Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 251
________________ ૨૨૮ પંજિકાર્થ ઃ अत्रैव पराकूतं વાસનાયુપામાન્ ।। આમાં જવસ્તુ એક-અનેક સ્વભાવવાળી નથી પરંતુ પ્રતીતિ અનુસાર એક જ છે એમાં જ, પરાકૃતને=બૌદ્ધમતના આશયને, નિરાસ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - લલિતવિસ્તરા ભાગ-૨ વાસનાના ભેદથી જ=વ્યવહાર કરનારા પુરુષોની વાસનાના વૈચિત્ર્યથી જ, આ=દૃષ્ટાંતપણાથી ઉપન્યાસ કરાયેલ પિતા-પુત્ર આદિ વ્યવહાર છે, પરંતુ વસ્તુના ચિત્ર એકસ્વભાવપણાથી નથી એ સુગત શિષ્યોનો મત અયુક્ત છે=અસંગત છે. સુગત શિષ્યનો મત સ્પષ્ટ કરે છે - તેઓ=બૌદ્ધ દર્શનવાદીઓ, નિરંશ એક સ્વભાવવાળી પ્રતિક્ષણ નાશ પામનાર વસ્તુને સ્વીકારનારા છે, એથી તેના આલંબનવાળો=તિરંશ એક સ્વભાવવાળી વસ્તુના આલંબનવાળો, એક પણ વસ્તુમાં આ સ્થિર અનેક સ્વભાવનો સમર્પક પિતા-પુત્ર આદિનો વ્યવહાર નથી, પરંતુ પ્રતિનિયત વ્યવહારના અર્થી એવા કુશલ પુરુષો વડે કલ્પિત સંકેતથી આહિત વિચિત્ર વાસનાના પરિપાકથી=આનો પિતા છે આનો પુત્ર છે ઈત્યાદિ કલ્પિત સંકેતથી આધાન થયેલ વિચિત્ર વાસનાના પરિપાકથી, કલ્પિત કથાના વ્યવહારની જેમ અસદ્ વિષયમાં જ પ્રવર્તે છે અને તેઓનો મત અયુક્ત છે એમ પૂર્વમાં કહ્યું, તેથી હવે કયા કારણથી અયુક્ત છે ? એથી કહે છે તેઓનું પણ=વાસનાઓનું પણ, ત ્ નિબંધનપણું હોવાથી=વ્યવહાર કરાતી વસ્તુને આશ્રિતપણું હોવાથી, તેઓનું કથન અયુક્ત છે એમ અન્વય છે, કેવલ વ્યવહારનું ત ્ નિબંધનપણું નથી, પરંતુ વાસનાનું પણ તદ્ નિબંધનપણું છે એમ અન્વય છે, અદ્નિબંધનપણું હોતે છતે=વાસના વ્યવહાર કરાતી વસ્તુને આશ્રયીને ન હોય તો, નિત્ય સત્ત્વ અથવા નિત્ય અસત્ત્વ ઇત્યાદિનો પ્રસંગ છે=જે વસ્તુનો પિતા-પુત્ર આદિ વ્યવહાર થાય છે તે વસ્તુ નિબંધન ન હોય તો તેમાં સદા પિતા-પુત્ર આદિનો વ્યવહાર થવો જોઈએ, વસ્તુતઃ જ્યાં સુધી તે પુરુષ પિતા થતો નથી ત્યાં સુધી તે પુરુષમાં પિતા તરીકેનો વ્યવહાર થતો નથી તે સંગત થાય નહિ, આ રીતે પણ શું ?=આ રીતે કહેવાથી પણ શું પ્રાપ્ત થાય ? એને કહે છે એક સ્વભાવવાળી જ તેનાથી=એકાંતરૂપવાળી જ વ્યવહારના વિષયભૂત વસ્તુથી, તે=પિતા આદિની વાસના, નથી, વિપર્યયમાં=એકાંત એકરૂપવાળી વસ્તુથી પિતા આદિ વાસનાના સ્વીકારરૂપ વિપર્યયમાં, બાધકને કહે છે રૂપથી=કૃષ્ણ-નીલાદિ વર્ણથી, રસ આદિ વાસનાની આપત્તિ હોવાથી=રસ-સ્પર્શાદિ વિચિત્ર વાસનાની આપત્તિ હોવાથી, વિપર્યયમાં બાધક છે એમ અન્વય છે; કેમ કે એક સ્વભાવથી પણ પર વડે જ=બૌદ્ધ વડે જ, અનેક વાસનાનો સ્વીકાર છે. ન તે - - - ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અનુમાન પ્રમાણથી સ્થાપન કર્યું કે વસ્તુમાં એક અને અનેક સ્વભાવપણું છે અને તેમાં દૃષ્ટાંત આપ્યું કે કોઈ એક જ પુરુષમાં પિતૃત્વ-પુત્રત્વ આદિ સંબંધોને કારણે પિતા-પુત્ર આદિની

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278