________________
૨૩૪
લલિતવિસ્તરા ભાગ-૨ વ્યવહાર કરનારા અનેકનો સહકારીભાવ દેવદત્તમાં સંગત થાય નહિ અર્થાત્ દેવદત્તમાં તે તે વ્યવહારને અનુકૂળ તેટલા સ્વભાવ નહિ હોવાથી દરિદ્ર દેવદત્ત છે અર્થાત્ દેવદત્તમાં પિતૃત્વ-પુત્રત્યાદિ ધર્મો નથી, તેથી તે ધર્મોના અવલંબન વગર દેવદત્ત આ મારા પિતા છે તેમ વ્યવહાર કરનાર પુરુષમાં સહકારીભાવ પામે નહિ, જેમ દેવદત્ત જેનો પુત્ર-પિતા આદિ નથી તેને આ દેવદત્ત છે તે પ્રકારનો વ્યવહાર કરવામાં દેવદત્ત સહકારી છે, પરંતુ આ મારા પિતા છે તેમ વ્યવહાર કરવામાં સહકારી નથી, તેમ દેવદત્ત માત્ર દેવદત્તરૂપે જ હોય, પરંતુ તે તે વ્યક્તિને આશ્રયીને દેવદત્ત પિતૃત્વધર્મ આદિવાળો ન હોય તો તે તે વ્યક્તિને પિતૃત્વાદિ વ્યવહાર કરવામાં સહકારી પણ દેવદત્ત થઈ શકે નહિ અને દેવદત્ત એક હોવા છતાં તે તે સંબંધીઓને તે તે પ્રકારનો વ્યવહાર કરવામાં સહકારી થાય છે, તેથી દેવદત્તમાં તે તે પ્રકારનો વ્યવહાર કરવાના કારણીભૂત પિતૃત્વાદિ અનેક ધર્મો પણ સ્વીકારવા જોઈએ અને બૌદ્ધ તેમ સ્વીકારે તો દેવદત્ત દેવદત્તરૂપે એક છે અને પિતૃત્વાદિ ધર્મરૂપે અનેક છે તેમ સ્યાદ્વાદનો સ્વીકાર થાય. લલિતવિસ્તરા -
न दर्शनादेवाविरोधः इति, अभ्युपगमविचारोपपत्तेः, न च सोऽप्येवं न विरुध्यत एव, तदेकस्वभावत्वेन विरोधात्। લલિતવિસ્તરાર્થ:
દર્શનાથી જ અવિરોધ છે=પ્રસ્તુત વાસનાભેદનો અવિરોધ છે, એ પ્રમાણે નથી જ; કેમ કે સ્વીકારમાં વિચારની ઉપપત્તિ છે અને તે પણ સ્વીકાર પણ, આ રીતે એકના અનેક સહકારીત્વના સ્વીકારમાં, વિરોધ પામતા નથી જ એમ નહિ=વિરોધ પામે છે જ; કેમ કે તેના એક સ્વભાવપણાને કારણે વિરોધ છે. પંજિકા - ___ अथ स्यात् 'न हि दृष्टेऽनुपपत्रं नाम दृश्यते हि एकस्मिन्नविभागवति सहकारिणि स्वोपादानभेदादनेकवासनाप्रवृत्तिः' एतत्परिहारायाह
न=नैव, दर्शनादेव प्रत्यक्षज्ञानरूपात् केवलाद् अविरोधः प्रस्तुतवासनाभेदस्य 'इति'; कुत इत्याहअभ्युपगमविचारोपपत्तेः, अभ्युपगमो हि विचारयितुमुपपन्नो, न दर्शनम्, यद्येवं ततः किमित्याह- न चनैव, सोऽपि अभ्युपगमः ‘अपिशब्दाद् दर्शनं च, एवम् एकस्यानेकसहकारित्वाभ्युपगमे न विरुध्यत एव, किन्तु विरुध्यत एव, कथमित्याह- तदेकस्वभावत्वेन-व्यवह्रियमाणवस्तुनो निरंशैकस्वभावत्वेन, विरोधाद्निराकरणाद्, अनेकसहकारित्वाभ्युपगमस्य तस्यानेकस्वभावाक्षेपकत्वात् । પંજિકાર્ચ -
ગળ ચાન્ ... સ્વમાવાક્ષેપત્તાત્ | અથથી કહે છે – પૂર્વપક્ષીના મતે થાય, દષ્ટમાં ખરેખર