________________
ભગવાનસ્પ વના એક-અનેક સ્વભાવવની સિદ્ધિ
૨33
નથી, પરંતુ વ્યવહાર કરનારા ઉપાદાન કારણવિશેષ પણ વાસનાભેદનો હેતુ છે એ પરિહાર–ઉત્તર, નથી જ, દિ=જે કારણથી, પર=બૌદ્ધ, પુત્ર આદિતી વાસનાભેદના નિમિતપણામાં પ્રતિહત થયે છd=નિરુતર થયે છતે, કદાચિત્ આ ઉત્તર કહે, શું કહે તે હલુરથી બતાવે છે – એક પણ દેવદત્ત આદિમાં તેના પ્રત્યેદેવદત્ત પ્રત્યે, પિતા-પુત્ર આદિરૂપપણાથી રહેલા અનેક જીવોની જે પુત્ર આદિ વાસનાની પ્રવૃત્તિ છે તે તેઓના જ અનેક જીવોના જ, સ્વસંતાનગત મનસ્કારરૂપ ઉપાદાનકારણના ભેદ તિબંધન છે, વ્યવહાર કરાતી દેવદત્તરૂપ વસ્તુના સ્વભાવના ભેદના નિમિત્તવાળી પુત્ર આદિ વાસનાની પ્રવૃત્તિ નથી, એ પણએ પ્રકારનો બૌદ્ધનો ઉત્તર પણ, અનુતર જ છે, કયા કારણથી અનુત્તર છે ? એથી કહે છે – એક દેવદત્તાદિના અનેક લિમિતત્વનો અયોગ હોવાથી–પિતા-પુત્ર આદિ વ્યવહાર કરનારા અનેકોના સહકારીભાવનો અયોગ હોવાથી બૌદ્ધનો ઉત્તર અનુત્તર જ છે, હિ=જે કારણથી, તેઓ–પિતા-પુત્ર આદિ વ્યવહાર કરનારાઓ, તે એક સહકારીને પામીને–દેવદતરૂપ એક સહકારીને પામીને, ઉપાદાનભેદ હોવા છતાં પણ તે પ્રકારની સર્વ વાસનાવાળા થાય છે આ મારા પિતા છે. આ મારો પુત્ર છે તે પ્રકારની વાસનાવાળા થાય છે, અને તેને અનુગુણ તેટલા સ્વભાવ દરિદ્ર એવા તેનું–પિતાની વાસના પુત્રની વાસના ઈત્યાદિ વાસનાને અનુગુણ તેટલા સ્વભાવ રહિત દરિદ્ર દેવદત્તનું, અનેક સહકારીપણું યુક્ત નથી. ભાવાર્થ -
બૌદ્ધ દર્શનવાદી નિરંશ પ્રતિક્ષણ નશ્વર એક દેવદત્ત આદિ વસ્તુને સ્વીકારે છે, પરંતુ એક દેવદત્તરૂપ વસ્તુમાં પિતૃત્વ-પુત્રત્વ આદિ ધર્મને સ્વીકારીને દેવદત્તરૂપ વસ્તુને કથંચિત્ એક અને કથંચિત્ અનેક રૂપે સ્વીકારતો નથી અને લોકમાં આ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ વ્યવહાર એક દેવદત્તરૂપ વસ્તુને આશ્રયીને પ્રવર્તે છે તેની સંગતિ કરવા માટે તે કહે છે કે ઉપાદાનભેદને આશ્રયીને પિતૃત્વ-પુત્રત્વાદિ વ્યવહાર પ્રવર્તે છે અર્થાત્ બૌદ્ધ દર્શનવાદી કહે છે કે એક દેવદત્તાદિ પ્રત્યે કોઈક આ મારા પિતા છે એમ કહે છે, કોઈક આ મારો પુત્ર છે એમ કહે છે તે દેવદત્ત કરતાં ભિન્ન એવા પુરુષમાં પિતાની વાસના પ્રવર્તે છે, તો કોઈ અન્ય પુરુષમાં પુત્રની વાસના પ્રવર્તે છે, તેમાં તે તે વ્યક્તિના સંતાનગત મનસ્કારરૂપ ઉપાદાનકારણના ભેદ નિબંધન છે, પરંતુ વ્યવહાર કરાતી દેવદત્તરૂપ વસ્તુમાં અનેક સ્વભાવ નિમિત્ત નથી.
તેથી એ ફલિત થાય કે એક દેવદત્ત વ્યક્તિ સાથે સંબંધવાળો તેનો જે પુત્ર છે, તેના સંતાનમાં આ મારા પિતા છે એવો મનનો પરિણામ થાય છે તે દેવદત્તને પિતા કહેવાનું કારણ છે, તો વળી, કોઈ અન્ય પુરુષમાં આ મારો પુત્ર છે એ પ્રકારના મનના પરિણામરૂપ ઉપાદાનકારણ નિમિત્તક પુત્રનો વ્યવહાર છે, પરંતુ દેવદત્તરૂપ વ્યક્તિમાં પિતૃત્વ-પુત્રત્વરૂપ સ્વભાવનો ભેદ નથી, માટે નિરંશ એક દેવદત્ત છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી અને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ વ્યવહાર કરનારા પુરુષોના પોતાના તે તે પ્રકારના મનના પરિણામથી જ તે તે વ્યવહાર પ્રવર્તે છે.
આ પ્રકારનું બૌદ્ધનું સમાધાન ઉચિત નથી; કેમ કે એક દેવદત્તરૂપ વસ્તુ હોય તો પિતૃત્વ-પુત્રત્વ આદિ