________________
૨૦૮
લલિતવિસ્તરા ભાગ-૨
ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે “નમો જિણાણે જિઅભયાણં' પદ દ્વારા અનંતા સિદ્ધોને સ્મૃતિમાં લાવીને નમસ્કાર કરવાથી આશયની વૃદ્ધિ થાય છે, ત્યાં બાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – એક નમસ્કારની ક્રિયાથી અનેક સિદ્ધના જીવોને સન્માન કરવામાં આવે તે ઘણા બ્રાહ્મણોને એક રૂપિયાના દાનતુલ્ય છે, તેથી કોઈ એક બ્રાહ્મણને એક રૂપિયાનું દાન આપે અને કોઈ હજાર બ્રાહ્મણ વચ્ચે એક રૂપિયાનું દાન આપે તો એક બ્રાહ્મણને એક રૂપિયો આપનાર કરતાં હજાર બ્રાહ્મણને એક રૂપિયો આપે તો દરેક બ્રાહ્મણને ઘણું અલ્પ પ્રાપ્ત થાય, તેમ અનંતા સિદ્ધોને એક નમસ્કાર કરવાથી અલ્પત્વની પ્રાપ્તિ કેમ નહિ થાય અર્થાત્ પ્રાપ્તિ થશે, તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
ક્રિયાનો ભેદ છે=હજાર બ્રાહ્મણને માત્ર એક રૂપિયો આપવો તે ક્રિયા અને અનંતા સિદ્ધોને એક નમસ્કાર કરવો તે ક્રિયા સમાન નથી પરંતુ ભિન્ન પ્રકારની છે, કઈ રીતે હજાર બ્રાહ્મણને એક રૂપિયાના દાનથી અનંતા સિદ્ધોને એક નમસ્કારની ક્રિયા ભિન્ન પ્રકારની છે તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ એક રત્નના દર્શનની ક્રિયા કરે અને કોઈ રત્નાવલીના દર્શનની ક્રિયા કરે તો એક રત્નના દર્શનની ક્રિયા કરતાં રત્નાવલીના દર્શનની ક્રિયાથી અધિક પ્રમોદ થાય છે; કેમ કે એક રત્નને જોઈને જે આનંદ થાય તેના કરતાં અનેક રત્નોથી સુબદ્ધ ગુંથાયેલી રત્નાવલી અધિક ચિત્તપ્રસાદનું કારણ બને છે, તેથી એક રત્નના દર્શન તુલ્ય એક સિદ્ધ ભગવંતને મનમાં સ્મરણ કરીને તેમની માનસ સ્થાપના કરીને તેમને કરાતી નમસ્કારની ક્રિયા છે અને અનંતા સિદ્ધોને એક સાથે સ્મરણ કરીને તેનાથી થયેલી અનંત સિદ્ધોની જે માનસ સ્થાપના થાય છે અને તે અનંત સિદ્ધોને સ્મૃતિમાં લાવીને એક નમસ્કારની ક્રિયા છે તેથી તે રત્નાવલીના દર્શન તુલ્ય છે; કેમ કે અનંત સિદ્ધની માનસ સ્થાપના કરીને જે નમસ્કારની ક્રિયા કરાય છે તેમાં એક સિદ્ધના નમસ્કાર કરતાં ભાવનો પ્રકર્ષ થાય છે, આ કથનને જ સ્પષ્ટ કરવા માટે કહે છે –
હેતુના ભેદથી ફલનો ભેદ હોવાથી ઘણા બ્રાહ્મણોને એક રૂપિયાના દાન તુલ્ય આ ક્રિયા નથી; કેમ કે સર્વ સિદ્ધોના આલંબનવાળી આ નમસ્કારની ક્રિયા છે, તેથી હેતભેદ છે અને તેના કારણે પ્રમોદનો અતિશય થાય છે, તેથી તે નમસ્કારની ક્રિયા પ્રમોદના અતિશયની જનિકા છે, તેથી ફલનો ભેદ થાય છે, જેમ એક રત્નના દર્શન કરતાં રત્નાવલીના દર્શનમાં એક રત્નરૂપ હેતુ કરતાં રત્નાવલીરૂપ હેતુનો ભેદ હોવાને કારણે એક રત્નથી જે પ્રમોદરૂપ ફલ થાય છે તેના કરતાં રત્નાવલીના દર્શનથી પ્રમોદના અતિશયરૂપ ફલભેદ થાય છે, તેથી એક નમસ્કારથી અનંત સિદ્ધોને નમસ્કાર કરવામાં અલ્પત્વ કઈ રીતે થાય ? અર્થાત્ થાય નહિ, વળી, પૂર્વમાં બ્રાહ્મણને એક રૂપિયાના દાનનું જે ઉદાહરણ બતાવ્યું તે ઉચિત નથી જ, કેમ ઉચિત નથી ? તે સ્પષ્ટ કરે છે – રૂપિયાના દાનથી બ્રાહ્મણોને ઉપકાર થાય છે તેમ સિદ્ધોને નમસ્કાર કરવાથી સિદ્ધોને ઉપકારનો યોગ નથી, માટે બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું દૃષ્ટાંત અનુચિત છે.
આશય એ છે કે એક બ્રાહ્મણને એક રૂપિયો આપવામાં આવે તો તેને ઘણો ઉપકાર થાય છે અને હજાર બ્રાહ્મણો વચ્ચે એક રૂપિયો આપવામાં આવે તો તે પ્રત્યેક બ્રાહ્મણને ઘણો અલ્પ ઉપકાર થાય છે, પરંતુ