________________
૨૫
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ અનુપપન્ન નથી, કિજે કારણથી, એક અવિભાગવાળા સહકારીમાં=એક દેવદત્તરૂપ અવિભાગવાળા સહકારીરૂપ પુરુષમાં, સ્વઉપાદાનના ભેદથી=આ મારા પિતા છે આ મારો પુત્ર છે ઈત્યાદિ વ્યવહાર કરનારા ઉપાદાનના ભેદથી, અનેક વાસનાની પ્રવૃત્તિ દેખાય છે, એના પરિહાર માટે=આ પ્રકારના બૌદ્ધના સમાધાનના પરિહાર માટે, કહે છે –
દર્શનથી જ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ કેવલ દર્શનથી જ, પ્રસ્તુત વાસનાના ભેદતો અવિરોધ નથી જ, કથા કારણથી અવિરોધ નથી ? એથી કહે છે – સ્વીકારમાં વિચારની ઉપપતિ હોવાથી વિરોધ છે એમ અવય છે, દિ=જે કારણથી, અભ્યપગમ=સ્વીકાર, વિચારવા માટે ઉપપન્ન છે, દર્શન નહિ–દેવદતરૂપ એક પુરુષ છે અને તેને આશ્રયીને પિતા-પુત્રાદિ અનેક વાસવાની પ્રવૃત્તિ છે એ પ્રકારનું દર્શન વિચાર માટે ઉપપત્ર નથી, પરંતુ આ દેવદત્ત પુરુષ એક જ દેખાય છે, અનેક ધર્મવાળો નથી એ પ્રકારનો સ્વીકાર વિચારવા માટે ઉપપન્ન છે અર્થાત્ તે દેખાતો પુરુષ પરમાર્થથી એક-અનેક સ્વરૂપવાળો છે કે માત્ર એક સ્વરૂપવાળો છે એ પ્રકારનો વિચાર ઉપપન્ન છે, જો આમ છે=સ્વીકારમાં વિચારની આવશયકતા છે એમ છે, તેનાથી શું? તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – તે અભ્યપગમ પણ અને આપ શબ્દથી દર્શન, આ રીતે=એક દેવદતને અનેક સહકારીપણારૂપે સ્વીકારમાં, વિરોધ નથી પામતું એમ નથી જ, પરંતુ વિરોધ પામે છે જ, કેવી રીતે વિરોધ પામે છે? એથી કહે છે – તેના એક સ્વભાવપણાને કારણે વિરોધ હોવાથી=વ્યવહાર કરાતી દેવદત્તરૂપ વસ્તુના નિરંશ એક સ્વભાવપણાને કારણે નિરાકરણ હોવાથી, વિરોધ પામે છે જ અર્થાત્ એક દેવદતનો અનેકના સહકારીરૂપે સ્વીકાર વિરોધ પામે છે જ એમ અવય છે; કેમ કે અનેક સહકારીત્વના અભ્યપગમ એવા તેનું અનેક વ્યક્તિને પિતા-પુત્રાદિ રૂપે મનસ્કાર કરવામાં સહકારીત્વના અભ્યપગમવાળા દેવદત્તનું, અનેક સ્વભાવનું આક્ષેપકપણું છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી બૌદ્ધ નિરંશ એક દેવદત્તને સ્વીકારીને અનેકના પિતાદિના વ્યવહારની સંગતિ માટે કહે છે કે દષ્ટ વસ્તુમાં કંઈ અઘટમાન નથી અને એક દેવદત્તરૂપ સહકારી અવિભાગરૂપે દેખાય છે, પરંતુ તેમાં પિતૃત્વ-પુત્રાદિ ધર્મના વિભાગો દેખાતા નથી, તોપણ તે તે વ્યક્તિરૂપ ઉપાદાનના ભેદથી તે તે વ્યક્તિને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ વાસનાભેદથી તે તે પ્રકારના વ્યવહારની પ્રવૃત્તિ દેખાય છે, માટે દેવદત્તરૂપ એક નિરંશ વ્યક્તિને સ્વીકારવી જોઈએ, તેના પરિવાર માટે ગ્રંથકારશ્રી કહે છે –
બૌદ્ધ દર્શનવાદી કહે કે પ્રત્યક્ષ જ્ઞાનરૂપ કેવલ દર્શનથી જ પ્રસ્તુત પિતા-પુત્રાદિની વાસનાભેદનો અવિરોધ છે અર્થાત્ દેવદત્ત વ્યક્તિ એક છે એમ પ્રત્યક્ષથી દેખાય છે, અનેક દેખાતી નથી અને તે તે જીવો પોતાના જ્ઞાનના ઉપયોગથી ચિત્તાદિનો વ્યવહાર કરે છે માટે દેવદત્ત એક જ છે અનેક નથી તેમ માનવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે– એમ કહેવું ઉચિત નથી. કેમ ઉચિત નથી ? એમાં યુક્તિ બતાવતાં કહે છે– કોઈપણ વસ્તુનો સ્વીકાર કરાય ત્યારે તેમાં વિચારનો અવકાશ છે, દર્શનમાં વિચારનો અવકાશ નથી,