________________
હેતુ, સંપદાની વ્યાખ્યા
૨૧૯ પ્રધાન અનુષ્ઠાન સમ્યગ અનુષ્ઠાન થાય છે ? એથી કહે છે – વિશેષ પ્રણિધાનની નીતિથી–વિશેષથી અર્થાત્ વિભાગથી સ્તોતવ્યસંપદાદિના ગુણોમાં પ્રણિધાન અર્થાત્ ચિતવ્યાસ તે જ નીતિ અર્થાત પ્રણિધીયમાન ગુણસ્વરૂપ સ્વકાર્યની પ્રાપ્તિનો હેતુ અર્થાત ચિત્તભ્યાસ દ્વારા કરાયેલા પ્રણિધાનના વિષયભૂત ભગવાનના ગુણોની સ્વને પ્રાપ્તિરૂપ જે કાર્ય તેની નિષ્પત્તિનો હેતુ એવી જે નીતિ તેનાથી તે તે બીજના આક્ષેપનું સુવિહિતપણું હોવાથી–તે ચિત્રરૂપવાળા અહત્વ ભગવત્વ આદિ ગુણનું બીજ અર્થાત્ હેતુ અર્થાત્ તે તે આવારક કર્મોનો હ્રાસ અર્થાત્ જે જે સંપદામાં દઢ પ્રણિધાન થયેલ છે તે તે સંપદાથી વાચ્ય જે ગુણો તેનાં આવારક કર્મોનો હ્રાસ અને તેને અનુકૂલ શુભકર્મનો બંધ અર્થાત્ તે તે ગુણ પ્રાપ્તિનું કારણ બને તેને અનુકૂલ પુણ્યપ્રકૃતિનો બંધ બીજ છે, તેનો=તે બીજનો, આક્ષેપ અર્થાત્ અવ્યભિચાર, તેનાથી સોવિહિત્ય=સુવિધાન, તેના વડે સખ્યભાવરૂપ, અનુષ્ઠાન છે અને એ પ્રમાણે જ્ઞાપન અર્થવાળું પ્રસ્તુત નમુત્યુણં સૂત્ર છે અને આ=વિશેષ પ્રણિધાનની નીતિથી તત્ તત્ બીજના આક્ષેપ વડે સુવિધાનથી સમ્યગું અનુષ્ઠાન થાય છે એ, શાપિત થાય છે=નમુત્થણ સૂત્રથી શાપિત થાય છે, એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ
અનેક પદો પરસ્પર એકવાક્યતાથી બદ્ધ હોય એવાં વચનોના સમુદાયરૂપ સંપદા છે અર્થાત્ નમુત્થણે સૂત્રમાં ૩ર આલાવા છે તેમાં પરસ્પર એકવાક્યતાથી સંબદ્ધ આલાવાનો સમુદાય એ સંપદા છે અને કોઈ રત્નમાળા સુબદ્ધ રીતે રત્નોથી ગુંથાયેલી હોય તો શોભાયમાન થાય અને તે જ રત્નોની માળા યથાતથા ક્રમ વડે રત્નોથી ગુંથાયેલી હોય તો તે માળા શોભાયમાન હોવા છતાં ગ્લાનિને પામે છે; કેમ કે રત્નો સુંદર છે તોપણ સમ્યગુ યોજનપૂર્વક ગુંથાયેલી નથી, તેથી વિવેકી પુરુષ માળાની ગૂંથણી પણ તે રીતે જ કરે છે, જેથી શોભાની વૃદ્ધિ થાય, તેમ ભગવાનમાં વર્તતા ગુણોના વાચક શબ્દોરૂપ જે ૩૨ આલાવાઓ છે તે ગુણોરૂપી રત્નો છે અને તેમાં જે જે ગુણો એકવાક્યતાથી પરસ્પર સંબંધિત છે તે ૯ સંપદાઓ છે અને તે સંપદાઓને ગણધરોએ તે ક્રમથી જ ગોઠવેલ છે કે જેથી વિચારક પુરુષની ભગવાનની સ્તુતિમાં પ્રવૃત્તિ થાય અને વિચારક પુરુષને જે રીતે જિજ્ઞાસા થાય છે તે ક્રમથી જ નમુત્યુર્ણ સૂત્રમાં ૯ સંપદાઓનું યોજન છે, વિચારકને તે સંપદાઓ કઈ રીતે યોજન કરાયેલી હોય તો સુબદ્ધ ભાસે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
(૧) નમુસ્કુર્ણ સૂત્રમાં વિચારકની પ્રવૃત્તિનું અંગપણું હોવાથી પ્રથમ સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ કર્યો છે; કેમ કે ભગવાન અરિહંત ભગવંત છે તેને બોધ થવાથી વિચારકને નિર્ણય થાય કે ભગવાને ભાવશત્રુનો નાશ કર્યો છે, તેથી અરિહંત છે અને ગુણસંપત્તિ પ્રગટ થયેલી છે, તેથી ભગવંત છે, આમ છતાં માત્ર અરિહંત ગ્રહણ કરવાથી દ્રવ્ય તીર્થકરનું પણ ગ્રહણ થાય છે તેના નિવારણ માટે અને ભાવ તીર્થકરના ગ્રહણ માટે ભગવંત વિશેષણ આપેલ છે અને ભગવાનનું તે સ્વરૂપ જ સ્તોતવ્ય છે; કેમ કે તેમની સ્તુતિ કરીને વિચારકને તેવા સ્તોતવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે અને જો પ્રથમ સ્તોતવ્યસંપદા બતાવેલ ન હોય તો વિચારક પુરુષ તેમાં પ્રવૃત્તિ કરે નહિ; કેમ કે વિચારક પુરુષ સંસારથી પર અવસ્થાને