________________
નમો જિણાણં જિયભયાણં
૨૦૯
અનંત સિદ્ધોને એક નમસ્કાર કરવાથી નમસ્કાર કરનારનો એક નમસ્કાર અનંત સિદ્ધોમાં વિભક્ત થતો નથી, તેથી બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું ઉદાહરણ તેમાં યોજી શકાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે જો નમસ્કાર કરવાની ક્રિયાથી સિદ્ધના જીવોને ઉપકાર થતો ન હોય તો કેવી રીતે નમસ્કાર કરનારને ફલની પ્રાપ્તિ થાય ? તેથી કહે છે – નમસ્કાર કરનારની સિદ્ધના આલંબનવાળી જે નમસ્કારરૂપ ચિત્તવૃત્તિ છે તેનાથી નમસ્કાર કરનારને ફલ પ્રાપ્ત થાય છે, તેથી એક નમસ્કાર અનંત સિદ્ધોમાં વિભક્ત થતો નથી, પરંતુ અનંત સિદ્ધોને અવલંબીને થયેલી નમસ્કારરૂપ ચિત્તવૃત્તિ પ્રમોદના અતિશયવાળી થાય છે, વળી નમસ્કાર કરનાર જીવને સિદ્ધના સ્વરૂપને જોવાથી જે પ્રકારનો પ્રમોદનો અતિશય થાય છે તે પ્રકારે સિદ્ધ તુલ્ય થવામાં બાધક કર્મોના નાશરૂપ નિર્જરાનો અતિશય પ્રાપ્ત થાય છે, તેથી કોઈ નમસ્કાર કરનાર પુરુષ પોતાની જ્ઞાનશક્તિના અને વીર્યશક્તિના પ્રકર્ષથી એક સિદ્ધને અવલંબીને નમસ્કાર કરે ત્યારે તે સિદ્ધના જીવ પ્રત્યે જે ભક્તિનો પ્રકર્ષ થાય છે તેને અનુરૂપ તે જીવને નિર્જરાની પ્રાપ્તિ થાય છે માટે કોઈ જીવને શાસ્ત્રવચનથી વિવેકદૃષ્ટિ પ્રગટેલી હોય, તેના કારણે ‘મારે સર્વ અનંત સિદ્ધોને નમસ્કા૨ ક૨વા છે’ તેમ સ્મરણ કરીને પોતાના બોધના અને વીર્યના અતિશયથી અનંત સિદ્ધોને નમસ્કાર કરે ત્યારે એકને નમસ્કાર કરવાથી જે ભાવ થયેલો તેના કરતાં નમસ્કારના આલંબનભૂત અનંત સિદ્ધો હોવાથી ભાવનો અતિશય થાય છે, તેથી એક સિદ્ધને નમસ્કારની ક્રિયા કરતાં અનંત સિદ્ધોને નમસ્કા૨ની ક્રિયાથી તે જીવને વિપુલ નિર્જરા થાય છે.
અહીં પ્રશ્ન થાય કે આ રીતે તો પોતાના નમસ્કારની ક્રિયાથી સિદ્ધોને કોઈ ઉપકાર થતો નથી અને સિદ્ધો તરફથી તેમને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી, પરંતુ સિદ્ધોને અવલંબીને થયેલી નમસ્કારરૂપ ચિત્તવૃત્તિથી જ નમસ્કાર કરનારને નિર્જરારૂપ ફળ મળે છે, તેથી ભગવાનથી નમસ્કારનું ફળ મળે છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે
નમસ્કાર ક૨ના૨ની નમસ્કારને અનુકૂળ ચિત્તવૃત્તિના જનક જે હેતુઓ છે તે સર્વ હેતુઓમાં ભગવાન જ પ્રધાન છે, તેથી તે નમસ્કારની ક્રિયામાં ભગવાનનું આધિપત્ય છે, તેથી ભગવાનથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે તેમ કહેવાય છે. વસ્તુતઃ જીવને જ્ઞાનાવરણીયનો જે પ્રકારનો સ્થૂલથી કે સૂક્ષ્મથી ક્ષયોપશમ છે, વીર્યંતરાયનો જે પ્રકારનો સ્થૂલથી કે સૂક્ષ્મથી ક્ષયોપશમ છે અને વીતરાગના ગુણોને અવલંબીને વીતરાગ થવાની જે પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ રુચિ છે તે ત્રણ પરિણામોનાં આવા૨ક કર્મોનો ક્ષયોપશમભાવ તે નમસ્કારની ક્રિયા પ્રત્યે કારણ છે. વળી, કોઈ ઉપદેશક, કલ્યાણમિત્ર આદિ ઉપદેશ આદિ દ્વારા તેની રુચિને અતિશય કરે ત્યારે તે ઉપદેશક આદિ પણ નિમિત્તભાવરૂપે તે નમસ્કારની ક્રિયા પ્રત્યે કારણ છે અને જીવમાં વર્તતા શ્રુતજ્ઞાનથી નિયંત્રિત મતિજ્ઞાનના ક્ષયોપશમજન્ય મતિજ્ઞાનનો વ્યાપાર તે નમસ્કારની ક્રિયા પ્રત્યે હેતુ છે અને અનંત સિદ્ધના જીવોને અવલંબીને તે નમસ્કારનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારે તે તે પ્રકારના કર્મના ક્ષયોપશમો અને જીવનો તે નમસ્કારને અનુકૂળ વ્યાપાર અને ઉપદેશકનો નિમિત્ત ભાવ તે જીવને નમસ્કારથી જે નિર્જરા થશે તેના પ્રત્યે કારણ છે તે સર્વ કારણો કરતાં નમસ્કારના વિષયભૂત તે અનંત સિદ્ધના જીવો તે પ્રકારના અધ્યવસાય પ્રત્યે પ્રધાન હેતુ છે; કેમ કે તેઓના આલંબન વગર ક્ષયોપશમભાવવાળાં