________________
લલિતવિસ્તરા ભાગ-૨
૨૭
માનવું પડે અને આ સંપદાઓ ભગવાનમાં વાસ્તવિક ન હોય તો તે સંપદાથી ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો સ્તુતિ કરનારને ફલની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે ભગવાન એક છે અનેક નથી માટે ભગવાનમાં તેવા ગુણો નથી, અને ભગવાનમાં તેવા ગુણો ન હોય છતાં તે ગુણોથી ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો તે સ્તુતિ મિથ્યા સ્તવરૂપ છે, માટે સમ્યક્ સ્તવથી સાધ્ય એવા નિર્જરારૂપ અને પુણ્યબંધરૂપ ફલ તે સ્તુતિથી થાય નહિ, પરંતુ તેવું નથી; કેમ કે ગણધરોએ આ નમ્રુત્યુણં સૂત્રની રચના કરી છે અને તેઓ સફળ આરંભ કરે તેવા મહાપુરુષ છે, તેથી જો ભગવાનમાં તેવા ગુણોરૂપ અનેક સ્વભાવ ન હોય તો ગણધરો તેવા સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરે નહિ.
તેથી એ ફલિત થાય કે વસ્તુને યથાર્થ જોનારા અને ભગવાનની સ્તુતિ કરીને પોતાનો પ્રયત્ન સફળ કરનારા ગણધરોએ આ ૯ સંપદાથી બદ્ધ ચૈત્યવંદન સૂત્ર રચ્યું છે, તેથી ભગવાનરૂપ વસ્તુ ચિત્ર સ્વરૂપવાળી છે તેમ સિદ્ધ થાય છે, આ રીતે આગમના પ્રમાણથી ભગવાન એક-અનેક સ્વભાવવાળા છે તેમ બતાવ્યા પછી અનુમાન પ્રમાણથી ભગવાન એક-અનેક સ્વભાવવાળા છે તે બતાવવા માટે કહે છે
ભગવાનરૂપ વસ્તુ પક્ષ છે અને તે પક્ષમાં એક-અનેક સ્વભાવપણું સાધ્ય છે અને વસ્તુ અંતરના સંબંધથી આવિર્ભૂત અનેક સંબંધિરૂપપણું હેતુ છે અને તેમાં બે દૃષ્ટાંત છે ૧. એક જ પુરુષ કોઈકના સંબંધથી પિતા, કોઈકના સંબંધથી પુત્ર, કોઈકના સંબંધથી ભાઈ, કોઈકના સંબંધથી ભાણેજ આદિ કહેવાય છે. ૨. એક જ ઘટમાં આ ઘટ કોઈક ઘટની અપેક્ષાએ પૂર્વમાં નિર્માણ થયો છે, વળી, આ જ ઘટ કોઈક અન્ય ઘટની અપેક્ષાએ પછી નિર્માણ થયો છે, વળી, આ જ ઘટ અન્ય ઘટથી અંતરિત રહેલો છે અને આ જ ઘટ પહેલા ઘટથી અનંતરિત છે ઇત્યાદિ પંદર વિકલ્પો અને અપેક્ષાએ અન્ય પણ વિકલ્પો એક ઘટમાં પ્રાપ્ત થાય છે, તેથી તે તે પ્રકારના સંબંધને કારણે એક જ ઘટ ઘટરૂપે એક હોવા છતાં તે તે સંબંધને કારણે અનેક સ્વરૂપવાળો છે અને એક જ પુરુષ પુરુષરૂપે એક હોવા છતાં પિતા-પુત્ર આદિ સંબંધોને કારણે અનેકરૂપવાળો છે, તેમ ભગવાન પણ દ્રવ્યરૂપે એક છે, તોપણ તે તે સંપદાઓરૂપ સંબંધને કારણે અનેક સ્વરૂપવાળા છે, આથી જ ભગવાનરૂપ વસ્તુમાં તીર્થંકરત્વરૂપ ધર્મથી ભગવાન જુદા છે અને ભગવત્ત્વરૂપ ધર્મથી ભગવાન જુદા છે, આંતરશત્રુનો નાશ કરનારા હોવાથી અરિહંતત્વરૂપ ધર્મથી જુદા છે, તેથી ભગવાનરૂપ વસ્તુ જગતવર્તી દરેક વસ્તુ વસ્તુરૂપે એક હોવા છતાં તેમાં વર્તતાં પર્યાય સ્વભાવથી અનેકરૂપ પણ છે, આ પ્રકારે અનુમાનથી એક-અનેક સ્વભાવરૂપ વસ્તુને સ્વીકારવા દ્વારા સ્યાદ્વાદની સિદ્ધિ કરી, હવે અનુભવથી પણ સ્યાદ્વાદની સિદ્ધિ બતાવતાં કહે છે
-
-
સર્વ લોકમાં સિદ્ધ પિતાદિનો વ્યવહાર છે અર્થાત્ કોઈ એક પુરુષ કોઈકના પિતા છે, કોઈકનો પુત્ર છે, કોઈકનો ભાઈ છે એ વ્યવહાર સકલ શિષ્ટ લોકમાં પ્રસિદ્ધ છે અને એક જ પુરુષને પિતા-પુત્ર-ભાઈ આદિથી જે કહેવાય છે તે પરસ્પર ભિન્ન વ્યવહાર છે; કેમ કે તે રીતે જ પ્રતીતિ થાય છે અર્થાત્ પિતા શબ્દથી જે પ્રકારની પ્રતીતિ થાય છે તેના કરતાં ભાઈ શબ્દથી ભિન્ન પ્રકારની પ્રતીતિ થાય છે, માટે પરસ્પર પિતા-પુત્ર એ ભિન્ન ભિન્ન પ્રતીતિઓ છે અને આ પ્રતીતિ તેના તત્ત્વના કારણે જ થાય છે અર્થાત્