તેમ સ્વીકારવામાં આવે તો એક દેવદત્તથી જ પિતાની વાસના, પુત્રની વાસના થઈ શકે છે તો રૂપથી રસની વાસનાની પણ આપત્તિ આવે. તેનું સમાધાન બૌદ્ધ કરે કે રૂપમાં રૂપત જાતિ છે, રસમાં રસત્વ જાતિ છે, માટે રૂપથી રસની વાસના થઈ શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રકારનું બૌદ્ધનું સમાધાન પણ અયુક્ત છે; કેમ કે નીલરૂપ અને પીતરૂપ એક જાતિવાળા છે, તેથી એક જાતિવાળા એવા નીલરૂપથી પીત આદિની વાસના સ્વીકારવાનો પ્રસંગ આવે, તેનું સમાધાન કરવા બૌદ્ધ કહે કે નીલરૂપનો તેવો જ સ્વભાવ છે કે નીલની જ વાસના કરે, પીતરૂપની વાસના ન કરી શકે અને આવો સ્વભાવ કેમ છે એ પ્રશ્ન થઈ શકે નહિ; કેમ કે અગ્નિ બાળે છે, આકાશ બાળતું નથી, ત્યાં કોઈ પ્રશ્ન કરી શકે નહિ કે અગ્નિ કેમ બાળે છે, આકાશ કેમ બાળતું નથી, તે રીતે નીલ સ્વભાવથી નીલની જ વાસના થાય છે, પીતની વાસના થતી નથી, આ પ્રકારનું સમાધાન બૌદ્ધ આપે છે તે સુંદર નથી; કેમ કે તે સમાધાન વાણીમાત્રથી છે, પરંતુ તેમ સ્વીકારવામાં યુક્તિની અનુપત્તિ છે અને તે યુક્તિ સ્પષ્ટ કરતાં કહે છે – નીલ વાસનાથી પીત-રક્ત આદિ વાસના ભિન્ન છે, તેમ પિતા આદિ વાસનાથી પુત્ર આદિની વાસના પણ ભિન્ન છે, તેથી જેમ નીલ વાસના અને પીત