________________
૧૯૩
નમો જિણાણં જિયભયાણં
અહીં અદ્વૈતવાદી કહે કે શાસ્ત્રવચનથી તેનો સ્વીકાર થઈ શકશે તેને ગ્રંથકારશ્રી કહે છે
દૃષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ વચન જ શાસ્ત્રરૂપે પ્રમાણ છે અર્થાત્ જે વચન દૃષ્ટ વ્યવસ્થાને બાધ કરે તે રીતે કહેતું ન હોય, પરંતુ દૃષ્ટ વ્યવસ્થા સાથે અનુભવ અનુસાર શાસ્ત્રવચનો સંગત થતાં હોય અને ઇષ્ટ એવું પોતાનું શાસ્ત્ર તેનો જ પરસ્પર વિરોધ થતો ન હોય તેવા શાસ્ત્રનું વચન જ પ્રમાણ છે અને તેવું વચન સ્યાદ્વાદીનું છે, અન્યનું નથી અને દૃષ્ટ-ઇષ્ટ વિરોધી શાસ્ત્રનું વચન પણ સ્વીકા૨વામાં આવે તો તેનાથી પ્રવૃત્તિની અસિદ્ધિ થાય; કેમ કે ભિન્ન ભિન્ન દર્શનનાં ઘણાં શાસ્ત્રવચનો છે અને તેઓનો પરસ્પર વિરોધ પ્રત્યક્ષથી દેખાય છે, તેથી તેવા કોઈ શાસ્ત્રથી પ્રવૃત્તિ થઈ શકે નહિ, અહીં અદ્વૈતવાદી કહે કે વિશેષ શાસ્ત્રથી પ્રવૃત્તિ થશે તેને ગ્રંથકારશ્રી કહે છે – તે તે દર્શનનાં શાસ્ત્રોમાં કયા દર્શનનું શાસ્ત્ર વિશેષ છે તે જાણી શકાય તેમ નથી; કેમ કે એક દર્શનના શાસ્ત્રની પ્રવૃત્તિથી ઇતર દર્શનના શાસ્ત્રનું બાધિતપણું છે, આમ છતાં અન્ય દર્શનનાં શાસ્ત્રોના ત્યાગપૂર્વક પોતાને અભિમત શાસ્ત્રથી પ્રવૃત્તિ ક૨વામાં યદચ્છા પ્રવર્તક છે, વચન પ્રયોજક નથી અર્થાત્ પોતાની રુચિ અનુસાર તે જીવો પ્રવૃત્તિ કરે છે, પરંતુ વચન તેઓની પ્રવૃત્તિનું પ્રયોજક નથી; કેમ કે પોતે જે વચનને સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે, તે વચનનું તેનાથી અન્ય વચન દ્વારા નિરાકરણ કરાયેલ છે, તેથી તે જીવો વચનથી પ્રવૃત્તિ કરતાં નથી, પરંતુ વચનનું અવલંબન લઈને સ્વઇચ્છા અનુસાર પ્રવૃત્તિ કરે છે, માટે તેઓની પ્રવૃત્તિ શ્રદ્ધામાત્ર ગમ્ય છે, યુક્તિ અનુભવ અનુસાર નથી. લલિતવિસ્તરા :
न ह्यदुष्टं ब्राह्मणं प्रव्रजितं वा अवमन्यमानो दुष्टं वा मन्यमानः तद्भक्त इत्युच्यते न च दुष्टेतरावगमो विचारमन्तरेण, विचारश्च युक्तिगर्भ इत्यालोचनीयमेतत् ।
લલિતવિસ્તરાર્થ:
f=જે કારણથી, અદુષ્ટ બ્રાહ્મણને કે અદુષ્ટ પ્રવ્રુજિતને અવગણના કરતો પુરુષ અથવા દુષ્ટ માનતો પુરુષ=અદુષ્ટ બ્રાહ્મણને કે અદુષ્ટ પ્રવ્રુજિતને દુષ્ટ માનતો પુરુષ, તેનો ભક્ત છે એ પ્રમાણે કહેવાતું નથી. (તે કારણથી અદુષ્ટ એવા સ્યાદ્વાદનાં વચનને અવગણના કરતો અથવા અદુષ્ટ એવા સ્યાદ્વાદનાં વચનને દુષ્ટ માનતો તેનો ભક્ત=વચનનો ભક્ત, કહેવાતો નથી.) અને દુષ્ટ ઇતરનો અવગમ=આ વચન દુષ્ટ છે અને આ વચન અદુષ્ટ છે એ પ્રકારનો બોધ, વિચાર વગર નથી અને વિચાર=આ વચન દુષ્ટ છે અને આ વચન અદુષ્ટ છે એના નિર્ણયને અનુકૂળ વિચાર, યુક્તિગર્ભ છે એ રીતે આ=વચનમાત્રથી પ્રવર્તન=વિચાર્યા વગર જે તે વચનથી પ્રવર્તન,
આલોચનીય છે.
પંજિકા ઃ
भवतु नाम वचनानां विरोधस्तथापि वचनबहुमानात् प्रवृत्तस्य यतः कुतोऽपि वचनादिष्टसिद्धिर्भविष्यतीत्याशङ्क्य व्यतिरेकतः प्रतिवस्तूपन्यासमाह -