________________
૧૯૧
નમો જિણાણે જિયભયાણ ઉપાદેયના ઉપાદાનની અસિદ્ધિ હોવાથી, તેવું વચન પ્રમાણ નથી, કેમ દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ વચનથી પ્રવૃત્તિ નથી ? તેમાં હેતુ કહે છે – વચનોનું શિવ-સુગત-સુરગુરુ પ્રણીત વચનોનું, વ્યક્તિના ભેદથી બહુપણું છે આ રીતે પણ શું?=વચનો ઘણાં હોય એવાથી શું? એથી કહે છે – પરસ્પર વિરુદ્ધની ઉપપત્તિ હોવાથીનિત્યાલિત્યાદિ વિરુદ્ધ અર્થનું અભિધાન હોવાથી, તેવાં વચનોથી પ્રવૃત્તિ થાય નહિ એમ અવય છે. તો વિશિષ્ટ જ એવા તેનાથી=આગમથી, પ્રવર્તવું જોઈએ, એથી કહે છે– દષ્ટ-ઈષ્ટ અવિરોધ લક્ષણના વિચાર વગર વિશેષનું દુર્લક્ષપણું હોવાથી દષ્ટ-ઈષ્ટ અવિરોધ લક્ષણવાળા આગમથી જ પ્રવૃત્તિ થઈ શકે, એમ અવય છે સર્વ વચનોથી=સર્વ દર્શનનાં વચનોથી, એક સાથે પ્રવૃત્તિનો અસંભવ જ છે, એથી એક જ એવા તેનાથી=સર્વ દર્શકોમાંથી એક જ એવા તેનાથી, પ્રવર્તવું જોઈએ, એથી કહે છે – અને ત્યાં એકની પ્રવૃત્તિથી=એક એવા વચનથી ઉક્ત લક્ષણ પ્રવૃત્તિ કરવાથી, અપરનું બાધિતપણું હોવાથી અપરદર્શનના વચનથી નિરાકૃતપણું હોવાથી, તેનાથી શું? એથી કહે છે - તેના ત્યાગથી=બાધક વચનના ત્યાગથી, ઈતર વડે પ્રવૃત્તિમાં બાધ્યમાન વચન વડે પ્રવૃત્તિમાં, યદચ્છા=સ્વઈચ્છા છે, કેમ સ્વઈચ્છા પ્રવર્તક છે ? એથી કહે છે – કોઈ પણ વચનનું અપ્રયોજકપણું હોવાથી યદચ્છા પ્રવર્તક છે, વચન પ્રવર્તક નથી એમ અવય છે, આ પણ કયા કારણથી છે ?=વચનનું અપ્રયોજકપણું કયા કારણથી છે ? એથી કહે છે – તેના અંતરથી નિરાકરણ હોવાને કારણે=વચનાંતર વડે સર્વ વચનોનું નિરાકરણ હોવાને કારણે, વચનથી પ્રવૃત્તિ નથી, સ્વઈચ્છાથી પ્રવૃત્તિ છે એમ અવય છે. ભાવાર્થ :
આના દ્વારા=પૂર્વમાં જિઅભયાર્ણ પદથી ભગવાને સર્વ ભયોને જીત્યા છે તેમ સ્થાપન કર્યું અને બ્રહ્માદ્વૈત મતમાં તે સંગત થતું નથી તેમ કહીને બ્રહ્માદ્વૈત મતનો નિરાસ કર્યો એના દ્વારા, બ્રહ્માદ્વૈતવાદી જે પાંચ આર્યાઓ કહે છે તે પણ પ્રતિક્ષિપ્ત થાય છે, બ્રહ્માદ્વૈતવાદી શું કહે છે ? તે બતાવતાં કહે છે –
આ સંસારી જીવો પરમબ્રહ્મના અંશો છે, એ પ્રમાણે શાસ્ત્રવચન છે, તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો વહ્નિના સ્કૂલિંગ જેવા છે અને પરમબ્રહ્મ સમુદ્રમાં લવણની ઉપમા જેવા છે. જેમ અગ્નિ સળગતો હોય ત્યારે તેમાંથી તણખા ઊડે છે, તેમ પરમબ્રહ્મમાંથી સંસારી જીવો વિચટનથી પૃથક થયેલા છે, જે તણખા જેવા બ્રહ્મના જ અંશો છે. વળી, સમુદ્રમાં લવણ અપૃથફરૂપે લનપણાથી વ્યવસ્થિત છે તેમ બ્રહ્મમાંથી છૂટા પડેલા આત્માઓ વિચટન પૂર્વે બ્રહ્મમાં લીનરૂપે હતા, તેથી સમુદ્રમાં લવણની ઉપમાવાળા છે.
વળી, બ્રહ્મમાંથી જે સંસારી જીવોનું વિચટન થાય છે તે સાદિ પૃથક્ત છે કે અનાદિ પૃથક્ત છે ? અહેતુક છે કે સહેતુક છે એ વગેરે યુક્તિથી વિચારી શકાય તેવું નથી; કેમ કે ઇન્દ્રિયથી દેખાતું નથી કે આ જીવનું બ્રહ્મમાંથી ક્યારે વિચટન થયું અને હેતુથી વિચટન થયું કે હેતુ વગર વિચટન થયું, તેથી ઇન્દ્રિયનો અવિષય હોવાથી તેની વિચારણા કરી શકાય નહિ. વળી, તે સર્વને જાણવાનું જીવને કોઈ પ્રયોજન નથી; કેમ કે કૂવામાં પડેલાને કૂવામાંથી બહાર