________________
૨૩૮
લલિતવિક્તા ભાગ-૨ પરંતુ એક વસ્તુરૂપ જ જગત છે અને તેના બળથી જ જગતમાં આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ સર્વ વ્યવહારની સિદ્ધિ થઈ શકે છે, તેમ માનવું પડે. ભાવાર્થ -
પૂર્વમાં એકાંત પક્ષમાં એક દેવદત્તમાં પિતા-પુત્રાદિ વ્યવહાર સંગત નથી તેમ બતાવ્યું, હવે દેવદત્તને દેવદત્તરૂપે એક અને પિતૃત્વ-પુત્રત્યાદિ ધર્મરૂપે અનેક સ્વભાવવાળો સ્વીકારવામાં વ્યવહારનો વિરોધ નથી તેમ બતાવે છે; કેમ કે દેવદત્ત દેવદત્તરૂપે એકરૂપ દેખાય છે અને પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મરૂપે અનેક દેખાય છે, તેથી તે પ્રકારના દર્શનને કારણે લોકમાં આ દેવદત્ત આનો પિતા છે, આનો પુત્ર છે, ઇત્યાદિ વ્યવહાર ઘટે છે, કેમ ઘટે છે ? તેને સ્પષ્ટ કરે છે – - દેવદત્તમાં એક-અનેક સ્વભાવ હોવાને કારણે પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ નથી; કેમ કે સ્યાદ્વાદી સ્વભાવનું વૈચિત્ર્ય સ્વીકારવામાં અદરિદ્ર છે, વળી, તેમ ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે તે બતાવીને પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ નથી તેને દઢ કરે છે – જો પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ છે તેમ માનવામાં આવે તો નીલપીતાદિમાં પણ તે પ્રકારના ભાવની પ્રાપ્તિ થાય અર્થાત્ નીલવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પીતાદિ વાસના નિમિત્ત સ્વભાવત્વ છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે અને તે સ્વીકાર અનુભવ વિરુદ્ધ છે એ પ્રકારે પરિભાવન કરવું જોઈએ, એ કથનને જ સ્પષ્ટ કરતાં કહે છે – એક જ વસ્તુ વિચિત્ર વાસનાના વશથી વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ નથી, પરંતુ વસ્તુમાં રહેલા વિચિત્ર સ્વભાવના વશથી જ વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિ થાય છે એમ ન માનવામાં આવે તો એક દેવદત્તરૂપ વસ્તુથી જેમ વિચિત્ર વાસનાના વશથી આ પિતા છે, આ પુત્ર છે એ પ્રકારના વ્યવહારને સ્વીકારવામાં આવે તો જગત એક વસ્તુ સ્વરૂપ છે, અનેક વસ્તુ સ્વરૂપ નથી તેમ સ્વીકારીને જીવમાં વર્તતી વિચિત્ર વાસનાના વશથી આ ઘટ છે, આ પટ છે, આ જીવ છે, આ અજીવ છે, ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે તેમ માનવાની આપત્તિ આવે અને તેમ સ્વીકારીએ તો જગતમાં દેખાતું વચિત્ર વસ્તુના વચિત્રકૃત નથી, પરંતુ જોનાર પુરુષની વાસનાના વૈચિત્ર્યત છે તેમ કુત્સિત કલ્પના કરવાની આપત્તિ આવે, માટે દેવદત્ત દેવદત્તરૂપે એક છે અને પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મરૂપે અનેક છે તેમ જ અનુભવ અનુસાર સ્વીકારવું જોઈએ અને જગત પણ સત્ સ્વરૂપે એક છે અને સત્ એવું જગત જ જીવ અજીવ આદિ સ્વરૂપે અનેક છે તેમ અનુભવ અનુસાર સ્યાદ્વાદને સ્વીકારવો જોઈએ અને તે રીતે ભગવાન પણ પુરુષરૂપે એક છે અને અહંન્દ્રાદિ ધર્મ સ્વરૂપે અનેક છે તેમ સ્વીકારવું જોઈએ. લલિતવિસ્તરા :
एवं उभयथापि उपादाननिमित्तभेदेन न सर्वथैकस्वभावादेकतोऽनेकफलोदयः केषाञ्चिदहेतुकत्वापत्तेः, एकस्यैकत्रोपयोगेनापरत्राभावात् ।