Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 241
________________ ૨૧૮ લલિતવિસ્તરા ભાગ-૨ કેમ વિદ્વાનોને આત્મતુલ્ય પરફલકર્તુત્વસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – અતિગંભીર ઉદાર =વિદ્વાનો છે, જેથી તેનો ઉપવાસ છે=આઠમી સંપદાનો ઉપવાસ છે. (૯) આની પ્રતીતિમાં પણ આઠમી સંપદાનો યથાર્થ બોધ થવા છતાં પણ, પ્રધાનગણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની પ્રાપ્તિથી થનારી અભયસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે. કેમ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે ? એથી કહે છે – દીર્ઘદર્શી આ હોય છે=વિદ્વાનો હોય છે, એથી તેનો ઉપવાસ છે નવમી સંપદાનો ઉપવાસ છે. આ જ ક્રમથી=પૂર્વમાં વર્ણન કર્યું એ જ ક્રમથી, પ્રેક્ષાપૂર્વક કરનારાઓની જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે, એથી આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, સંપદાઓનો ઉપન્યાસ છે=નમુત્થણં સૂત્રમાં સંપદાઓનો ઉપવાસ છે, અને આટલી સંપદાઓથી સમન્વિત=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારની નવ સંપદાઓથી સમન્વિત, નિઃશ્રેયસનું કારણ આ=ભગવાન છે, વિશેષ પ્રણિધાનની નીતિથી તે તે બીજના આક્ષેપના સુવિહિતપણાથી આમના ગુણોના બહુમાન પ્રધાન=સ્તોતવ્યસંપદાદિમાં કહેલા ગુણોના બહુમાનપ્રધાન, સમ્યમ્ અનુષ્ઠાન છે અને એ જ્ઞાપન માટે પ્રસ્તુત સૂત્રની રચના છે એમ અન્વય છે. પંજિકા - 'तद्भाजनमेत' इति, तद्भाजनं जिज्ञासाभाजनम्, एते प्रेक्षापूर्वकारिणः। एतद्गुणेत्यादि, 'एतद्गुणबहुमानसारम्', एतेषांस्तोतव्यसंपदादीनां गुणानां, बहुमानेन-प्रीत्या, सारं स एव वा सारः यत्र, 'तत्सम्यगनुष्ठानं भवतीति संबन्धः, कथमित्याह-'विशेषप्रणिधाननीतितः=विशेषेणविभागेन, स्तोतव्यसम्पदादिषु गुणेषु प्रणिधानं-चित्तन्यासः, तदेव 'नीतिः'-प्रणिधीयमानगुणरूपस्वकार्यप्राप्तिहेतुः, तस्याः, 'तत्तद्बीजाऽऽक्षेपसौविहित्येन'='तस्य'-चित्ररूपस्य गुणस्याहत्त्वभगवत्त्वादेः बीजं-हेतुः तत्तदावारककर्महासः तदनुकूलशुभकर्मबन्धश्च, तस्य आक्षेपः-अव्यभिचारस्तेन, सौविहित्यंसुविधानं, तेन 'सम्यग्'-भावरूपम्, 'अनुष्ठानमिति च ज्ञापनार्थम्' एतच्च ज्ञापितं भवतीति भावः। પંજિકાર્ય : તમાનનમે' ...... ભવતિ ભવઃ | તમાનનમે એ બીજી સંપદાના વર્ણનનું પ્રતીક છે, તદ્દ ભાજન=જિજ્ઞાસાનું ભાજન, આ=પ્રેક્ષાપૂર્વકારીઓ છે=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા છે. હતોત્યાતિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, વિહુનાનસારમ્ એ સમ્યમ્ અનુષ્ઠાનનું વિશેષણ છે, તેનો અર્થ કરે છે – આ સ્તોતવ્યસંપદાદિના ગુણોના બહુમાનથી=પ્રીતિથી, સાર=પ્રધાન એવું, તે સગર્ અનુષ્ઠાન થાય છે એમ સંબંધ છે અથવા તે જ આ સંપદાઓના ગુણોનું બહુમાન જ, સાર છે જેમાં તે સમ્યગું અનુષ્ઠાન થાય છે એમ સંબંધ છે, કેવી રીતે આમના ગુણોના બહુમાન

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278