________________
નમો નિશાશં જિયભયાણ
૨૦૭ અનુપવ્યસનીય જ છે; કેમ કે રૂપિયાથી બ્રાહ્મણોની જેમ નમસ્કારથી અરિહંતોને ઉપકારનો અયોગ છે, તો કેવી રીતે તેનું ફલ છે ?–અવંત સિદ્ધોને કરાયેલા એક નમસ્કારનું ફલ છે ? ઉત્તર અપાય છેeગ્રંથકારશ્રી વડે ઉત્તર અપાય છે – તદ્ આલંબન ચિત્તવૃત્તિથી=ભગવાનના આલંબનવાળી ચિત્તવૃતિથી, નમસ્કારની ક્રિયાનું ફલ છે એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે નમસ્કાર કરનારને ભગવાનથી નમસ્કારની ક્રિયાનું ફલ છે તેમ કેમ કહેવાય છે ? તેમાં હેતુ કહે છે –
તેમનું આધિપત્ય હોવાથી=નમસ્કાર કરનારની ચિતવૃત્તિમાં ભગવાનનું આધિપત્ય હોવાથી, તેનાથી જ=ભગવાનથી જ, તેનો ભાવ છે=નમસ્કારની ક્રિયાનું ફળ છે.
કઈ રીતે ભગવાનથી જ ફળ છે ? તેમાં હેતુ કહે છે – ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારે દર્શન છે, એ પ્રમાણે અમે કહીશું. પંજિકા :
तदालम्बनचित्तवृत्तेः, इति-भगवदालम्बनचित्तवृत्तेर्नमस्काररूपायाः, 'तत्फलमि ति सम्बध्यते। नन्वेवं तर्हि न तद् भगवद्भ्य इत्याशङ्क्याह- तदाधिपत्यतो-भगवदाधिपत्यतो भगवन्त एव तच्चित्तवृत्तेस्तज्जनकेषु हेतुषु प्रधानत्वेनाधिपतयः ततः, तत एव=भगवद्भ्यः एव, तद्भावात्=क्रियाफलभावात्, कथमित्याहचिन्तामणिरत्नादौ तथादर्शनात्-चिन्तामण्यादिप्रणिधानादेर्भवत् फलं चिन्तामणिरत्नादेर्भवतीति लोके प्रतीतिदर्शनात् । પંજિકાર્ચ -
તાતિવન ...... પ્રતિવર્ણનાત્ | તાતિવનચિત્તવૃત્તઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નમસ્કારરૂપ ભગવદ્ આલંબનવાળી ચિત્તવૃત્તિ હોવાથી તેનું ફલ છે અર્થાત્ નમસ્કારનું ફલ છે, એ પ્રમાણે સંબંધ કરાય છે. આ રીતે=નમસ્કારરૂપ ભગવદ્ આલંબનવાળી ચિત્તવૃત્તિથી ફલ પ્રાપ્ત થાય છે એ રીતે, તો ભગવાનથી તે નથી=ભગવાનથી ફલ મળતું નથી, એ પ્રકારની આશંકા કરીને કહે છે –
તેમનું આધિપત્ય હોવાથી ભગવાનનું આધિપત્ય હોવાથી તદ્ જનક હેતુઓમાં અર્થાત્ નમસ્કારકાળમાં વર્તતી ચિતવૃત્તિના જનક હેતુઓમાં ભગવાન જ તેની ચિત્તવૃત્તિના પ્રધાનપણાથી અધિપતિ છે તેથી, તેમનાથી જ=ભગવાનથી જ, તેનો ભાવ હોવાને કારણે=ક્રિયાના ફલનો સદ્ભાવ હોવાને કારણે, નમસ્કાર કસ્તાને ભગવાનથી ફલ થયું છે એમ કહેવાય છે, કેવી રીતે ચિત્તવૃત્તિ ઉપર ભગવાનનું આધિપત્ય છે ? એથી કહે છે – ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારનું દર્શન હોવાથી–ચિંતામણિ આદિના પ્રણિધાન આદિથી થતું ફલ ચિંતામણિ આદિ રત્નથી થાય છે એ પ્રમાણે લોકમાં પ્રતીતિનું દર્શન હોવાથી ભગવાનથી નમસ્કારનું ફલ થાય છે એમ અવય છે.