________________
લલિતવિસ્તરા ભાગ-
૨૦૬
અહીં પ્રશ્ન થાય કે એક સિદ્ધને નમસ્કાર કરવાને બદલે અનેકને નમસ્કાર કેમ કરાય છે ? તેથી કહે છે – એ વિવેકનું ફળ છે અર્થાત્ કલ્યાણના અર્થી જીવોમાં પણ જેઓમાં વિવેક પ્રગટ્યો છે તેઓ વિચારે છે કે એક તીર્થકરને નમસ્કાર કરવાને બદલે ચોવીસ તીર્થંકરોને હું નમસ્કાર કરું તો વર્તમાન ચોવીસીના સર્વ તીર્થકરો પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે, તેમ હું એક સિદ્ધને નમસ્કાર કરું તેના કરતાં શાસ્ત્રવચનથી જાણીને અનંતકાળથી ગયેલા સિદ્ધોને જિતભયત્વ સ્વરૂપે ઉપસ્થિત કરીને તે સર્વને હું નમસ્કાર કરું એ પ્રકારની નિર્મળ બુદ્ધિ જેને પ્રગટી છે તે તેનામાં પ્રગટેલ વિવેકનું ફળ છે, તેથી તે સર્વને નમસ્કાર કરે છે. લલિતવિસ્તરા -
आह-‘एवं ह्येकक्रिययानेकसन्माननं बहुब्राह्मणैकरूपकदानतुल्यं, तत् कथं नाल्पत्वम्?' उच्यते, क्रियाभेदभावात्, सा हि रत्नावलीदर्शनक्रियेव एकरत्नदर्शनक्रियातो भिद्यते, हेतुफलभेदात्, सर्वार्हदालम्बनेयमिति हेतुभेदः, प्रमोदातिशयजनिकेति च फलभेदः, (तत्) कथमित्थमल्पत्वम् ? ब्राह्मणैकरूपकदानोदाहरणं त्वनुपन्यसनीयमेव, रूपकादिव नमस्काराद् ब्राह्मणानामिवार्हतामुपकारायोगात्, कथं तर्हि तत्फलमिति? उच्यते, तदालम्बनचित्तवृत्तेः, तदाधिपत्यतः तत एव तद्भावात्, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्यामः। લલિતવિસ્તરાર્થ:
બાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે-પૂર્વમાં કહ્યું કે વિવેકીપુરુષ એક નમસ્કાર દ્વારા અનંત સિદ્ધોને નમસ્કાર કરે છે એ રીતે, એક ક્રિયા વડે અનેકનું સન્માન ઘણા બ્રાહ્મણને એક રૂપિયાના દાનતુલ્ય છે, તે કારણથી કેવી રીતે અલ્પત્વ ન થાય ? અર્થાત્ અલ્પત્વ થાય, તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉત્તર અપાય છે – ક્રિયાભેદનો ભાવ હોવાથીeઘણા બ્રાહ્મણોને રૂપિયાના દાનની ક્રિયા અને અનંતા સિદ્ધોને નમસ્કારની ક્રિયા એ બે ક્રિયામાં ભેદનો સદ્ભાવ હોવાથી અલ્પત્વ નથી એમ અન્વય છે, હિ=જે કારણથી, તે=અનંતા સિદ્ધોને એક નમસ્કારની ક્રિયા, રત્નાવલીના દર્શનની ક્રિયાની જેમ એક રત્નના દર્શનની ક્રિયાથી ભેદ પામે છે; કેમ કે હેતુના ભેદને કારણે ફલનો ભેદ છે. હેતુ અને ફલનો ભેદ સ્પષ્ટ કરે છે –
સર્વ અરિહંતના આલંબનવાળી આ છે=એક નમસ્કારની ક્રિયા છે, એથી હેતુનો ભેદ છે અને પ્રમોદ અતિશય જનિકા એક નમસ્કારની ક્રિયા છે એથી ફલભેદ છે, તે કારણથી આ રીતે પૂર્વપક્ષીએ અનેક બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, અલ્પત્વ કેવી રીતે થાય? અર્થાત્ એક નમસ્કાર દ્વારા અનેક સિદ્ધોને નમસ્કાર કરવાથી આશયનું અભત્વ થાય નહિ, પરંતુ આશયનું અતિશયપણું થાય, વળી, બ્રાહ્મણોને એક રૂપિયાના દાનનું ઉદાહરણ