________________
૧૧૮
લલિતવિસ્તરા ભાગ-૨
બુદ્ધિના વિપર્યાસરૂપ અવિધાનો અભાવ હોવાથી, તેના સંભવનો અભાવ છે તીર્થનિકારને જોઈને=તીર્થનાશને, જન્મપરિગ્રહની ઈચ્છાના સંભવનો અભાવ છે, અને તેના ભાવમાં=જન્મ લેવાના પરિણામના સદ્ભાવમાં, તેઓ છદ્મસ્થ છે, કેવી રીતે તેઓને કેવલ કેવલજ્ઞાન અથવા અપવર્ગ થાય? એથી આ ભાવન કરવું જોઈએ ક્ષીણ સંસાર હોતે છતે જન્મનો પરિગ્રહ નથી એ ભાવન કરવું જોઈએ, અને અન્યથા=મોક્ષથી પછી ફરી અહીં આગમનના અભાવમાં, ભવ્યનો ઉચ્છેદ થવાથી સંસારશૂન્યતા થશે એ પ્રકારે અસળું આલંબન ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે અનંતપણું હોવાને કારણે ભવ્યના ઉચ્છેદની અસિદ્ધિ છે=જગતમાં પ્રચુર પ્રમાણમાં અનંત ભવ્યજીવો છે તેથી ભવ્યના ઉચ્છેદની અસિદ્ધિ છે.
અનંતકાળમાં પણ કેમ ભવ્યનો ઉચ્છેદ નહિ થાય ? એથી તેમાં હેતુ કહે છે –
અનંતાનંતકનું અનુચ્છેદરૂપપણું છે, અન્યથા–એવું ન માનો અને મોક્ષમાં ગયેલા જીવો ફરી આવે છે એમ માનો તો, સકલ જીવોને મુક્તિનો ભાવ થવાથી ઈષ્ટ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારવાળા અવશ્ય પ્રાપ્ત થશે અને આ અનિષ્ટ છે=સર્વ સંસારીઓ ઉપચરિત સંસારવાળા છે એ અનિષ્ટ છે, એથી ભગવાન વ્યાવૃત છઘવાળા છે. રિકો પંજિકા -
'न चान्यथेति, न च-नैव, अन्यथा-मोक्षात्पुनरिहागमनाभावे। 'इष्टसंसारिवदिति-मोक्षव्यावृत्तविवक्षितगोशालकादिसंसारिवत्।।२६।। પંજિકાર્ચ -
ર રાત્તિ ... સંસાવિત્ | ર વાચથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અવ્યથા મોક્ષમાંથી ફરી આગમનના અભાવમાં, નથી જ=ભવ્યનો ઉચ્છેદ છે તેથી સંસારની શૂન્યતા છે એ પ્રકારે અસદ્ આલંબન ગ્રાહ્ય નથી જ, એમ અવય છે, સંસારિવત્ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – મોક્ષથી વ્યાવૃત વિવક્ષિત ગોપાલક આદિ સંસારીની જેમ=મોક્ષમાંથી આવેલા એવા વિવક્ષિત ગોપાલક આદિ સંસારી જીવોની જેમ, ઉપચરિત સંસારવાળા સર્વ સંસારીઓ પ્રાપ્ત થશે એમ અવય છે. રા. ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે તીર્થના નાશને જોઈને ભગવાન જન્મ લેતા નથી; કેમ કે ભવનો અધિકાર નથી, એ કથનને જ યુક્તિથી સ્પષ્ટ કરે છે –
અક્ષણ સંસાર હોય તો મોક્ષ સંભવે નહિ, તેથી જેઓએ સંસારનો નાશ કર્યો નથી તેઓએ ક્યારેય મોક્ષ પ્રાપ્ત કર્યો નથી અને ક્ષીણ સંસાર થયે છતે જન્મનું ગ્રહણ નથી, તેથી ક્ષીણ સંસારવાળા મુક્ત આત્માઓ ક્યારેય જન્મને પામે નહિ, માટે ગોશાલકમતવાળા કહે છે કે મોક્ષમાં ગયા પછી પણ તીર્થનો નાશ જોઈને