________________
૨૧૭
હેતુ, સંપદાની વ્યાખ્યા
(3) તેના અવગમમાં પણ સ્તોતવ્યસંપદાની પ્રધાન સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદાના અવગમમાં પણ, આની જ સ્તોતવ્યસંપદાની જ, અસાધારણરૂપ હેતુસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે એમ યોજન છે. કેમ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે –
પરંપરાથી મૂલશુદ્ધિના અન્વેષણ પર આ=વિદ્વાનો, હોય છે, એથી તેનો ઉપચાસ છે–ત્રીજી સંપદાનો ઉપવાસ છે.
(૪) તેના પરિજ્ઞાનમાં પણ સ્તોતવ્યસંપદાની અસાધારણરૂપ હેતુસંપદાના પરિજ્ઞાનમાં પણ, તેની જ=સ્તોતવ્યસંપદાની જ, સામાન્યથી ઉપયોગસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે એમ અન્વય છે. કેમ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – ફલપ્રધાન આરંભમાં=પોતે જે પ્રવૃત્તિ કરે તેનું ફળ પ્રાપ્ત થાય એવા આરંભમાં, પ્રવૃત્તિશીલ આ=વિદ્વાનો છે, જેથી તેનો ઉપચાસ છે=એથી સંપદાનો ઉપન્યાસ છે.
(૫) આના પરિચ્છેદમાં પણ=ચોથી સંપદાનો બોધ થયે છતે પણ, ઉપયોગસંપદાની જ=ભગવાનના સામાન્ય ઉપયોગસંપદાની જ, હેતુસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે એમ અન્વય છે. કેમ વિદ્વાનોને ઉપયોગસંપદાની હેતુસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – વિશુદ્ધિપૂર્વક નિપુણ આરંભવાળા આ=બુદ્ધિમાન પુરુષો છે, એથી=બુદ્ધિમાન પુરુષોને આ પ્રકાસ્ની જિજ્ઞાસા થાય છે એથી, તેનો ઉપવાસ છે=ઉપયોગસંપદાની જ હેતુસંપદાનો ઉપન્યાસ છે.
(૬) આના બોધમાં પણ=પાંચમી સંપદાના બોધમાં પણ, સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. કેમ વિદ્વાનોને સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે –
સામાન્ય-વિશેષરૂપ ફલને જેનારા આ=વિદ્વાનો હોય છે, એથી તેનો ઉપન્યાસ છેઃછઠી સંપદાનો ઉપન્યાસ છે.
(૭) આના વિજ્ઞાનમાં પણ છઠી સંપદાના વિજ્ઞાનમાં પણ, સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. કેમ વિદ્વાનોને સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપ સંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – વિશેષનિશ્ચયપ્રિય આ છે=વિદ્વાનો છે, જેથી તેનો ઉપવાસ છે=સાતમી સંપદાનો ઉપવાસ છે. | (૮) આના સંવેદનમાં પણ સાતમી સંપદાના પારમાર્થિક બોધમાં પણ, આત્મતુલ્ય પર ફલકર્તુત્વની સંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે.